અમદાવાદનાં યુરોલોજીસ્ટે તેમની પ્રાથમિક શાળા ફરી બાંધવા માટે રૂ. 3 કરોડનું દાન કર્યું

અમદાવાદમાં રહેતા 77 વર્ષના યુરોલોજીસ્ટ રાજૂ પટેલ  તેમના ઘડતરમાં મદદ કરતી તમામ સંસ્થાઓને મજબૂત કરવા દાન આપતા રહે છે. તેઓ 50 વર્ષથી તેમનું ક્લિનિક આશ્રમ રોડ ખાતે ચલાવી રહ્યા છે. તેમણે હાલમાં રૂ. 3 કરોડનું દાન પ્રાથમિક શાળાનાં  પુન:નિર્માણ માટે આપ્યું છે.  તેઓ અમદાવાદનાં એક જાણીતા યુરોલોજીસ્ટ છે અને તેઓ આ કામમાં કુશળ હોવા ઉપરાંત […]

Share:

અમદાવાદમાં રહેતા 77 વર્ષના યુરોલોજીસ્ટ રાજૂ પટેલ  તેમના ઘડતરમાં મદદ કરતી તમામ સંસ્થાઓને મજબૂત કરવા દાન આપતા રહે છે. તેઓ 50 વર્ષથી તેમનું ક્લિનિક આશ્રમ રોડ ખાતે ચલાવી રહ્યા છે. તેમણે હાલમાં રૂ. 3 કરોડનું દાન પ્રાથમિક શાળાનાં  પુન:નિર્માણ માટે આપ્યું છે. 

તેઓ અમદાવાદનાં એક જાણીતા યુરોલોજીસ્ટ છે અને તેઓ આ કામમાં કુશળ હોવા ઉપરાંત તેમના દર્દીઓ પ્રત્યેના સહાનુભૂતિપૂર્ણ  વ્યહવાર અને પરોપકારી સ્વભાવને કારણે જાણીતા છે. બી જે મેડિકલનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી છેલ્લા એક દાયકાથી એવી સંસ્થાઓને દાન આપી રહ્યા છે જે સંસ્થાઓએ તેમના ઘડતર અને કારકિર્દીમાં આગળ વધવામાં મદદ કરી છે. 

હાલમાં જ તેમણે વિજાપુરમાં તેમની પ્રાથમિક શાળાના પુન:નિર્માણ માટે રૂ. 3 કરોડનું દાન આપ્યું છે. વિજાપુર તેમનું વતન છે અને ત્યાં તેઓ ધોરણ 5 સુધી ભણ્યા હતા. તેમણે ગુલબાઈ ટેકરા પાસે કે. પી. હોસ્ટેલને પણ ફરી બનાવવા માટે રૂ. 9 કરોડનું દાન આપ્યું હતું જ્યાં તેઓ તેમની માધ્યમિક શાળા દરમ્યાન રહીને ભણ્યા હતા. તેઓ તેમના પિતા ચતુરભાઈ પ્રત્યે આદર દર્શાવવા માટે તેમની અટક માવાવાળા લખાવે છે જેઓ વિજાપુરમાં મહાદેવપુરા  – ગાવડા પ્રી સાયન્સ ડિગ્રી કરી ત્યારે તેઓ કે પી હોસ્ટેલમાં રહ્યા હતા. પટેલે 1970 માં બી જે મેડિકલમાં તેમનો અંડરગ્રેજ્યુએટ કોર્સ કર્યો અને ત્યારબાદ  તેઓ ન્યુયોર્ક ખાતે યુરોલોજીમાં આગળ ભણતર માટે ગયા હતા જ્યાં તેમણે ન્યુયોર્ક મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો. 

રાજુભાઇ પટેલના માતા પિતા અમેરિકા સ્થાયી થવા ન માંગતા હોવાથી તેઓ 1980માં અમદાવાદ પાછા આવ્યા હતા અને ચતુરભાઈ માવાવાળા કિડની હોસ્પિટલની શરૂઆત કરી હતી. તેમણે ચાર બાળકો છે જેમાં, ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તેમના તમામ સંતાનો અમેરિકામાં ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

એક દાયકા અગાઉ રાજૂ પટેલે પોતાને ઘડતર આપ્યું તે સંસ્થાઓ માટે કૃતજ્ઞતા દર્શાવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે તેમણે રૂ. 9 કરોડ હોસ્ટેલ બનાવવા માટે આપ્યા હતા. આ ઉપરાંત હાલમાં તેમને જ્યારે ખબર પડી કે, 98 વર્ષ જૂની શાળા કે જ્યાં તેઓ ભણ્યા હતા તેને ફરી બનાવવાની જરૂર છે તો તેમણે રૂ. 3 કરોડનું દાન આપ્યું છે. પટેલના જણાવ્યા પ્રમાણે તેમણે શાળાનું પુન:નિર્માણ એટલા માટે કરાવ્યું કે જેથી સાધારણ વર્ગના વિદ્યાર્થીઓને પોતાનાં સપનાં પૂરા કરવા માટે એક આધાર મળી રહે. તેમને આશા છે કે હાલના વિદ્યાર્થીઓ પણ તેમની માતૃ સંસ્થાને આર્થિક રીતે મદદ કરે. આ શાળામાં હવે 14 ઓરડા છે જેમાં, નવ વર્ગો અને એક પુસ્તકાલય, એક લાયબ્રેરી, એક શિક્ષકનો ઓરડો અને એક વહીવટી કચેરી છે.