એપલ એરટેગને કારણે ટેક્સાસના ચોરો ઝડપાયા

એપલ એરટેગને હાલમાં જ તેની અણધારી કાબેલિયતને કારણે લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તાજેતરમાં, તેનો ઉપયોગ એક પરિવારે ચોરોને પકડવા માટે કર્યો હતો. એપલ એરટેગે એક પરિવારને ચોરોને પકડવામાં મદદ કરી કે જેઓ તેમના મૃત સંબંધીના દફન સ્થળમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા. એક સ્થાનિક સમાચાર પત્ર ક્લિક2 હ્યુસ્ટનનાં એક અહેવાલ પ્રમાણે ટેક્સાસનાં હ્યુસ્ટનમાં, અવારનવાર […]

Share:

એપલ એરટેગને હાલમાં જ તેની અણધારી કાબેલિયતને કારણે લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તાજેતરમાં, તેનો ઉપયોગ એક પરિવારે ચોરોને પકડવા માટે કર્યો હતો. એપલ એરટેગે એક પરિવારને ચોરોને પકડવામાં મદદ કરી કે જેઓ તેમના મૃત સંબંધીના દફન સ્થળમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરતા હતા.

એક સ્થાનિક સમાચાર પત્ર ક્લિક2 હ્યુસ્ટનનાં એક અહેવાલ પ્રમાણે ટેક્સાસનાં હ્યુસ્ટનમાં, અવારનવાર કબરમાં ચોરી થવાના બનાવો બનતા રહે છે અને તેને કારણે ઘણા પરિવારોને તકલીફનો સામનો કરવો પડે છે. આ ચોરો કબરોને લક્ષ્ય બનાવી અને કબ્રસ્તાનની જગ્યાઓ પાસે રાખેલી ફૂલદાની જેવી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી રહ્યા છે. બ્રાઝોરિયા કાઉન્ટીમાં આવા બનાવ વધારે બને છે જેના પરિણામે હજારો ડોલરની કિંમતની કાંસાની વાઝનું નુકસાન થયું છે.

કબરો પરની લૂંટ સાથે સંકળાયેલા ચોરોને પકડવાના પ્રયાસના એક ભાગરૂપે 

એક પરિવારે ફૂલદાનીમાં સમજદારીપૂર્વક એરટેગ નાખીને ટેકનોલોજીનો લાભ લીધો હતો. અખબાર સાથેની વાતચીતમાં ટોની વેલાઝક્વેઝે જણાવ્યું કે, ટેક્સાસનાં  ક્લ્યુટમાં રેસ્ટવુડ મેમોરિયલ પાર્કમાં તેના સ્વર્ગસ્થ કાકાને જ્યાં દફનવવામાં આવ્યા હતા તેને ચોરોએ અનેકવાર નિશાન બનાવીને  કીમતી વાંઝ ચોરી લીધું હતું. 

ચોરો દ્વારા ફરી વાઝ ચોરીનો પ્રયાસ કરાશે તેવા અનુમાન સાથે તેઓએ તેમાં એપલ એરટેગ મૂક્યું હતું. જેવો વાઝ ચોરાયો તેમના લોકેશનની માહિતી તેણે પૂરી પાડી હતી અને વેલાઝક્વેઝે તરત જ અધિકારીઓને એરટેગની માહિતી પૂરી પાડી, જેનાથી તેઓ માત્ર ફૂલદાની જ નહીં પણ અન્ય ઘણી ચોરાયેલી વસ્તુઓને પણ પરત મેળવી શક્યા હતા.

પોલીસે આ અંગે જણાવ્યું કે, ટ્રેકિંગ તેમને 45 મિનિટ દૂરનાં સ્થળે લઈ ગયું હતું.  તેઓએ અમને લોગિન માહિતી આપી અને ટ્રેક કરવાની મંજૂરી આપી હતી. અમે સફળતાપૂર્વક તેને બ્રાઝોરિયા શહેરની બહારના એક ઘરમાં શોધી કાઢ્યું. 

Appleનાં AirTagએ ચોરોને પકડી આ રીતે કાયદાને મદદ કરી છે અને સાથે  $62,000 થી વધુના મૂલ્યના બ્રોન્ઝ મેમોરિયલ વાઝ પણ પરત મળી શક્યા છે.

ચોરોએ છેલ્લા બે મહિનામાં કુલ 102 ફૂલદાની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. ક્લુટ પોલીસ ચીફ જેમ્સ ફિચે જણાવ્યું કે, ચોરોનો ઈરાદોઆ ફૂલદાની ચોરીને સ્થાનિક કક્ષાએ ભંગાર વેચતી જગ્યાએ આપીને નાણા મેળવવાનો હતો.