VMAs એવોર્ડ સેરેમની દરમિયાન અમેરિકન પોપ સિંગર ટેલર સ્વિફ્ટની 12,000 ડોલરની રિંગ ખોવાઈ

વિશ્વના સૌથી પ્રખ્યાત પોપ સિંગર પૈકીની એક અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટ તેના ગીતો દ્વારા અનેક રેકોર્ડ સર્જવાની સાથે જ કોન્સર્ટ દ્વારા એક દિવસમાં થતી કમાણીને લઈ પણ ચર્ચામાં રહેતી હોય છે. જોકે ગત મંગળવારના રોજ 2023 VMAsનો કાર્યક્રમ ટેલર સ્વિફ્ટ માટે ખૂબ જ યાદગાર બની ગયો છે. આ કાર્યક્રમ દરમિયાન ટેલર સ્વિફ્ટને નાઈન મૂન પર્સન […]

Share:

વિશ્વના સૌથી પ્રખ્યાત પોપ સિંગર પૈકીની એક અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટ તેના ગીતો દ્વારા અનેક રેકોર્ડ સર્જવાની સાથે જ કોન્સર્ટ દ્વારા એક દિવસમાં થતી કમાણીને લઈ પણ ચર્ચામાં રહેતી હોય છે. જોકે ગત મંગળવારના રોજ 2023 VMAsનો કાર્યક્રમ ટેલર સ્વિફ્ટ માટે ખૂબ જ યાદગાર બની ગયો છે. આ કાર્યક્રમ દરમિયાન ટેલર સ્વિફ્ટને નાઈન મૂન પર્સન ટ્રોફી મળી હતી અને તેણે પોતાની એક ખૂબ જ મોંઘી રિંગ પણ ગુમાવી હતી. 

શૉ દરમિયાન ખોવાઈ ગઈ મોંઘીદાટ રિંગ

શો દરમિયાન સિંગર ટેલર સ્વિફ્ટે ખૂબ જ આકર્ષક ડ્રેસ સાથે 1,60,000 ડોલરના ઘરેણાં વડે પોતાના દેખાવને વધુ શાનદાર બનાવ્યો હતો. તેણે જોસેફ સૈદિયન એન્ડ સન્સની વિન્ટેજ વેન ક્લીફ સાથે 12,000 ડોલરની મોંઘીદાટ આર્પેલ્સ રિંગ પણ પહેરી હતી. શો દરમિયાન પ્રેક્ષક ગણમાં બેઠેલી ટેલર સ્વિફ્ટે સ્ટાફના સદસ્યોને રિંગના ખોવાઈ ગયેલા હીરાની માહિતી આપી હતી અને રિંગને થોડું નુકસાન થયું હોવાનું જણાઈ રહ્યું હતું. 

સોશિયલ મીડિયામાં ટેલર સ્વિફ્ટનો 2023 VMAs કાર્યક્રમનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ‘મિડનાઈટ્સ’ની ગાયિકા ટેલર સ્વિફ્ટ હતાશ ચહેરા સાથે પોતાના ડાબા હાથની તર્જની તરફ ઈશારો કરતી જણાય છે. જેમાં તેની રિંગ ગાયબ કે ક્ષતિગ્રસ્ત હોવાનું જણાય છે. 

આફ્ટર પાર્ટીમાં રિંગ ખોવાઈ ગઈ હોવાની જાણ થઈ

શોના અંત સમયે ટેલર સ્વિફ્ટે વીડિયો ઓફ ધ યરનો એવોર્ડ સ્વીકાર્યો તે સમયે અને તેણે આફ્ટર પાર્ટીમાં હાજરી આપી ત્યારે પણ તેની આંગળી પર રિંગની ગેરહાજરી નોંધાઈ હતી. જોકે 33 વર્ષીય ટેલર સ્વિફ્ટ કોઈ મોટા એવોર્ડ શો દરમિયાન પોતાનો દાગીનો ગુમાવનારી પ્રથમ હોલિવુડ સેલિબ્રિટી નથી. 2018માં આરિયાના ગ્રાન્ડે બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સમાં પરફોર્મ કરી રહી હતી તે સમયે તેનું 1,69,000 ડોલરનું ડાયમંડ ચોકર નીચે પડી ગયું હતું.  

2023ના MTV વીડિયો મ્યુઝિક એવોર્ડ્સ દરમિયાન ટેલર સ્વિફ્ટે ચોથો વીડિયો ઓફ ધ યર એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે અને આ એક રેકોર્ડ સમાન સિદ્ધિ છે. રેમા અને સેલિના ગોમેઝે પણ ચાર્ટ ટોપિંગ હિટ ‘કામ ડાઉન’ માટે ઈનોગ્યુરલ એફ્રોબીટ્સ એવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે. 

ટેલર સ્વિફ્ટે ‘રેડ’ બાદ ‘એન્ટી હીરો’ ગીત માટે સોંગ ઓફ ધ યર એવોર્ડ જીતીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ટેલર સ્વિફ્ટ એક જ દિવસમાં 100 કરોડથી પણ વધારે રૂપિયાની કમાણી કરનારી સિંગર છે. તેણે પોતાના મ્યુઝિક આલ્બમ્સ દ્વારા કરોડો ચાહકોના દિલ પર અતૂટ છાપ છોડી દીધી છે. ફોરનેર સિંગરના ચાહકો ભારતમાં પણ જોવા મળે છે. 

ટેલર સ્વિફ્ટે મે મહિનામાં બેસ્ટ મ્યુઝિક કોન્સર્ટ આપીને પોતાના નામ સાથે ઈતિહાસમાં સ્થાન બનાવ્યું હતું. ટેલર સ્વિફ્ટે Eras ટૂરની જાહેરાત કરી ત્યારથી તેની ચર્ચા જાી છે. Eras ટૂર એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા એમ કુલ 5 ખંડોમાં 146 શો સાથેની તેની સૌથી મોટી કોન્સર્ટ ટૂર છે.