યુ.એસ.માં ‘વન ચિપ ચેલેન્જ’ હેઠળ મસાલેદાર ચિપ ખાવાથી 14 વર્ષના કિશોર હેરિસ વોલોબાહનું મોત

સોશિયલ મીડિયા પર દરરોજ નવા વાયરલ ચેલેન્જ જોવા મળે છે. આવા જ એક કિસ્સામાં, યુ.એસ. માં  મેસેચ્યુસેટ્સના વોર્સેસ્ટરના એક 14 વર્ષના છોકરાનું શુક્રવારે વાયરલ “વન ચિપ ચેલેન્જ” ચેલેન્જમાં ભાગ લેવાને કારણે મૃત્યુ થયું હતું. “વન ચિપ ચેલેન્જ” માં અત્યંત મસાલેદાર ટોર્ટિલા ચિપનું સેવન કર્યાના કલાકો પછી  હેરિસ વોલોબાહનું મૃત્યુ થયું હતું.  “વન ચિપ ચેલેન્જ” મુજબ, […]

Share:

સોશિયલ મીડિયા પર દરરોજ નવા વાયરલ ચેલેન્જ જોવા મળે છે. આવા જ એક કિસ્સામાં, યુ.એસ. માં  મેસેચ્યુસેટ્સના વોર્સેસ્ટરના એક 14 વર્ષના છોકરાનું શુક્રવારે વાયરલ “વન ચિપ ચેલેન્જ” ચેલેન્જમાં ભાગ લેવાને કારણે મૃત્યુ થયું હતું. “વન ચિપ ચેલેન્જ” માં અત્યંત મસાલેદાર ટોર્ટિલા ચિપનું સેવન કર્યાના કલાકો પછી  હેરિસ વોલોબાહનું મૃત્યુ થયું હતું. 

“વન ચિપ ચેલેન્જ” મુજબ, સહભાગીઓએ વિશ્વની સૌથી મસાલેદાર ટોર્ટિલા ચિપ્સ ખાવાની હતી અને રાહત માટે કંઈપણ ખાધા કે પીધા વિના કેટલા સમય સુધી તે આ ચિપ્સ ખાઈ શકે છે તેનું ફિલ્માંકન કરવાનું હતું. 

વન ચિપ ચેલેન્જ પૂરી કરવામાં જીવ ગુમાવ્યો

આ ચિપ Paqui કંપની દ્વારા બનાવવામાં આવી છે. તે એક ચેતવણી સાથે શબપેટીના કન્ટેનરમાં આવે છે કે તેને બાળકોથી દૂર રાખવું જોઈએ અને તે ફક્ત પુખ્ત વયના લોકો માટે જ ખાવા માટે છે, અને મસાલેદાર ખોરાક પ્રત્યે સંવેદનશીલ હોય અથવા એલર્જી ધરાવતા હોય તેવા કોઈપણ વ્યક્તિએ તેને ખાવી જોઈએ નહીં. 

વોર્સેસ્ટર પબ્લિક સ્કૂલના સુપરિન્ટેન્ડેન્ટ રશેલ મોનારેઝના એક નિવેદનમાં જણાવાયું હતું કે વોર્સેસ્ટર શાળા સમુદાય ડોહર્ટી મેમોરિયલ હાઈસ્કૂલમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા હેરિસ વોલોબાહ માટે શોક વ્યક્ત કરી રહ્યા છે.

વન ચિપ ચેલેન્જ માટેના Paqui ની વેબસાઈટમાં જણાવ્યા અનુસાર, જે કોઈને શ્વાસ લેવામાં તકલીફ હોય, બેહોશ થઈ જાય અથવા ઉબકા આવે તો તેમણે તબીબી સહાય લેવી જરૂરી છે. 

હેરિસ વોલોબાહની માતા, લોઈસ એ જણાવ્યું હતું કે “શુક્રવારે તેને એક નર્સ દ્વારા શાળામાં બોલાવવામાં આવી હતી અને તેના પુત્રએ તેને કહ્યું હતું કે એક સહાધ્યાયીએ તેને ચિપ આપી હતી, જેનાથી તેને પેટમાં તીવ્ર દુખાવો થતો હતો.”

અહેવાલ મુજબ, ઘરે ગયા પછી હેરિસ વોલોબાહને સારું લાગ્યું, પરંતુ બાદમાં જ્યારે તે બાસ્કેટબોલ ટ્રાયઆઉટ માટે જવાનો હતો ત્યારે તે બેહોશ થઈ ગયો. ચિપ પર ચેતવણી આપી હોવા છતાં તેનું પાલન ન થતાં આ હોનારત સર્જાઈ છે. જોકે તે સંપૂર્ણ તપાસનો વિષય છે કે કિશોરનું મૃત્યુનું કારણ શું હતું,

હેરિસ વોલોબાહની માતાનો આરોપ- ચિપ ચેલેન્જને કારણે દીકરો મૃત્યુ પામ્યો

હેરિસ વોલોબાહને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હેરિસ વોલોબાહના મૃત્યુ માટે વાયરલ વન ચિપ ચેલેન્જ જવાબદાર હતી કે કેમ તે જાણી શકાયું નથી. ઓટોપ્સી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 

લોઈસ વોલોબાહે કહ્યું કે નર્સની ઓફિસમાં ગયા પછી તેના પુત્રને ઘરે જવાને બદલે હોસ્પિટલમાં મોકલવો જોઈતો હતો. તેના પુત્રના મૃત્યુ પછી, તે અન્ય લોકોને વાયરલ વન ચિપ ચેલેન્જ અજમાવવા સામે ચેતવણી આપી રહી છે.

વોર્સેસ્ટર પોલીસ હેરિસ વોલોબાહના મૃત્યુની તપાસ કરી રહી છે. તેની માતાનું માનવું છે કે આ વન ચિપ ચેલેન્જને કારણે હેરિસ વોલોબાહનું મૃત્યુ થયું. 

વોર્સેસ્ટર પબ્લિક સ્કૂલના સુપરિન્ટેન્ડેન્ટ રશેલ મોનારેઝને જણાવ્યું કે “માતા અને શિક્ષક તરીકે, હું કલ્પના કરી શકતી નથી કે હેરિસ વોલોબાહનું મૃત્યુ તેના પરિવાર, મિત્રો અને શિક્ષકો માટે કેટલું મુશ્કેલ છે.”