ઉઝબેકિસ્તાનની 32 વર્ષીય ઓલ્ગા લિયોંટીવાનું 3 દિવસ સુધી લિફ્ટમાં ફસાયા બાદ મોત

ઉઝબેકિસ્તાનની 32 વર્ષીય પોસ્ટ વુમન, ઓલ્ગા લિયોંટીવા, ત્રણ દિવસ સુધી ખરાબ રીતે કામ કરતી લિફ્ટમાં ફસાયા બાદ મૃત હાલતમાં મળી આવી છે. તે એક બાળકની માતા પણ છે અને તેને બચાવવા કોઈ આવ્યું ન હતું. આ ઘટના ત્યારે બની જ્યારે તે રાજધાની તાશ્કંદમાં તેના નિયમિત મેલ ડિલિવરી રાઉન્ડ પર હતી. તે એક મેલની ડિલિવરી કરવા […]

Share:

ઉઝબેકિસ્તાનની 32 વર્ષીય પોસ્ટ વુમન, ઓલ્ગા લિયોંટીવા, ત્રણ દિવસ સુધી ખરાબ રીતે કામ કરતી લિફ્ટમાં ફસાયા બાદ મૃત હાલતમાં મળી આવી છે. તે એક બાળકની માતા પણ છે અને તેને બચાવવા કોઈ આવ્યું ન હતું. આ ઘટના ત્યારે બની જ્યારે તે રાજધાની તાશ્કંદમાં તેના નિયમિત મેલ ડિલિવરી રાઉન્ડ પર હતી. તે એક મેલની ડિલિવરી કરવા એક બિલ્ડિંગમાં ગઈ ત્યારે તેણે બિલ્ડિંગમાં ઉપર ચડવા લિફ્ટનો પ્રયોગ કર્યો અને તે લિફ્ટની અંદર જ ફસાઈ ગઈ. 

ઓલ્ગા લિયોંટીવા છેલ્લે 24 જુલાઈ સોમવારના રોજ 9 માળના ફ્લેટ બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં ચડતી જોવા મળી હતી, પરંતુ કોઈ જાણ વિના ગાયબ થઈ ગઈ હતી. બે દિવસ પછી પરિવારના ચિંતિત સભ્યો દ્વારા તેની ગેરહાજરીની જાણ કરવામાં આવી હતી અને અધિકારીઓ દ્વારા શોધખોળ કર્યા બાદ તેનું નિર્જીવ શરીર આખરે બીજા દિવસે ખરાબ રીતે કામ કરતી લિફ્ટમાંથી મળી આવ્યું હતું.

તાશ્કંદ જનરલ પ્રોસીક્યુટર ઓફિસના રેકોર્ડ્સ અનુસાર, લિફ્ટ વારંવાર ટેકનિકલ સમસ્યાઓને કારણે ખરાબ થઈ ગઈ હતી અને તેની યોગ્ય રીતે નોંધણી કરવામાં આવી ન હતી.

ઓલ્ગા લિયોંટીવાએ લિફ્ટમાં ચીસો પાડી પરંતુ કોઈ મદદે ન આવ્યું

સીસીટીવી ફૂટેજમાં ઓલ્ગા લિયોંટીવાની લિફ્ટમાં છેલ્લી ક્ષણોનો ખુલાસો થયો. જયારે તેણે મદદ માટે અત્યંત ચીસો પાડી પરંતુ કોઈએ તેની ભયાવહ વિનંતીઓ સાંભળી નહીં અને લિફ્ટની એલાર્મ સિસ્ટમ સક્રિય કરવામાં પણ નિષ્ફળ ગઈ.

ઓલ્ગા લિયોંટીવાના દુ:ખદ મૃત્યુથી તેની 6 વર્ષની પુત્રી માતા વિનાની થઈ ગઈ છે. બાળકી હવે તેના સંબંધીઓની દેખરેખ હેઠળ છે.

અધિકારીઓએ બનાવ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે અગાઉના પરીક્ષણ દરમિયાન ચીન દ્વારા નિર્મિત લિફ્ટ વર્કિંગ ઓર્ડરમાં હતી. જો કે તેની નોંધણી કરવામાં આવી ન હતી. વીજ પુરવઠાકર્તાએ આ ઘટનાના દિવસે પાવર કટ કર્યાનો ઈનકાર કર્યો છે.

પ્રાદેશિક ઈલેક્ટ્રીસીટી નેટવર્ક એન્ટરપ્રાઈઝના પ્રવક્તા ફખરીદ્દીન નુરાલીયેવે એક અહેવાલમાં જણાવ્યું કે, “ઈમરજન્સી શટડાઉનના રેકોર્ડ્સ દ્વારા પુરાવો મળે છે. આ ઘટનાનું કારણ લિફ્ટની ખામી હતી. રહેવાસીઓએ પણ આની પુષ્ટિ કરી હતી.”

અગાઉ ઈટલીમાં લિફ્ટમાં ફસાઈને મહિલા મૃત્યુ પામી

ગયા અઠવાડિયે ઈટલીના પાલેર્મોમાં આવી જ એક ઘટના બની હતી, જ્યાં 61 વર્ષીય મહિલા ફ્રાન્સેસ્કા માર્ચિઓન પાવર કટ દરમિયાન લિફ્ટમાં ફસાઈ જવાથી મૃત હાલતમાં મળી આવી હતી. 26મી જુલાઈના રોજ પાવર ફેલ થઈ ગયો હતો, જેના કારણે રહેણાંક મકાન અંધારામાં છવાઈ ગયું હતું. ઈમર્જન્સી સેવાઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી, પરંતુ દુ:ખદ રીતે, તેઓએ લિફ્ટની અંદર ફ્રાન્સેસ્કા માર્ચિઓનનો મૃતદેહ મળ્યો હતો, જે બે માળની વચ્ચે ફસાયેલો હતો. ત્યારબાદ જાણવા મળ્યું કે લિફ્ટના દરવાજા ખુલ્લા હતા, પરંતુ તે બચી ન શકી.

અકસ્માતોનું ચોક્કસ કારણ નક્કી કરવા અને ભવિષ્યમાં આવી જ દુર્ઘટનાઓ બનતી અટકાવવા બંને કેસોની હવે સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.