શ્રીલંકાની મહિલાએ ભારત આવી આંધ્રપ્રદેશમાં રહેતા પ્રેમી સાથે લગ્ન કર્યા

ગદર ફિલ્મ જેવી સાચુકલી પ્રેમ કહાની એક પછી એક સામે આવી રહી છે. હવે શ્રીલંકાથી ક્રોસબોર્ડર લવ સ્ટોરી સામે આવી છે. 25 વર્ષની શ્રીલંકન મહિલા પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા ભારત આવી પહોંચી છે. બંને એકબીજા સાથે ફેસબુકના માધ્યમથી 6 વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યા હતા. ટૂરિસ્ટ વિઝા પર આવેલી મહિલાએ લગ્ન કર્યા શ્રીલંકન મહિલા શિવાકુમારી […]

Share:

ગદર ફિલ્મ જેવી સાચુકલી પ્રેમ કહાની એક પછી એક સામે આવી રહી છે. હવે શ્રીલંકાથી ક્રોસબોર્ડર લવ સ્ટોરી સામે આવી છે. 25 વર્ષની શ્રીલંકન મહિલા પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા ભારત આવી પહોંચી છે. બંને એકબીજા સાથે ફેસબુકના માધ્યમથી 6 વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યા હતા.

ટૂરિસ્ટ વિઝા પર આવેલી મહિલાએ લગ્ન કર્યા

શ્રીલંકન મહિલા શિવાકુમારી વિગ્નેશ્વરી ટૂરિસ્ટ વિઝા પર ભારત આવી હતી અને આંધ્ર પ્રદેશમાં રહેતા પોતાના પ્રેમી લક્ષ્મણ સાથે લગ્ન કર્યા.

તંત્ર દ્વારા વિઝા એક્સટેન્ડ કરાવવાની સલાહ અપાઈ

ક્રોસબોર્ડર લવ સ્ટોરીની મહિલાનો વિઝા 15મી ઓગસ્ટે પૂરો થાય છે. તંત્ર દ્વારા શિવાકુમારીને વિઝા એક્સટેન્ડ કરાવવાની અથવા પોતાના દેશ પરત ફરવાની સલાહ અપાઈ છે. ચિતૂર જિલ્લાના SP વાય રિશંથ રેડ્ડીએ આ મામલે મહિલાને નોટિસ આપી છે. 

પોતાના પ્રેમને કાયમી પામવા માટે મહિલા ભારતીય નાગરિકતાને પામવાના પ્રયાસમાં છે. ગત શનિવારે તેને વિઝા એક્સેન્ટશન માટે અરજી કરીછે. આ મહિલા 8 જુલાઈએ આંધ્રપ્રદેશ આવી હતી. કપલે 20 જુલાઈના રોજ મંદિરમાં લગ્ન કર્યા હતા. લક્ષ્મણના પરિવારે બંનેને આશીર્વાદ આપ્યા હતા. બંનેએ મંદિરમાં લગ્ન કર્યા હોવાથી પોલીસે તેમને રજિસ્ટર્ડ મેરેજ કરવાની સલાહ આપી છે.

દેશમાં જાણે ક્રોસ બોર્ડર લવ સ્ટોરીનો રાફડો ફાટી નીકળ્યો છે. આ તમામ લવ સ્ટોરી હાઈપ્રોફાઈલ અંજુ અને સીમા હૈદરનો કેસ સામે આવ્યા બાદ બહાપ આવી રહી છે. શ્રીલંકા હોય કે પાકિસ્તાન તમામ લવબર્ડ્સ પોતાના પ્રેમી/ પ્રેમિકાને પામવા માટે સીમા પાર જઈને સાહસ બતાવી રહ્યા છે. 

સીમા હૈદરની ક્રોસબોર્ડન પ્રેમકહાની

તેમની પ્રેમ કહાની 2019માં ઓનલાઈન શરૂ થઈ હતી, તેઓ PUBG પર રમતી વખતે મળ્યા હતા. માર્ચ 2023માં, તેઓએ નેપાળના પશુપતિનાથ મંદિરમાં લગ્ન કરીને તેમના સંબંધોને આગલા સ્તર પર લઈ જવાનું નક્કી કર્યું. તેઓ એક અઠવાડિયા સુધી હોટલમાં રોકાયા હતા. તેણે પોતાનું વતન છોડી દીધું અને સરહદ ઓળંગીને ભારત આવી. તેણે પોતાને અને ચાર બાળકોને ગ્રામીણ ભારતીયો તરીકે વેશપલટો કરવ્યો જેથી સુરક્ષા એજન્સીઓ દ્વારા શોધ ન થાય.

તે 13 મેથી ગ્રેટર નોઈડાના રાબુપુરામાં મોહલ્લા આંબેડકર નગરમાં સચિન સાથે ગેરકાયદેસર રીતે રહેતી હતી. સીમા હૈદર પર પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIની જાસૂસ હોવાનો આરોપ છે. આ આરોપોને કારણે આ દંપતી અને સચિન મીણાના પિતાની 4 જુલાઈના રોજ ફોરેનર્સ એક્ટ અને પાસપોર્ટ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ત્રણ દિવસ પછી તેમને જામીન આપવામાં આવ્યા હતા.

સીમા હૈદર સામે અનેક પડકારો હોવા છતાં, તે સચિન મીણા સાથે ભારતમાં રહેવાના નિર્ણય પર અડગ રહી. તેના પૂર્વ પતિ ગુલામની તેના બાળકો સાથે પાકિસ્તાન પરત ફરવાની વિનંતીના જવાબમાં, સીમાએ તેને સચિન મીણા સાથે તેનું જીવન શાંતિથી જીવવા દેવા વિનંતી કરી.