આઝાદીના 75 વર્ષ બાદ પણ પાકિસ્તાનની 40% વસ્તી ગરીબી રેખાની નીચે, વિશ્વ બેંકે આપી ચેતવણી

વિશ્વ બેંકે નાદારીના આરે આવીને ઉભેલા પાકિસ્તાનને ચેતવણી આપી છે. વિશ્વ બેંકના કહેવા પ્રમાણે પાકિસ્તાનનું અર્થતંત્ર ખાડે ગયું છે. પાકિસ્તાનમાં કોઈ પણ સમયે શ્રીલંકા જેવી સ્થિતિ નિર્માણ પામી શકે તેમ છે. પાકિસ્તાનનું અર્થતંત્ર ભાંગી પડવાના આરે આવીને ઉભું છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને વિશ્વ બેંકે પાકિસ્તાનનું વર્તમાન આર્થિક મોડલ ગરીબી ઘટાડવા માટે ઉપયોગી ન […]

Share:

વિશ્વ બેંકે નાદારીના આરે આવીને ઉભેલા પાકિસ્તાનને ચેતવણી આપી છે. વિશ્વ બેંકના કહેવા પ્રમાણે પાકિસ્તાનનું અર્થતંત્ર ખાડે ગયું છે. પાકિસ્તાનમાં કોઈ પણ સમયે શ્રીલંકા જેવી સ્થિતિ નિર્માણ પામી શકે તેમ છે. પાકિસ્તાનનું અર્થતંત્ર ભાંગી પડવાના આરે આવીને ઉભું છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને વિશ્વ બેંકે પાકિસ્તાનનું વર્તમાન આર્થિક મોડલ ગરીબી ઘટાડવા માટે ઉપયોગી ન હોવાનું જાહેર કર્યું છે. વિશ્વ બેંકના કહેવા પ્રમાણે પાકિસ્તાને તાત્કાલિક આર્થિક સુધારાઓ લાગુ કરવાની જરૂર છે. 

આઝાદીના 75 વર્ષ બાદ પણ પાકિસ્તાનની સ્થિતિ દયનીય

નોંધનીય છે કે, પાકિસ્તાન 14 ઓગષ્ટ, 1947ના રોજ ભારતથી આઝાદ થયું હતું. આઝાદીના 75 વર્ષો બાદ પણ પાકિસ્તાનની સ્થિતિ સાવ કંગાળ જેવી જ છે. પાકિસ્તાનમાં મોંઘવારી આભને આંબી રહી છે, દેશનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઘટી રહ્યું છે અને 40 ટકાથી પણ વધારે લોકો ગરીબી રેખાની નીચે જીવન નિર્વાહ કરી રહ્યા છે. 

પાકિસ્તાનને વિશ્વ બેંકની ચેતવણી

વિશ્વ બેંકના પાકિસ્તાન ડાયરેક્ટર નાજ્ય બેન્હાસિને જણાવ્યું હતું કે, આ પાકિસ્તાન માટે નીતિગત ફેરફારો લાગુ કરવા માટેનો સમય છે. તેમણે નવી ચૂંટાયેલી સરકાર આવે તે પહેલા વિચાર-વિમર્શ માટે પોલિસી નોટ્સનો એક સેટ જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, નીતિગત નિર્ણયો સેના, રાજકીય અને વ્યાપારિક નેતાઓના મજબૂત નિહિત સ્વાર્થોથી ખૂબ પ્રભાવિત થાય છે. 

વિશ્વ બેંક દ્વારા પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી છે કે, એક વર્ષમાં 1.25 કરોડ લોકો ગરીબી રેખાની નીચે (BPL) આવ્યા છે. ત્યાર બાદ ગરીબી રેખા નીચેના લોકોની વસ્તી 9.5 કરોડ થઈ ગઈ છે. સ્થિતિ ખૂબ જ વણસી રહી છે અને તેને અટકાવવા તાત્કાલિક પગલા જરૂરી છે. 

પાકિસ્તાનની સ્થિતિ આફ્રિકા કરતાં પણ ખરાબ

વિશ્વ બેંકના કહેવા પ્રમાણે પાકિસ્તાનના માનવ વિકાસના પરિણામ દક્ષિણ એશિયાના બાકીના હિસ્સાઓ કરતા ખૂબ પાછળ છે. એક રીતે અનેક આફ્રિકી દેશો જેવા છે જ્યાંના 5 વર્ષથી ઓછી ઉંમરના આશરે 40 ટકા બાળકો અવિકસિત અને વિકલાંગ છે. વિશ્વમાં શાળાએ ન જનારા બાળકોની સૌથી મોટી સંખ્યા (2 કરોડ 3 લાખ) પાકિસ્તાનમાં છે. 

વિશ્વ બેંકે પાકિસ્તાનની ગરીબીના જે આંકડા બહાર પાડ્યા છે તેના આધારે પાકિસ્તાનના લોકોની સ્થિતિનો અંદાજો લગાવી શકાય તેમ છે. પાકિસ્તાન ખૂબ ઝડપથી ગરીબીની જાળમાં સપડાઈ રહ્યું છે. આ કારણે પહેલેથી જ આર્થિક રીતે કંગાળ પાકિસ્તાન માટે ભારે મોટું સંકટ સર્જાઈ શકે તેમ છે. 

પાકિસ્તાનમાં આર્થિક સંકટના કારણે ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં કાપ મુકાયો છે. કંપનીઓ નોકરીઓમાં કાપ, વેતન અટકાવવા કે તેમાં કાપ મુકવો સહિતના ઉપાયો અંગે વિચારણા કરી રહી છે. જોકે પાકિસ્તાને સમય રહેતા IMF કરાર મેળવી લીધો પરંતુ તેમાં દર્શાવાયેલી શરતો લાગુ કરવી પડકારજનક બની રહી છે.