૧.૪૯ ભારતીયોએ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો

ભારત અને ખાસ કરીને ગુજરાતના લોકોની અમેરિકાની ઘેલછા ક્યાં અજાણી વાત છે? તાજેતરમાં જ  યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (યુએસસીબીપી) દ્વારા જાહેર કરવામાં આવેલા એક ડેટા અનુસાર ફેબ્રુઆરી 2019 અને માર્ચ 2023 વચ્ચે 1.49 લાખ જેટલા ભારતીયો ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડાયા હતા, જે એક કઠોર સત્યને ઉજાગર કરે છે કે ભારતીયોને “અમેરિકન […]

Share:

ભારત અને ખાસ કરીને ગુજરાતના લોકોની અમેરિકાની ઘેલછા ક્યાં અજાણી વાત છે? તાજેતરમાં જ  યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (યુએસસીબીપી) દ્વારા જાહેર કરવામાં આવેલા એક ડેટા અનુસાર ફેબ્રુઆરી 2019 અને માર્ચ 2023 વચ્ચે 1.49 લાખ જેટલા ભારતીયો ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડાયા હતા, જે એક કઠોર સત્યને ઉજાગર કરે છે કે ભારતીયોને “અમેરિકન સ્વપ્ન”ની  લાલચ હજુ ચાલુ છે. 

ગુજરાતના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અટકાયત કરાયેલા લોકો મોટાભાગે ગુજરાત અને પંજાબના છે. જાન્યુઆરી 2022 માં, 5,459 જેટલા ભારતીયો ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશતા પકડાયા હતા. જેમાંથી 708 યુએસ-કેનેડા બોર્ડરથી પકડાયા હતા. જાન્યુઆરી 2023માં સંખ્યા 35.9% વધીને 7,421 થઈ, જેમાં યુએસ-કેનેડા સરહદ પર 2,478 અટકાયતનો સમાવેશ થાય છે. ડેટા કહે છે કે ઉત્તરમાં કેનેડા અથવા દક્ષિણમાં મેક્સિકોમાંથી 2,663 સરહદ ક્રોસિંગના પ્રયાસમાં ભારતીયોની અટકાયત કરવામાં આવી હતી. ભારતીય એજન્સીઓ અને ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર, યુ.એસ.માં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પ્રયાસ કરવા બદલ અટકાયત કરાયેલા લોકોમાં ભારતીયો માત્ર 2% છે, પરંતુ ભાગ્યે જ કેટલાકને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.ઘણાને માનવતાના ધોરણે આશ્રય મળે છે. યુનાઈટેડ નેશન્સના અમુક આંકડાઓ અનુસાર, 2017 થી યુ.એસ. આશ્રય-શોધનારાઓ માટે વિશ્વનું સૌથી લોકપ્રિય સ્થળ છે. કોર્ટમાં હારી ગયેલા લોકો પણ વર્ષો સુધી રહી શકે છે જ્યારે તેમના કેસ બેકલોગ સિસ્ટમ દ્વારા ચાલે છે.

અમદાવાદથી 44 કિમી દૂર આવેલા ડીંગુચા ગામનો ચાર જણનો પરિવાર -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને હિમવર્ષાને કારણે ભારતીયોના મોટા જૂથથી અલગ થયા બાદ કેનેડા-યુએસ બોર્ડર પર મૃત્યુ પામ્યા હતો. આ વર્ષે માર્ચમાં, 9,648 ભારતીય આશ્રય-શોધકોને યુએસ બોર્ડર ગાર્ડ્સ દ્વારા પકડવામાં આવ્યા હતા – તેમાંથી 2,289 યુએસ-કેનેડા બોર્ડર  પર હતા. તે જ મહિને ગુજરાતના મહેસાણાના પ્રવિણ ચૌધરી (50), પત્ની દક્ષા (45), અને તેમની પુત્રી વિધિ (23) અને પુત્ર મિતકુમાર (20) – ચાર જણના પરિવારને સેન્ટ લોરેન્સ નદી, જે બંને દેશોની સરહદે વહે છે, તેમાં ઠંડા પાણીમાં બોટ પલટી જતાં ડૂબી ગયા હતા. યુએસ બોર્ડર પેટ્રોલે કુલ ૯૬૪૮ ભારતીય શરણાર્થીઓને અટકાવ્યા હતા. તેમાંથી ઓછામાં ઓછા ૨૨૮૯ લોકોએ યુ.એસ. કેનેડા સરહદ દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અટકાયત કરવામાં આવતા મોટાભાગના લોકો ગુજરાત અને પંજાબના છે.