Iranમાં ડ્રગ રિહેબિલિટેશન સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં 32 લોકોના મોત, 16 ઘાયલ

Iran: ઈરાનમાં એક ડ્રગ રિહેબિલિટેશન સેન્ટરમાં 3 નવેમ્બર શુક્રવારના રોજ લાગેલી આગમાં લગભગ 32 લોકોના મોત થયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઈરાન (Iran)ના સ્થાનિક મીડિયા અનુસાર, આ ઘટના ઈરાનના કેસ્પિયન સી પ્રાંત ગિલાનમાં બની હતી. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તેહરાનથી લગભગ 200 […]

Share:

Iran: ઈરાનમાં એક ડ્રગ રિહેબિલિટેશન સેન્ટરમાં 3 નવેમ્બર શુક્રવારના રોજ લાગેલી આગમાં લગભગ 32 લોકોના મોત થયા હતા અને 16 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઈરાન (Iran)ના સ્થાનિક મીડિયા અનુસાર, આ ઘટના ઈરાનના કેસ્પિયન સી પ્રાંત ગિલાનમાં બની હતી.

આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તેહરાનથી લગભગ 200 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત લેન્ગ્રાઉડ શહેરની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.

ઈરાની મીડિયા અનુસાર, ઈરાન (Iran)માં ડ્રગ રિહેબિલિટેશન સેન્ટરમાં આગ લાગી હતી. તેમાં 40 લોકોને સમાવવાની ક્ષમતા છે. આ મામલે પોલીસે સેન્ટર મેનેજરની અટકાયત કરી છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનામાં 32 લોકોના મોત થયા છે. વહેલી સવારે આગ લાગી હોવાથી મોટા ભાગના લોકો સુતેલા હતા અને તેના કારણે તેઓ આગમાં સપડાઈ ગયા હતા. આ એક ખાનગી ડ્રગ રિહેબિલિટેશન સેન્ટર છે. 

ઈરાન વાયરે ન્યાયતંત્રની મિઝાન સમાચાર એજન્સીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે કેન્દ્રના સંચાલકો અને અધિકારીઓ પણ તપાસ હેઠળ છે. તેમાં વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રની ક્ષમતા લગભગ 40 લોકોની હતી.

એક અહેવાલ મુજબ, ઈરાન (Iran)માં આવી ઘટનાઓ દુર્લભ નથી અને તે મુખ્યત્વે સલામતીનાં પગલાંની અવગણના, જૂની સુવિધાઓ અને અપૂરતી કટોકટીની સેવાઓને કારણે થાય છે.

યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ અનુસાર, ઈરાનમાં વિશ્વની સૌથી ગંભીર ડ્રગ સમસ્યા છે. ઈરાન સરકાર લોકોને નશાની લતમાંથી બહાર આવવામાં મદદ કરવા માટે ઘણા પગલાં લેતી રહે છે. બીજી તરફ અહીં ડ્રગ્સને લઈને ખૂબ જ કડક નિયમો છે. તદુપરાંત, એક અહેવાલ અનુસાર, આ દેશ અફઘાનિસ્તાનથી પશ્ચિમ યુરોપ સુધીના મુખ્ય દાણચોરી માર્ગ પર સ્થિત છે, જે અફીણ અને હેરોઈનનો સ્ત્રોત છે.

Iranમાં ડ્રગ સંબંધિત ગુનામાં 6 મહિનામાં 173 લોકોને ફાંસી આપવામાં આવી

એનજીઓ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, આ વર્ષે જૂન સુધી ડ્રગ સંબંધિત ગુનાઓમાં દોષિત ઠર્યા બાદ 173 લોકોને ફાંસી આપવામાં આવી છે. જ્યારે 2022માં 582 લોકોને ફાંસી આપવામાં આવી હતી. તેમાંથી 44% ડ્રગ હેરફેર સંબંધિત ગુનાઓમાં દોષિત હતા. 

ઈરાન (Iran)ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ડ્રગ રિહેબિલિટેશન સેન્ટરમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને ઈમરજન્સીની સ્થિતિમાં પહોંચી વળવા માટે પૂરતા સાધનો નહોતા.

ઈરાનમાં આ પ્રકારે આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. સપ્ટેમ્બરમાં ઈરાનના રક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત કાર બેટરી બનાવતી ફેકટરીમાં પણ આ રીતે આગ લાગી હતી. જોકે તે વખતે કોઈ જાનહાની થઈ ન હતી

Tags :