Online Metaverseમાં 16 વર્ષની છોકરી સાથે અજાણ્યા શખ્સોનો ગેંગેરપ, કેવી રીતે?

Metaverse gang rape : 16 વર્ષની છોકરી સાથે ઓનલાઈન મેટાવર્સમાં કથિત રીતે ગેંગરેપ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પીડિતાને ભાવનાત્મક અને માનસિક આઘાત પહોંચ્યો છે.

Share:

હાઈલાઇટ્સ

  • મેટાવર્સમાં ઓનલાઈન ગેમ રમતી વખતે છોકરીનો રેપ
  • 16 વર્ષની છોકરી સાથે અજાણ્યા શખસોએ કર્યો ગેંગરેપ
  • શારીરિક ઈજા નથી પહોંચી, પણ માનસિક આઘાત લાગ્યો

Online Metaverse gang rape : ઓનલાઈન મેટાવર્સમાં 16 વર્ષીય છોકરી સાથે કથિત રીતે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. બ્રિટનની પોલીસે વર્ચ્યુઅલ રિયલટી ગેમમાં કથિત બળાત્કારના પહેલા કેસ મામલે તપાસ હાથ ધરી છે. ધ ન્યૂયોર્કના રિપોર્ટ મુજબ, છોકરી પોતાના અવતાર બાદ ઓનલાઈન અજાણી વ્યક્તિઓ દ્વારા ગેંગરેપનો ભોગ બની હતી. જે બાદ તે ખૂબ જ આઘાતમાં છે. મેટાવર્સની વર્ચ્યુઅલ દુનિયામાં રેપનો આ પહેલો કિસ્સો છે. આ પહેલાં પણ આવા કેટલાંક કિસ્સા સામે આવી ચૂક્યા છે.  

વર્ચ્યુઅલ રિયાલિટી ગેમમાં કથિત ગેંગરેપ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે છોકરી સાથે કથિત રીતે પુરુષોના એક સમૂહોએ બળાત્કાર કર્યો તો તેને એક ઈમર્સિવ ગેમમાં વર્ચ્યુઅલ રિયાલીટી હેડસેટ પહેર્યો હતો. એવું માનવામાં આવે છે કે આ કેસ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યો છે અને આ પહેલો આભાષી યૌન સંબંધિત ગુનો છે. 

શારીરિક ઈજા નહીં પણ માનસિક આઘાત 
જો કે, આ ઘટનામાં છોકરીને કોઈ શારીરિક ઈજા નથી પહોંચી, પરંતુ તપાસ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું કે, ખરેખરમાં છોકરીને ભાવનાત્મક અને માનસિક રીતે આઘાત પહોંચ્યો છે. જે રીતે વાસ્તવિક દુનિયામાં બળાત્કાર પીડિતાને થાય છે. 
 
મોટો પડકાર 
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ છોકરી સાથે કથિત શારીરિક રૂતે બળાત્કાર કરવામાં આવ્યો જેના કારણે તે આઘાતમાં છે. પીડિતા પર કોઈ પણ શારીરિક ઈજા પહોંચી નથી. પણ તેના પર આ આઘાતની અસર લાંબા સમય સુધી રહી શકે છે. અધિકારીએ કહ્યું કે, આ કેસ કાયદાની જોગવાઈ માટે એક મોટો પડકાર છે, કારણ કે હાલના કાયદામાં આ અંગે કોઈ જોગવાઈ નથી.