Mass Shooting: અમેરિકાના લેવિસ્ટનમાં સામુહિક ગોળીબારમાં 22 લોકોનાં મોત, 60થી વધુ ઘાયલ

Mass Shooting: અમેરિકા (USA)માં બુધવારે 25 ઓક્ટોબરના રોજ મેઈન રાજ્યના લેવિસ્ટન શહેરમાં ઓછામાં ઓછા ત્રણ સ્થળોએ સામુહિક ગોળીબારની ઘટના બની હતી. જેમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે, જ્યારે 60થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ગોળીબારની ઘટના 25 ઓક્ટોબરે મોડી રાત્રે બની હતી. ઘટના બાદ આરોપી ફરાર છે.  હુમલાખોરની ઓળખ […]

Share:

Mass Shooting: અમેરિકા (USA)માં બુધવારે 25 ઓક્ટોબરના રોજ મેઈન રાજ્યના લેવિસ્ટન શહેરમાં ઓછામાં ઓછા ત્રણ સ્થળોએ સામુહિક ગોળીબારની ઘટના બની હતી. જેમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે, જ્યારે 60થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ગોળીબારની ઘટના 25 ઓક્ટોબરે મોડી રાત્રે બની હતી. ઘટના બાદ આરોપી ફરાર છે. 

હુમલાખોરની ઓળખ રોબર્ટ કાર્ડ તરીકે થઈ 

લેવિસ્ટન પોલીસ વિભાગે સામુહિક ગોળીબાર (Mass Shooting)ના સંબંધમાં સોશિયલ મીડિયા પર સેમી-ઓટોમેટિક રાઈફલ સાથે શંકાસ્પદ હુમલાખોરની બે તસવીરો શેર કરી હતી અને શંકાસ્પદને ઓળખવામાં લોકોની મદદ માંગી હતી. એક અહેવાલ મુજબ, હુમલાખોરની ઓળખ રોબર્ટ કાર્ડ તરીકે થઈ છે. તેણે લગભગ 20 વર્ષ સુધી સેનામાં સાર્જન્ટ તરીકે કામ કર્યું હતું. શંકાસ્પદ હજુ પણ ફરાર છે, જે વધુ હુમલા કરી શકે છે. 

વધુ વાંચો: અમેરિકાના ન્યુ જર્સીમાં વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિર ખુલ્લુ મુકાયું 

લેવિસ્ટનમાં એક શૂટર એક્ટિવ 

મેઈન સ્ટેટ પોલીસે ટ્વીટ કર્યું કે લેવિસ્ટનમાં એક એક્ટિવ શૂટર છે. અમે લોકોને વિવિધ સ્થળોએ આશ્રય લેવા કહ્યું છે. કૃપા કરીને ઘરના દરવાજા બંધ રાખીને તમારા ઘરની અંદર રહો. પોલીસ વિવિધ વિસ્તારોમાં હુમલાખોરની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓ ઘટના સ્થળની તપાસ કરી પુરાવા એકઠા કરી રહી છે. જો તમને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વ્યક્તિ દેખાય તો કૃપા કરીને 911 પર કોલ કરીને અમને સૂચિત કરો. એબીસી ન્યૂઝના જણાવ્યા અનુસાર, આ સામુહિક ગોળીબાર (Mass Shooting) બોલિંગ એલી, સ્થાનિક બાર અને વોલમાર્ટ વિતરણ કેન્દ્રમાં કરવામાં આવ્યો હતો.

મે 2022 પછી અમેરિકામાં આ સૌથી ઘાતક Mass Shooting

અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઈડનને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે અને તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ગયા વર્ષે મે 2022 પછી અમેરિકા (USA)માં આ સૌથી ઘાતક સામૂહિક ગોળીબાર (Mass Shooting)ની ઘટના છે. ગયા વર્ષે મે મહિનામાં ટેક્સાસની એક સ્કૂલમાં ગોળીબારમાં 19 બાળકો સાથે બે શિક્ષકોના મોત થયા હતા. એક અહેવાલ અનુસાર, વર્ષ 2022 દરમિયાન અમેરિકામાં ગોળીબાર સંબંધિત 647 ઘટનાઓ નોંધવામાં આવી હતી.

વધુ વાંચો: હવે અમેરિકાએ પણ પોતાના દેશમાંથી રશિયાના 2 રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી

અમેરિકામાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ

અમેરિકા (USA)માં ગન કંટ્રોલ કાયદો લાગુ થયા બાદ પણ અવારનવાર ગોળીબારની ઘટનાઓ બનતી રહે છે. ગોળીબાર કોઈ પણ સ્થળે અને ગમે ત્યારે થાય છે. માર્ગ પર ચાલતા કોઈને મારી નાખવામાં આવે છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશમાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે.  

મેઈનના ગવર્નર જેનેટ મિલ્સે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તે પરિસ્થિતિથી વાકેફ છે અને દરેકને રાજ્ય અને સ્થાનિક અમલીકરણની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરે છે. તેમણે કહ્યું કે હું પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યો છું અને જાહેર સલામતી સુનિશ્ચિત કરું છું.