મહારથી પણ જેની સામે હારી ગયા, એ ગેમને 13 વર્ષના બાળકે હરાવી દિધી!

13 વર્ષનો બાળક પોતાની 38 મીનિટની રેસના અંતમાં જેવો ગેમ જીતી ગયો કે, સ્ક્રીન ક્રેશ થઈ ગઈ અને બ્લોક બંધ થઈ ગયા.

Share:

હાઈલાઇટ્સ

  • આ લોકપ્રીય વિડીયો ગેમ તેજ ગતિથી પડતા બ્લોકને યોગ્ય લાઈન્સમાં ગોઠવવા વિશેની છે
  • આને મૂળ રૂપથી 1984 માં સોવિયત એન્જિનિયર એલેક્સી પજિત્નોવ દ્વારા બનાવવામાં આવી હતી

અમેરિકામાં વિડીયો ગેમ ટેટ્રિસને એક 13 વર્ષના બાળકે હરાવી દિધી છે. આ બાળક ટેટ્રિસને હરાવનારો પ્રથમ માનવ ખેલાડી બની ગયો છે. ગેમ રિલીઝ થયાના 34 વર્ષ બાદ આ ગેમને કોઈ હરાવી શક્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ ગેમ જીતવામાં આ બાળકને માત્ર 38 મીનિટ જેટલો જ સમય લાગ્યો. 13 વર્ષના વેલિસ ગિબ્સને પોતાની યુ-ટ્યુબ ચેનલ પર આ ક્ષણનો વિડીયો પોસ્ટ કર્યો જ્યારે તે 157 મા લેવલ પર હતો અને અને બાદમાં ગેમ ક્રેશ થઈ ગઈ. 

રિપોર્ટ અનુસાર, 13 વર્ષનો બાળક પોતાની 38 મીનિટની રેસના અંતમાં જેવો ગેમ જીતી ગયો કે, સ્ક્રીન ક્રેશ થઈ ગઈ અને બ્લોક બંધ થઈ ગયા. બાળક ઓક્લાહોમાનો રહેવાસી છે. ગેમ જીત્યા બાદ બાળક પોતાની ખુરશી પર આરામથી પડી જાય છે કે, અને કહે છે કે હું બેહોશ થઈ જઈશ હું મારી આંગળીઓને અનુભવી જ નથી શકતો. ઉલ્લેખનીય રૂપથી કેટલાક વર્ષ પહેલા સુધી પ્લેયર્સનું માનવું હતું કે આ ગેમમાં 29 સ્ટેજ સુધી જ રમવું શક્ય છે. 

આ લોકપ્રીય વિડીયો ગેમ તેજ ગતિથી પડતા બ્લોકને યોગ્ય લાઈન્સમાં ગોઠવવા વિશેની છે. આને મૂળ રૂપથી 1984 માં સોવિયત એન્જિનિયર એલેક્સી પજિત્નોવ દ્વારા બનાવવામાં આવી હતી. નિંટેંડો એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ અને નિંટેંડોના ડેબ્યુ બાદ આને લોકપ્રિયતા મળી હતી. આજે ગેમને મોબાઈલ ફોન સહિત કેટલાય કન્સોલ અને પ્લેટફોર્મ પર જોઈ શકાય છે. 

Tags :