સાઉદી, UAE સહિત કુલ 6 દેશને મળ્યું BRICSમાં સ્થાન, PM મોદીની હાજરીમાં લેવાયો મહત્વનો નિર્ણય

દક્ષિણ આફ્રિકા ખાતે આયોજિત BRICS શિખર સંમેલનમાં ગુરૂવારે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ મહત્વની જાહેરાત કરી હતી. BRICS જૂથમાં નવા 6 દેશને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ સાઉદી અરેબિયા, ઈરાન, મિસ્ત્ર, ઈથિયોપિયા, આર્જેન્ટિના અને યુએઈને BRICSની સદસ્યતા આપવામાં આવશે.  ભારત દ્વારા BRICSના વિસ્તારના આ નિર્ણયને સમર્થન આપવામાં આવ્યું […]

Share:

દક્ષિણ આફ્રિકા ખાતે આયોજિત BRICS શિખર સંમેલનમાં ગુરૂવારે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ મહત્વની જાહેરાત કરી હતી. BRICS જૂથમાં નવા 6 દેશને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ સાઉદી અરેબિયા, ઈરાન, મિસ્ત્ર, ઈથિયોપિયા, આર્જેન્ટિના અને યુએઈને BRICSની સદસ્યતા આપવામાં આવશે. 

ભારત દ્વારા BRICSના વિસ્તારના આ નિર્ણયને સમર્થન આપવામાં આવ્યું છે. આમ BRICS હવે કુલ 11 દેશનું જૂથ બનશે અને તેને BRICS PLUS તરીકે ઓળખવામાં આવશે. 

વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ બ્રિક્સના મંચ પરથી કહ્યું હતું કે, અમે BRICS ના વિસ્તારની પ્રક્રિયા માટે માર્ગદર્શક સિદ્ધાંતો, ધોરણો સહિતની પ્રક્રિયાઓ બાદ સમજૂતી સુધી પહોંચ્યા છીએ. બ્રિક્સ વિસ્તાર પ્રક્રિયાના પહેલા તબક્કા માટે અમે સૌ સહમત થયા છે. અમે આર્જેન્ટિના, મિસ્ત્ર, ઈથિયોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતને બ્રિક્સના સંપૂર્ણ સદસ્ય બનવા માટે આમંત્રિત કરવાનો નિર્ણય લીધો છે. નવા સદસ્યો આગામી પહેલી જાન્યુઆરી, 2024થી બ્રિક્સનો હિસ્સો બની જશે.

BRICS માં નવા દેશોના જોડાણ મામલે વડાપ્રધાન મોદીનું સંબોધન

વડાપ્રધાન મોદીએ બ્રિક્સમાં નવા દેશોનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “નવા સદસ્યોના જોડાણના લીધે બ્રિક્સ વધુ શક્તિશાળી બનશે અને અમારા સંયુક્ત પ્રયત્નોને એક નવું બળ પ્રદાન થશે. આ પગલાંથી વિશ્વના અનેક દેશોનો મલ્ટી-પોલર વર્લ્ડ ઓર્ડરમાં વિશ્વાસ વધુ મજબૂત બનશે. મને આનંદ થઈ રહ્યો છે કે અમારી ટીમોએ મળીને ના એક્સપાન્શન માટેના ગાઈડિંગ પ્રિન્સિપાલ, સ્ટાન્ડર્ડ, ક્રાઈટેરિયા અને પ્રોસિડિંગ પર સહમતિ સાધી. તેના આધાર પર અમે ઈજિપ્ત, ઈથિયોપિયા, આર્જેન્ટિના, યુએઈ, સાઉદી અરેબિયા, ઈરાનનું સ્વાગત કરવા માટે સહમત થયા છીએ. હું આ દેશોના લીડર અને ત્યાંના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવું છું. મને વિશ્વાસ છે કે, આ દેશો સાથે મળીને અમે અમારા સહયોગને નવો વેગ આપીશું. આ તમામ દેશો સાથે અમે ખૂબ સારા અને પ્રગાઢ સંબંધો ધરાવીએ છીએ. “

BRICS હવે BRICS PLUS બન્યું

બ્રિક્સમાં હાલ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા એમ કુલ 5 સદસ્યો સામેલ છે. તેમાં વધુ 6 દેશોને સામેલ કરવાના આદેશ બાદ BRICSના કુલ સદસ્યની સંખ્યા 11 થઈ જશે અને તેને BRICS PLUS કહેવામાં આવશે. 

22થી 24 ઓગષ્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગ ખાતે બ્રિક્સ સમિટ યોજવામાં આવી હતી. આ સમિટમાં બ્રિક્સ જૂથનો વિસ્તાર મુખ્ય મુદ્દો હતો. 40થી પણ વધારે દેશોએ બ્રિક્સમાં સામેલ થવા ઈચ્છા વ્યક્ત કરેલી છે. તે પૈકીના 23 દેશોએ બ્રિક્સની સદસ્યતા માટે અરજી પણ કરેલી છે.