Israel-Hamas war: એલોન મસ્કે ઈઝરાયલી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી, કહ્યું- હમાસના આતંકવાદીઓને મારવા સિવાય કોઈ વિકલ્પ નથી

ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં 1,200 ઈઝરાયલી લોકોએ જીવ ગુમાવ્યા

Courtesy: Image: Twitter

Share:

 

Israel-Hamas war: અબજોપતિ એલોન મસ્કે સોમવારે ઈઝરાયલના રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગ સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel-Hamas war)ના પરિણામ વિશે વાત કરી હતી, જેમાં 16,000 થી વધુ લોકોના મોત થયા છે. એલોન મસ્કે કહ્યું કે હમાસના આતંકવાદીઓને મારવા સિવાય કોઈ વિકલ્પ નથી.


 

એલોન મસ્કે તેમની બેઠક દરમિયાન ઈઝરાયલના રાષ્ટ્રપતિને કહ્યું, "મેં હમણાં જ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી હતી. ગાઝાની પરિસ્થિતિમાં ત્રણ વસ્તુઓ થવાની જરૂર છે. નાગરિકોની હત્યાનો આગ્રહ રાખનારાઓને મારી નાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેઓ તેમનો વિચાર બદલવાના નથી."

 

વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એલોન મસ્ક સાથે કિબુત્ઝ કેફર ગાઝાની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નેતન્યાહુએ એલોન મસ્કને 7 ઑક્ટોબરની ઘટનાઓમાંથી કિબુત્ઝ ખાતે હત્યાકાંડની ભયાનકતા બતાવી હતી. એલોન મસ્કે શાઅર હાનેગેવ કાઉન્સિલના વડા યોસી કેરેન અને IDF પ્રવક્તા લિયાડ ડાયમંડના પ્રતિનિધિઓ પાસેથી કિબુટ્ઝ પરના હુમલાના અહેવાલો સાંભળ્યા અને વિસ્તારનો પ્રવાસ કર્યો.

 

બેન્જામિન નેતન્યાહુએ સોશિયલ મીડિયા X પર લખ્યું કે, “મેં કિબુત્ઝ કેફર અજાને એલોન મસ્ક સાથે મુલાકાત કરી જેથી તેમને હમાસ દ્વારા માનવતા વિરુદ્ધ કરવામાં આવેલા અપરાધોને નજીકથી બતાવવામાં આવે. જોકે, ઈઝરાયલ અને હમાસ વચ્ચેના કરાર હેઠળ 24 નવેમ્બરથી ચાર દિવસીય યુદ્ધવિરામ (Israel-Hamas war) શરૂ થઈ ગયો છે. 

 

આ અંતર્ગત ઈઝરાયલમાં કેદ અને પેલેસ્ટાઈન અને ગાઝામાં બંધક બનાવાયેલા ડઝનબંધ લોકોની અદલાબદલી કરવામાં આવી રહી છે. કરાર હેઠળ ઈઝરાયલે 39 પેલેસ્ટિનિયન કેદીઓને જ્યારે હમાસે 13 બંધકોને મુક્ત કર્યા હતા. 7 ઓક્ટોબરે યુદ્ધ શરૂ થયા બાદ આ પ્રથમ યુદ્ધવિરામ છે."

Israel-Hamas war વચ્ચે એલોન મસ્કે સ્ટારલિંક કામગીરી કરાર પર હસ્તાક્ષર કર્યા 

સ્ટારલિંક કામગીરી માટે એલોન મસ્ક અને ઈઝરાયલના સંચાર મંત્રાલય વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ એલોન મસ્ક સ્ટારલિંક દ્વારા ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં ઈન્ટરનેટ પ્રદાન કરશે. ઈઝરાયલના સંચાર મંત્રીએ સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી હતી. 

 

ઈઝરાયલમાં 7 ઑક્ટોબરના હુમલા (Israel-Hamas war) પછી ઈઝરાયલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી, જેમાં તેના લડવૈયાઓએ 1,200 લોકોની હત્યા કરી હતી અને 240 લોકોને બંધક બનાવ્યા હતા. હમાસ શાસિત ગાઝા પટ્ટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધીને 12,300 થયો છે, જેમાં 5,000 બાળકોનો સમાવેશ થાય છે.

 

7 ઓક્ટોબરે હમાસે ગાઝા પટ્ટીમાંથી 5 હજારથી વધુ રોકેટ ફાયર કરીને ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. આ પછી ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસ સામે યુદ્ધની જાહેરાત કરી હતી. આ યુદ્ધ  (Israel-Hamas war)માં ગાઝા પટ્ટી સંપૂર્ણપણે નાશ પામી છે.