ઢાકાની પ્રસિદ્ધ કાપડ માર્કેટમાં લાગી ભીષણ આગ

રિપોર્ટ અનુસાર વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ બાંગ્લાદેશની રાજધાની ઢાકાની કાપડ માર્કટમાં ભીષણ આગ લાગી છે. બંગાબાઝાર નામની આ બજારમાં આગ લાગ્યા બાદ તેણે આસપાસના રહીશ વિસ્તાર અને બીજી ઈમારતોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. મહત્વનું છે કે, આ બજારમાં 6 હજારથી પણ વધારે દુકાનો આવેલી છે. આગની જાણ થતા જ સ્થાનિક ફાયર ફાઇટરની […]

Share:

રિપોર્ટ અનુસાર વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ બાંગ્લાદેશની રાજધાની ઢાકાની કાપડ માર્કટમાં ભીષણ આગ લાગી છે. બંગાબાઝાર નામની આ બજારમાં આગ લાગ્યા બાદ તેણે આસપાસના રહીશ વિસ્તાર અને બીજી ઈમારતોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. મહત્વનું છે કે, આ બજારમાં 6 હજારથી પણ વધારે દુકાનો આવેલી છે.

આગની જાણ થતા જ સ્થાનિક ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત કરી હતી. તેના અધિકારએ જણાવ્યું કે, આ પ્રખ્યાત બજારમાં આગ પર નિયંત્રણ લાવવા માટેના કોઈ પણ પ્રકારના સાધનોની વ્યવસ્થા નથી. એ ઉપરાંત ફાયર સેફ્ટીના કોઈ પણ નિયમનું આ બજારમાં પાલન કરવામાં આવતું નથી. જેના કારણે આગને કાબુમાં લેવામાં વધુ સમય લાગી શકે છે.

તો બીજી તરફ દુકાનના માલિકોને આગની જાણ થતા જ તેઓ ઘટના સ્થળ પર પહોંચીને દુકાનના માલને સલામત સ્થળે ખસેડવામાં લાગી ગયા હતા. આ સાથે તેમનું કહેવું હતું કે આ આગ પૂર્વ આયોજિત છે. આ ઘટનાની તપાસ થઈ જોઈએ. જેથી દોષીને યોગ્ય સજા મળે અને અમારા નુકશાન બદલ અને ન્યાય મળે.

સમગ્ર ઘટના અંગે વાત કરતા ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સ કંટ્રેલ રૂમના ડેપ્યુટી ઓફિસર રફી અલ ફારૂકે મીડિયાને કહ્યું કે, આગની ઘટના વહેલી સવારે 6.10ની આસપાસની છે. જેમાં અત્યાર સુધીમાં કોઈ જાનહાનીના સમાચાર નથી. આગ ક્યાં કારણસર લાગી છે. તે અંગે તપાસ ચાલું છે, પરંતુ આગે બહુ જલ્દી જ વિકરાળ સ્વરૂપ લઈ લીધો હોવાના કારણે મોટા પ્રમાણમાં નુકશાન થવાની સંભાવના છે.

આગ એટલી વિકરાળ હતી કે તેને કાબુમાં લાવવા માટે 50થી પણ વધારે ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઉપરાંત સેના અને વાયુસેનાના હેલિકોપ્ટરો દ્વારા આગથી પ્રભાવિત વિસ્તારમાં ઉપરથી પાણીનો છટકાવ કરવામાં આવી રહ્યો હતો. આગ લાગવાના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના કાળા મોટા ઘોટાઉ ફરી વળ્યા હતા. જેના કારણે આગને કાબુમાં લેવામાં વધારે મુશ્કેલી થઈ રહી હતી.

ઢાકાની પ્રખ્યાત આ બજાર વિશે વાત કરીએ તો રાજધાની ઢાકાના બંગાબજાર વિસ્તારમાં ચાર બજારો આવેલી છે જ્યાં આગ લાગી હતી. આ બજારોના નામ બંગાબજાર, ઈસ્લામિયા બજાર, બંગા દોષ કોટી બજાર અને આદર્શ બજાર છે. ત્યાનાં સ્થાનિક લોકો આ બધાને બંગબજાર માર્કેટ તરીકે ઓળખે છે.