G20ની બેઠક પહેલા કેનેડાનો ચોંકાવનારો નિર્ણયઃ અચાનક જ બંધ કરી ભારત સાથેની વ્યાપાર વાર્તા

કેનેડાએ G20 સમિટ પહેલા જ છેલ્લા અનેક વર્ષોથી ભારત સાથે ચાલી રહેલી વ્યાપાર વાર્તા પર રોક લગાવી દીધી છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે ગત મહિને ભારત સાથેની વ્યાપાર વાર્તા પર રોક લગાવવાની માંગણી કરી હતી. કેનેડાના નેતા G20 નેતાઓના જૂથના શિખર સંમેલન માટે દિલ્હીની યાત્રા કરવાના હોવાથી કેનેડા સરકાર દ્વારા આ પ્રકારની માગણી કરવામાં આવી […]

Share:

કેનેડાએ G20 સમિટ પહેલા જ છેલ્લા અનેક વર્ષોથી ભારત સાથે ચાલી રહેલી વ્યાપાર વાર્તા પર રોક લગાવી દીધી છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે ગત મહિને ભારત સાથેની વ્યાપાર વાર્તા પર રોક લગાવવાની માંગણી કરી હતી. કેનેડાના નેતા G20 નેતાઓના જૂથના શિખર સંમેલન માટે દિલ્હીની યાત્રા કરવાના હોવાથી કેનેડા સરકાર દ્વારા આ પ્રકારની માગણી કરવામાં આવી હતી. કેનેડામાં રહેલા ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ ટ્રુડોની ટીમે આ રોક માટે પહેલ કરી હોવાની પુષ્ટી કરી હતી.

સંજય કુમાર વર્માએ જણાવ્યું હતું કે, “કેનેડિયન પક્ષે ભારત સાથે રેપિડ પ્રોગ્રેસ ધરાવતા વ્યાપાર કરાર માટે ઝડપથી ચાલી રહેલી વાતચીતને વિરામ આપવા સૂચન કર્યું છે. જોકે તેના પાછળના કોઈ ચોક્કસ કારણની જાણ નથી પરંતુ આ વિરામ હિતધારકો સાથે વધુ કાઉન્સેલિંગ માટે મંજૂરી આપશે.”

આ કારણે અટકી પડી વ્યાપાર વાર્તા

ટ્રુડોની આગામી ભારત યાત્રા અંગેની એક બ્રીફિંગમાં સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, વ્યાપાર વાર્તા લાંબી અને જટિલ પ્રક્રિયાઓ છે અને કેનેડાએ સ્થિતિનો તકાજો મેળવવા માટે તેના પર રોક લગાવી છે. કેનેડીયન વ્યાપાર મંત્રી મેરી એનજીના કાર્યાલયે આ મામલે તરત જવાબ આપવાનું ટાળ્યું હતું. 

વ્યાપાર સમજૂતીને લઈ બંને પક્ષનો આશાવાદ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મે મહિનામાં ઓટાવાની મુલાકાત લીધી હતી અને બંને પક્ષ આગામી વ્યાપાર સમજૂતીને લઈ ખૂબ આશાવાદી જણાયા હતા. તે દરમિયાન મેરી એનજીએ તેઓ રેપિડ પ્રોગ્રેસ કરાર પર હસ્તાક્ષર કરવાની તૈયારીમાં હોવાનું જણાવ્યું હતું જે ઉદ્યોગો પર કેન્દ્રિત એક પ્રારંભિક કરાર હશે. તે સમયે તેમણે આમાં અનેક વર્ષો નહીં લાગી જાય તેમ પણ કહ્યું હતું. 

કેનેડામાં રહેલા શિખોએ કરી આ માંગ 

કેનેડા છેલ્લા એક દશકાથી અટકી અટકીને ભારત સાથે વ્યાપાર વાર્તા ચલાવી રહ્યું છે. જોકે જસ્ટિન ટ્રુડોની સરકારે ચીન સાથે અંતર જાળવીને પોતાના અર્થતંત્રમાં વિવિધતા લાવવા માટેના પ્રયત્નોને ઝડપી બનાવ્યા છે. ભારત સાથેનો વ્યાપાર કરાર એ વ્યાપક ઈન્ડો પેસિફિક રણનીતિનો જ હિસ્સો છે. નોંધનીય છે કે, જસ્ટિન ટ્રુડોનો દેશ એક વિશાળ ભારતીય સમુદાયનું ઘર છે જેમાં ભારત બહાર રહેતી સૌથી મોટી શીખ વસ્તીનો પણ સમાવેશ થાય છે. તેમણે સરકાર સમક્ષ ધાર્મિક અલ્પસંખ્યકોના માનવાધિકારોનું સન્માન કરીને ભારત પર નિર્ભર એક વ્યાપાર કરાર કરવાની માગણી કરી છે. 

PM મોદી અને જસ્ટિન ટ્રુડો વચ્ચે બેઠકની શક્યતા


વડાપ્રધાન મોદી આ વર્ષે G20ની અધ્યક્ષતા કરી રહ્યા છે અને ટ્રુડોના અનેક મંત્રી પહેલેથી જ ભારતમાં પોતાના સમકક્ષો સાથે એકઠા થઈ ચુક્યા છે. વડાપ્રધાન ટ્રુડો પણ આગામી સપ્તાહે ભારત આવવાના છે. જોકે તેઓ વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે કે નહીં તે અસ્પષ્ટ છે.