Israel vs Hamas: યુદ્ધ બાદ પ્રથમ વખત ગાઝામાં સહાય પહોંચી! 

Israel vs Hamas: હમાસે કરેલા 7 ઓક્ટોબરના હુમલાના જવાબમાં ઈઝરાયલી સૈન્યએ ગાઝા પર અવિરત હુમલાઓ કર્યા છે, જેમાં ઓછામાં ઓછા 1,400 લોકોને માર્યા છે. તબાહીનો સામનો કરી રહેલા ગાઝામાં માનવતાવાદી સહાય (Aid) પહોંચાડવા માટે ઈજિપ્તે રફાહ સરહદ ખોલી છે. ઈજિપ્તથી યુદ્ધગ્રસ્ત ગાઝા તરફ માનવતાવાદી સહાય લઈ જતી ટ્રકોનો કાફલો પ્રથમ વખત ગાઝા પહોંચ્યો છે.   ઈજિપ્તના […]

Share:

Israel vs Hamas: હમાસે કરેલા 7 ઓક્ટોબરના હુમલાના જવાબમાં ઈઝરાયલી સૈન્યએ ગાઝા પર અવિરત હુમલાઓ કર્યા છે, જેમાં ઓછામાં ઓછા 1,400 લોકોને માર્યા છે. તબાહીનો સામનો કરી રહેલા ગાઝામાં માનવતાવાદી સહાય (Aid) પહોંચાડવા માટે ઈજિપ્તે રફાહ સરહદ ખોલી છે. ઈજિપ્તથી યુદ્ધગ્રસ્ત ગાઝા તરફ માનવતાવાદી સહાય લઈ જતી ટ્રકોનો કાફલો પ્રથમ વખત ગાઝા પહોંચ્યો છે.  

ઈજિપ્તના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈજિપ્ત ફરીથી રફાહ સરહદ બંધ કરે તે પહેલાં શનિવારે સવારે તબીબી પુરવઠો અને કેટલાક ખોરાકથી ભરેલી 20 ટ્રક ગાઝામાં પ્રવેશી હતી. ઈઝરાયલ અને હમાસ વચ્ચે (Israel vs Hamas)ના યુદ્ધમાંગાઝામાં અટવાયેલા યુએસ અને અન્ય વિદેશી દેશોના નાગરિકો ઈજિપ્તમાં પ્રવેશી શક્યા ન હતા.

માનવતાવાદી એજન્સીઓએ ચેતવણી આપી હતી કે શનિવારની સહાય (Aid)ની ડિલિવરી ગાઝાના 20 લાખથી વધુ રહેવાસીઓને ટકાવી રાખવા માટે જરૂરી સહાય કરતાં ઘણી ઓછી છે, જેમાંથી લગભગ અડધા ઈઝરાયલી સૈન્ય દ્વારા સતત હવાઈ હુમલા (Israel vs Hamas)ઓ વચ્ચે તેમના ઘરોમાંથી વિસ્થાપિત થયા છે.

વધુ વાંચો… Israel vs Palestinian: યુકેના PM ઋષિ સુનકે કૈરોમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

ગાઝામાં પ્રવેશેલા કાફલામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ચાર ટ્રકનો સમાવેશ થાય છે. માનવતાવાદી એજન્સીએ જણાવ્યું હતું કે 1,200 ઘાયલ લોકોની સારવાર માટે ટ્રોમા દવા અને સાધનો તેમજ 1,500 ક્રોનિક રોગોવાળા દર્દીઓ માટે દવાઓ લઈ જવામાં આવી હતી. WHOએ કહ્યું કે તેણે ત્રણ મહિના માટે 300,000 લોકોને મૂળભૂત આવશ્યક દવાઓ અને આરોગ્ય પુરવઠો (Aid) પૂરો પાડયો છે.

WHOએ જણાવ્યું હતું કે, “હાલમાં ગાઝા તરફ જતો પુરવઠો (Aid) ભાગ્યે જ વધતી જતી સ્વાસ્થ્ય જરૂરિયાતોને પૂરી કરશે કારણ કે દુશ્મનાવટ (Israel vs Hamas) સતત વધી રહી છે.”

ઈઝરાયલ અને હમાસ વચ્ચે (Israel vs Hamas)ના યુદ્ધ અને ગાઝામાં વધતી જતી માનવતાવાદી કટોકટીની ચર્ચા કરવા માટે મધ્ય પૂર્વ અને વિશ્વના અન્ય ભાગોના નેતાઓએ કૈરોમાં સમિટ યોજી હતી ત્યારે પ્રારંભિક સહાય આવી હતી. અમેરિકા અને ઈઝરાયેલે કહ્યું છે કે તેઓ સમિટમાં ભાગ લેશે નહીં.

વધુ વાંચો… ઈટાલીના વડાપ્રધાન Georgia Meloni પોતાના પાર્ટનર એન્ડ્રીયા જિયામબ્રુનોથી અલગ થયા

વિદેશી પાસપોર્ટ ધરાવતા સેંકડો લોકો શનિવારે સરહદની ગાઝા વિભાગમાં રાહ જોતા હતા, એવી આશામાં કે તેઓ ત્યાંથી નીકળી શકશે. એક નિવૃત્ત અમેરિકન સ્કૂલ ટીચર વફા અલ-સક્કાએ જણાવ્યું હતું કે તેને યુએસ સરકારના અધિકારીનો ફોન આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે વિદેશીઓને ઈજિપ્તમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ તે સ્પષ્ટ નથી, પરંતુ તેને સરહદની નજીક રહેવા વિનંતી કરી હતી.

ઈજિપ્ત, જે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ચિંતિત છે, તેણે પેલેસ્ટિનિયન શરણાર્થીઓને સ્વીકરાવાના દબાણનો પ્રતિકાર કર્યો છે. સમિટમાં તેમના પ્રારંભિક ભાષણમાં, ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસીએ ચેતવણી આપી હતી કે લોકોને ગાઝામાંથી બહાર કાઢવાથી પેલેસ્ટિનિયનો તેમના પોતાના રાજ્યની શોધને જોખમમાં મૂકશે.