એપલની iOS 16.4 અપડેટમાં અવનવાં ફીચર્સ ઉમેરાશે

iOS 16.4 વપરાશ કરતા યુઝર્સ માટે iPhone જરૂરી અપડેટ લઈને આવ્યું છે. આ નવું અપડેટ યૂઝર્સ એક્સપીરિયન્સને બહેતર બનાવે છે. જો તમે આઈફોન યૂઝ કરી રહ્યા છો તો તમે તુરંત જ નવા અપડેટને ડાઉનલોડ કરી નહીતર તમારા ઘણા એપ્સ સરખી રીતે ચાલી નહી શકે. ઘણી બધી સિક્યોરીટી પૈચ અને બગને દુર કર્યા બાદ આઈફોન યુઝર્સ […]

Share:

iOS 16.4 વપરાશ કરતા યુઝર્સ માટે iPhone જરૂરી અપડેટ લઈને આવ્યું છે. આ નવું અપડેટ યૂઝર્સ એક્સપીરિયન્સને બહેતર બનાવે છે. જો તમે આઈફોન યૂઝ કરી રહ્યા છો તો તમે તુરંત જ નવા અપડેટને ડાઉનલોડ કરી નહીતર તમારા ઘણા એપ્સ સરખી રીતે ચાલી નહી શકે.

ઘણી બધી સિક્યોરીટી પૈચ અને બગને દુર કર્યા બાદ આઈફોન યુઝર્સ માટે નવું અપડેટ લઈને આવ્યું છે. જેમાં તમારા એપ્સની કામ કરવાની સક્રિયતાથી લઈને ફોન યૂઝ કરવાના એક્સપિરિયન્સને ખુબ જ સરળ બનાવશે.

એપલના  iOS 16.4 માં અપડેટની અંદર 21 નવા ઈમોજીસ એડ કરવામાં આવ્યા છે. જેમાં જેલીફિશ, બ્લેક હોટ, પિંક હોટ,જિજંર વગેરે…જેવા ઈમોજીસ હવે તેમને જોવા મળશે.  IOS 16.4માં યુઝર્સને સારા કોલિંગ એક્સપીરિયન્સ મળશે. નવા અપડેટમાં નોઈસ કૈસિલેશનને વધારવામાં આવ્યું છે. જેના કારણે કેલર અને રિસિવર બંનેને સારો એક્સપીરિયન્સ મળે. આ પહેલા એપલમાં વૉઈસ આઈસોલેશન ફિચર માત્ર ફેસટાઈમ અને વોટ્સએપ એપમાં જ જોવા મળતા હતા. નવા ઓપરેંટિગ સિસ્ટમમમાં કંપની એપ્લ મ્યૂઝિકને ઈટરફેસમાં પણ થોડા બદલાવ સાથે લાવી રહ્યા છે. જેમાં યૂઝર્સને ક્યૂક સોંગની લિસ્ટ નાના બેનરની બોટમ લાઈનમાં જોવા મળશે. મહત્વનું છેકે પહેલા એ મોટી સ્ક્રીન પર પોપઅપ કરતી હતી.

IOS 16.4 અપડેટમાં કંપનીએ વેધર એપમાં વોઈસ ઓવર સપોર્ટની સાથે ફોટો એપમાં ડુપ્લીકેટ ફોટો અને વીડિયોના આઇડેંટિફાઈ કરી શકાશે. જેના કારણે ફોનની સ્પેઈસમાં વધારો થશે. આ ઉપરાંત સેટિગ્સમાં લોકોને સોફ્ટવેઈસ અપડેટ કરવા માટે ત્રણ ઓપશન્સ પણ મળશે. જેવી રીતે આપણે હમણા સુધી એપ સ્ટોર પરથી કોઈ એપ ડાઉનલોડ કરવા પર તમને અપડેટની નોટિફિકેશન હોમ સ્ક્રીન પર મળતી હતી. બસ ઠીક એવી જ રીતે હવે વેબ એપ્સ પરથી મળશે. એટલે કે જો તમે કોઈ વેબસાઈટના હોમ સ્ક્રીન પર વેબ એપની રીતે સેવ કરી શકશો અને તેનો ફરી ઉપયોગ કરી શકશો.

કેવી રીતે કરશો  iOS 16.4 ડાઉનલોડ?

– IOS 16.4 અપડેટ અને ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારા ફોનની સેટિંગમાં જાઓ. તેની અંદર જનરલ ઓપરેશમાં જઈને જ્યાં સોફ્ટવેયર અપડેટ લખ્યું છે. તેનો ક્લિક કરો

– એ બાદ સોફ્ટવેર ડાઉનલોડ થઈ જશે. જે બાદ તેને ઇન્સ્ટોલ કરી લો. એ વાતનું ખાસ ઘ્યાન રાખો કે સોફ્ટવેયર અપડેટ કરતા સમયે તમારા ફોનની બેટરી 50 ટકાથી વધારે હોય.