Israel vs Hamas War: યુદ્ધવિરામની માંગણી બાદ ઈઝરાયેલના પીએમએ આપ્યું નિવેદન, કહ્યું- ગાઝામાં યુદ્ધવિરામ થશે નહીં

Israel vs Hamas War: ઈઝરાયલે શનિવારથી ગાઝામાં હમાસ વિરુદ્ધ હવાઈ અને જમીની હુમલાને વધુ તીવ્ર બનાવ્યું છે. ત્યારે ગાઝામાં વિવિધ દેશો દ્વારા યુદ્ધવિરામની માંગણી બાદ ઈઝરાયલના વડાપ્રધાન (Israeli PM) બેન્જામિન નેતન્યાહુએ મોટું નિવેદન આપ્યું છે. બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે સ્પષ્ટપણે કહ્યું કે ગાઝામાં કોઈ યુદ્ધવિરામ થશે નહીં કારણ કે તે હમાસ સામે આત્મસમર્પણ કરવા જેવું હશે.  […]

Share:

Israel vs Hamas War: ઈઝરાયલે શનિવારથી ગાઝામાં હમાસ વિરુદ્ધ હવાઈ અને જમીની હુમલાને વધુ તીવ્ર બનાવ્યું છે. ત્યારે ગાઝામાં વિવિધ દેશો દ્વારા યુદ્ધવિરામની માંગણી બાદ ઈઝરાયલના વડાપ્રધાન (Israeli PM) બેન્જામિન નેતન્યાહુએ મોટું નિવેદન આપ્યું છે. બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે સ્પષ્ટપણે કહ્યું કે ગાઝામાં કોઈ યુદ્ધવિરામ થશે નહીં કારણ કે તે હમાસ સામે આત્મસમર્પણ કરવા જેવું હશે. 

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બેન્જામિન નેતન્યાહુ (Israeli PM)એ કહ્યું કે હું ઈઝરાયલની સ્થિતિને એકદમ સ્પષ્ટ કરવા માંગુ છું કે પર્લ હાર્બર પર બોમ્બ વિસ્ફોટ કે 9/11 ના આતંકવાદી હુમલામાં જેમ યુદ્ધવિરામ (Israel vs Hamas War)ને કોઈ સ્થાન ન હતું તેમ 7 ઓક્ટોબરથી શરૂ થયેલા આ યુદ્ધમાં યુદ્ધવિરામને કોઈ સ્થાન નથી. યુદ્ધવિરામ કરવું તે ઈઝરાયલ માટે હમાસ સામે આત્મસમર્પણ સમાન છે.  

ઈઝરાયલી સેના તેના સશસ્ત્ર વાહનો સાથે સોમવારે ઉત્તરી ગાઝા પટ્ટીના આંતરિક વિસ્તારોમાં પહોંચ્યા હતા. જે બાદ સંયુક્ત રાષ્ટ્ર અને તબીબી કર્મચારીઓએ કહ્યું કે હોસ્પિટલો નજીક હવાઈ હુમલા (Israel vs Hamas War) કરવામાં આવ્યા છે, જ્યાં હજારો ઘાયલો તેમજ હજારો પેલેસ્ટિનિયન નાગરિકોએ આશ્રય લીધો છે.  

વધુ વાંચો: ગાઝામાં યુદ્ધવિરામ અંગેના જોર્ડનના પ્રસ્તાવમાં હિસ્સો ન લેવા મામલે કરી મહત્વની સ્પષ્ટતા

વ્હાઈટ હાઉસે રવિવારે ઈઝરાયલને ચેતવણી આપી હતી કે તેણે હમાસના આતંકવાદીઓ અને નાગરિકો વચ્ચે તફાવત કરીને નિર્દોષ ગાઝા રહેવાસીઓની સુરક્ષા કરવી જોઈએ.

યુએસના રાષ્ટ્રપતિ જો બાઈડને ઈઝરાયલના વડાપ્રધાન (Israeli PM) બેન્જામિન નેતન્યાહુને કહ્યું હતું કે તેલ અવીવને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે, તેમ છતાં તેણે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાને અનુરૂપ કરવું જોઈએ જે નાગરિકોના રક્ષણને પ્રાથમિકતા આપે છે.

આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે વિશ્વના નેતાઓએ ગાઝાને અત્યંત જરૂરી માનવતાવાદી સહાય પહોચાડવાનું શરૂ કર્યું છે. યુનાઈટેડ નેશન્સે એમ પણ કહ્યું હતું કે ગાઝામાં “નાગરિક વ્યવસ્થા” તૂટી પડવાની શરૂઆત થઈ છે કારણ કે હજારો લોકોએ ઘઉં, લોટ અને અન્ય પુરવઠો લઈ ત્યાં ખાદ્ય ગોદામોમાં તોડફોડ કરી હતી.

વધુ વાંચો: ગાઝાને અત્યાર સુધીની સૌથી મોટી માનવતાવાદી સહાય મળી

Israel vs Hamas Warમાં જમીની કાર્યવાહી તીવ્ર કરવામાં આવી 

ઈઝરાયેલે શનિવારથી ગાઝામાં હમાસ વિરુદ્ધ હવાઈ અને જમીની કાર્યવાહી (Israel vs Hamas War) શરૂ કરી છે. એન્ક્લેવમાં કોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હતી, જોકે આમાંની કેટલીક સેવાઓ રવિવારે પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ (Israel vs Hamas War) આજે તેના 26માં દિવસમાં પ્રવેશ્યું છે. બંને પક્ષે 9,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. હમાસના નેતૃત્વ હેઠળના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરથી ગાઝામાં ઈઝરાયેલી સંરક્ષણ દળો દ્વારા કરવામાં આવેલા જવાબી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 8,000 પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.