પેરિસમાં સમર ઓલિમ્પિક્સ 2024ની તૈયારીઓ વચ્ચે બેડબગનો ઉપદ્રવ વધ્યો

ફ્રાન્સની રાજધાની પેરિસ હાલમાં બેડબગ અર્થાત માંકડનો ઉપદ્રવનો સામનો કરી રહ્યું છે જેણે આગામી સમર ઓલમ્પિક્સ 2024ની તૈયારીઓ વચ્ચે લોકોની સલામતી અને પ્રતિષ્ઠા અંગે ચિંતા ઊભી કરી છે. પરિવહન, સિનેમાઘરો અને હોસ્પિટલો જેવા સાર્વજનિક સ્થળોને ચેપ લગાડતા આ નાના, લોહી ચૂસનારા જંતુઓના અહેવાલોએ રહેવાસીઓને ચિંતામાં મૂક્યા છે. માર્સેલીની મુખ્ય હોસ્પિટલના કીટશાસ્ત્રી જીન-મિશેલ બેરેન્જરના જણાવ્યા અનુસાર, […]

Share:

ફ્રાન્સની રાજધાની પેરિસ હાલમાં બેડબગ અર્થાત માંકડનો ઉપદ્રવનો સામનો કરી રહ્યું છે જેણે આગામી સમર ઓલમ્પિક્સ 2024ની તૈયારીઓ વચ્ચે લોકોની સલામતી અને પ્રતિષ્ઠા અંગે ચિંતા ઊભી કરી છે. પરિવહન, સિનેમાઘરો અને હોસ્પિટલો જેવા સાર્વજનિક સ્થળોને ચેપ લગાડતા આ નાના, લોહી ચૂસનારા જંતુઓના અહેવાલોએ રહેવાસીઓને ચિંતામાં મૂક્યા છે.

માર્સેલીની મુખ્ય હોસ્પિટલના કીટશાસ્ત્રી જીન-મિશેલ બેરેન્જરના જણાવ્યા અનુસાર, ઉનાળાના અંતમાં બેડબગ જોવામાં વાર્ષિક વધારો એ નવી ઘટના નથી. તે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન પ્રવાસીઓના સ્થળાંતર દ્વારા ફેલાય છે

બેડબગનો ત્રાસ વધતા મેયરે તેને વ્યાપક સમસ્યા ગણાવી

એક અહેવાલ મુજબ પરિવહનમંત્રી ક્લેમેન્ટ બ્યુને જાહેરાત કરી હતી કે, તેઓ બેડબગની ઘટનાઓમાં આ ભયજનક વધારાથી જનતાને આશ્વાસન આપવા અને સુરક્ષિત કરવાના હેતુથી વ્યૂહરચના વિકસાવવા માટે આગામી સપ્તાહમાં પરિવહન સંચાલકોને બોલાવશે. પેરિસના સત્તાધિકારીઓ અને ટ્રેડ યુનિયનોના વધતા દબાણના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

પેરિસના ડેપ્યુટી મેયર ઈમેન્યુઅલ ગ્રેગોઈરે આ મુદ્દાને ‘વ્યાપક’ ગણાવ્યો અને ભારપૂર્વક જણાવ્યું કે, આ ખતરાથી કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણપણે સુરક્ષિત નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, “તમારે સમજવું પડશે કે કોઈ પણ વ્યક્તિ ખરેખર સુરક્ષિત નથી, દેખીતી રીતે જોખમો છે, પરંતુ ખરેખર તમને ક્યાંય પણ બેડબગનો શિકાર થઈ શકો છો અને તે તમારા ઘરમાં પણ હોઈ શકે છે.”

બેડબગ એ નાના ભૂરા જંતુઓ, ગાદલા અને બોક્સ સ્પ્રિંગ્સમાં આશ્રય લે છે. તે લોહી ચૂસનારા જંતુઓ છે. કપડાં અને સામાનમાં ઝડપથી સ્થળાંતર કરવાની તેમની ક્ષમતા તેમને માત્ર શયનખંડમાં જ નહીં પરંતુ સાર્વજનિક સ્થળો પણ જોખમી બનાવે છે.

ફ્રાન્સમાં બેડબગનું ફરીથી ઉદ્દભવ એ તાજેતરની સમસ્યા નથી. ત્રણ વર્ષ પહેલાં પણ ફ્રાન્સને બેડબગની વધતી જતી વસ્તીની સમસ્યાનો સામનો કરવો પડયો હતો, જેના જવાબમાં ફ્રેન્ચ સરકારે ડેડિકેટેડ વેબસાઇટ અને માહિતી હોટલાઈન સાથે બેડબગ વિરોધી અભિયાન શરૂ કર્યું હતું અને તેને જાહેર આરોગ્ય કટોકટી ગણાવી હતી. વડાપ્રધાન એલિઝાબેથ બોર્નને સંબોધિત કરીને આ સમસ્યાનો સામનો કરવા માટે યોજના વિકસાવવા વિનંતી પણ કરવામાં આવી હતી. ઈમેન્યુઅલ ગ્રેગોઈરે જણાવ્યું હતું કે આ પ્રયત્નો છતાં, 3.6 મિલિયન લોકો દરરોજ પેરિસની મુલાકાત લે છે અને એટલે જ બેડબગ શહેરની બહાર જતા અટકતા નથી.

નાણાકીય રીતે, બેડબગને નાબૂદ કરવા માટે ઘર દીઠ સરેરાશ €866 (રૂ. 75,574) ખર્ચ થાય છે, જેનો વાર્ષિક રાષ્ટ્રીય સરેરાશ ખર્ચ €230 મિલિયન છે.

ફ્રાન્સની રાષ્ટ્રીય આરોગ્ય અને સ્વચ્છતા સંસ્થા, એન્સેસના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બેડબગનો ઉપદ્રવ માત્ર ફ્રાન્સમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક ઉભરતી ઘટના બની ગઈ છે. તેમના જોખમ મૂલ્યાંકન વિભાગના નિષ્ણાત જોહાન્ના ફીટે, વસ્તી વૃદ્ધિ, આંતરરાષ્ટ્રીય મુસાફરી અને ટૂંકા ગાળાના આવાસના ઉપયોગ જેવા પરિબળોને સમસ્યાનું કારણ આપ્યું હતું.