Israel-Hamas War: પીએમ મોદીએ ઈજિપ્તના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી  

Israel-Hamas War: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ શનિવારે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયલી હુમલાને કારણે પશ્ચિમ એશિયામાં વધી રહેલી અસુરક્ષા અને આતંકવાદ અંગે ચર્ચા કરી હતી. આ સાથે બંને નેતાઓએ ગાઝાના લોકોની સુરક્ષા અંગે પણ વાત કરી હતી. પીએમ મોદી (PM Modi) અને […]

Share:

Israel-Hamas War: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ શનિવારે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયલી હુમલાને કારણે પશ્ચિમ એશિયામાં વધી રહેલી અસુરક્ષા અને આતંકવાદ અંગે ચર્ચા કરી હતી. આ સાથે બંને નેતાઓએ ગાઝાના લોકોની સુરક્ષા અંગે પણ વાત કરી હતી.

પીએમ મોદી (PM Modi) અને અબ્દેલ ફતાહ અલ-સીસીએ શાંતિ પુનઃસ્થાપિત કરવા અને પીડિતોને માનવતાવાદી સહાય પૂરી પાડવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. 

Israel-Hamas War વચ્ચે ગાઝામાં માનવતાવાદી સહાય પૂરી પાડવા પર બંને નેતા સંમત

પીએમ મોદી (PM Modi)એ X પર કહ્યું, “ગઈકાલે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અલ સીસી સાથે વાત કરી હતી. અમે પશ્ચિમ એશિયામાં કથળતી સુરક્ષા અને માનવતાવાદી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. અમે બંનેએ આતંકવાદ, હિંસા અને નાગરિકોના જીવ જોખમમાં હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અમે બંને આ વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા અને માનવતાવાદી સહાય પૂરી પાડવા સંમત છીએ.”

વધુ વાંચો… Rozgar Mela: પીએમ મોદીએ રોજગાર મેળા હેઠળ 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું

ઈજિપ્ત દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓ વચ્ચે ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા ઈઝરાયેલી સેનાના ઓપરેશન (Israel-Hamas War)ને લઈને ચર્ચા થઈ હતી. બંને નેતાઓ વચ્ચે સમગ્ર પ્રદેશના પડકારો અને નિર્દોષોના જીવનને લઈને ચર્ચા થઈ હતી. રાષ્ટ્રપતિ અલ સીસીએ આ સમસ્યા અને વાતચીતના વ્યૂહાત્મક ઉકેલ પર ભાર મૂક્યો હતો.

ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતાહ અલ-સીસીએ કહ્યું, “સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અનુસાર આ યુદ્ધનો ઉકેલ રાજદ્વારી સ્તરે શોધવો જોઈએ. તેમણે કહ્યું કે જો આ દિશામાં તાત્કાલિક પગલાં લેવામાં આવે તો યુદ્ધવિરામ માનવ જીવન બચાવશે. રાષ્ટ્રપતિ અલ-સીસીએ કહ્યું કે માનવતાવાદી સહાય હિંસા પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક અને કોઈપણ અવરોધ વિના પહોંચાડવી જોઈએ. બંને નેતાઓએ ઇજિપ્ત અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને ઉત્તમ વ્યૂહાત્મક ભાગીદારી પર પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને મિત્ર દેશો વચ્ચેના પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવાના પોતાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.

વધુ વાંચો… Rahul Gandhi: 2024ની ચૂંટણી જીતીશું તો 2 કલાકમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવીશું

ઉલ્લેખનીય છે કે, 27 ઓક્ટોબરે ગાઝામાં ચાલી રહેલી કાર્યવાહી (Israel-Hamas War) પર યુએનમાં એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જોકે, ભારતે મતદાનમાં ભાગ લીધો ન હતો. ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે વિશ્વભરમાં આતંકવાદી હુમલાઓ માટે કોઈ સ્પષ્ટતા કરી શકાય નહીં અને તેને કોઈપણ સ્તરે ન્યાયી ઠેરવી શકાય નહીં. આ ઠરાવનો મુદ્દો ગાઝામાં નાગરિકોની હત્યા અને તેમને માનવતાવાદી સહાય પહોંચાડવા અંગેનો હતો. આ પ્રસ્તાવના સમર્થનમાં 121 દેશોએ મતદાન કર્યું હતું, જ્યારે 14 લોકોએ તેનો વિરોધ કર્યો. ભારત સહિત 44 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.