અમેરિકા યુક્રેનને ક્લસ્ટર બોમ્બ પૂરા પાડશે

અમેરિકાએ યુક્રેનને ક્લસ્ટર બોમ્બ આપવાની જાહેરાત કરી છે. આ બોમ્બ 100 દેશોમાં પ્રતિબંધિત છે. યુક્રેનને સૈન્ય સહાય પેકેજના ભાગરૂપે આ બોમ્બ મોકલવામાં આવશે. ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ભડકશે તેવું અનુમાન છે.  અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને જણાવ્યું કે, તેમને માટે ક્લસ્ટર હથિયારો પૂરા પાડવાનો નિર્ણય મુશ્કેલ હતો, પરંતુ તે લડત માટે આવશ્યક છે અને […]

Share:

અમેરિકાએ યુક્રેનને ક્લસ્ટર બોમ્બ આપવાની જાહેરાત કરી છે. આ બોમ્બ 100 દેશોમાં પ્રતિબંધિત છે. યુક્રેનને સૈન્ય સહાય પેકેજના ભાગરૂપે આ બોમ્બ મોકલવામાં આવશે. ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ભડકશે તેવું અનુમાન છે. 

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને જણાવ્યું કે, તેમને માટે ક્લસ્ટર હથિયારો પૂરા પાડવાનો નિર્ણય મુશ્કેલ હતો, પરંતુ તે લડત માટે આવશ્યક છે અને વિવાદાસ્પદ બોમ્બનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાના યુક્રેનના વચનથી અમે  પ્રભાવિત છે.

આ નિર્ણય લિથુઆનિયામાં નાટો સમિટની પૂર્વસંધ્યાએ આવ્યો છે, જ્યાં બાઈડનને સાથી દેશોના પ્રશ્નોનો સામનો કરવો પડી શકે છે કે શા માટે અમેરિકા એવા શસ્ત્રો  મોકલી રહ્યું છે. જેના પર બે તૃતીયાંશથી વધુ સભ્યોએ પ્રતિબંધ મૂક્યો છે. આ શસ્ત્રોનો ભૂતકાળમાં જ્યાં ઉપયોગ થયો ત્યાં અનેક જાનહાનિ સર્જાઈ છે.

બાયડને જણાવ્યું કે, આ શસ્ત્રો આપવાનો નિર્ણય લેવામાં સમય લાગ્યો અને 

યુદ્ધસામગ્રી પ્રદાન કરવા માટે સંરક્ષણ વિભાગની ભલામણ લીધી અને સાથી પક્ષો અને હિલ પરના ધારાસભ્યો સાથે આ બાબતે ચર્ચા કરી. યુક્રેનિયનો પાસે દારૂગોળો ખતમ થઈ રહ્યો છે અને ક્લસ્ટર બોમ્બ રશિયન ટેન્કોને રોકવામાં કામચલાઉ મદદ કરશે. 

આ પગલાને કોંગ્રેસ તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ મળી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સકી દ્વારા ટ્વિટર પર અમેરિકાના આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. જેમાં તેમણે આ સામગ્રીને  સમયસર, વ્યાપક અને ખૂબ જ જરૂરી સંરક્ષણ સહાય પેકેજ ગણાવી બાયડનનો આભાર માન્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે, તેને કારણે અમે દુશ્મન પર જીતની નજીક જઈ શકીશું અને સરમુખત્યારશાહી પર લોકશાહીની જીતમાં મદદ મળશે. 

આ ક્લસ્ટર બોમ્બ વિશે જાણીએ તો તે હવામાં ખૂલે છે અને તેમાંથી નાના બૉંબલેટ છોડે છે. આ અઠવાડિયે જે નિર્ણય જાહેર કરાયો તે માટે મહિનાઓ સુધી અમેરિકાના નેતાઓએ ચર્ચા કરી હતી. યુ.એસ.ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા એવા સંસ્કરણો મોકલાશે જેમાં  “ડડ રેટ” ઓછો હોય જેનો અર્થ થાય છે કે નાના બોમ્બલેટ્સમાંથી કેટલાંક વિસ્ફોટ કરવામાં નિષ્ફળ જાય છે. ઘણીવાર વિસ્ફોટ થવામાં નિષ્ફળ રાઉન્ડ યુદ્ધના મેદાનો અને વસ્તીવાળા નાગરિક વિસ્તારોમાં ગંદકી કરે છે, અણધાર્યા મૃત્યુનું કારણ બને છે. યુએસ અધિકારીઓએ કહ્યું છે કે વોશિંગ્ટન હજારો રાઉન્ડ મોકલાવશે પરંતુ કેટલી સાંખ્યામાં મોકલશે તે સંખ્યા જણાવી નહતી. રેડ ક્રોસની ઈન્ટરનેશનલ કમિટીના મત પ્રમાણે, કેટલાક ક્લસ્ટર બોમ્બ નિષ્ફળ જવાનો દર વધુ હોય છે, ઘણા કિસ્સામાં તેની સંખ્યા 40% છે.  અમેરિકાના અધિકારીઓ દ્વારા જણાવાયું કે યુક્રેનને સપ્લાય કરવામાં આવી રહેલા બોમ્બમાં તેની સંખ્યા 3% છે, જેથી નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન થાય.