12મી સપ્ટેમ્બરે એપલની વંડરલસ્ટ ઈવેન્ટમાં મળી શકે છે જોરદાર સરપ્રાઈઝ, iPhones-વોચના લોન્ચિંગની આશા

આગામી 12 સપ્ટેમ્બરના રોજ દિગ્ગજ ટેક કંપની એપલ (Apple) કેલિફોર્નિયા ખાતે પોતાની સૌથી મોટી ઈવેન્ટનું આયોજન કરવાની છે. એપલ કંપનીએ આ ઈવેન્ટને વંડરલસ્ટ (Wonderlust) એવું નામ આપ્યું છે અને એપલ તેમાં iPhone 15 સીરિઝને લોન્ચ કરશે.  એપલના ચાહકો વંડરલસ્ટ ઈવેન્ટની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. એપલ પોતાની આ ઈવેન્ટમાં આઈફોન (iPhone) લોન્ચ કરવાની […]

Share:

આગામી 12 સપ્ટેમ્બરના રોજ દિગ્ગજ ટેક કંપની એપલ (Apple) કેલિફોર્નિયા ખાતે પોતાની સૌથી મોટી ઈવેન્ટનું આયોજન કરવાની છે. એપલ કંપનીએ આ ઈવેન્ટને વંડરલસ્ટ (Wonderlust) એવું નામ આપ્યું છે અને એપલ તેમાં iPhone 15 સીરિઝને લોન્ચ કરશે. 

એપલના ચાહકો વંડરલસ્ટ ઈવેન્ટની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. એપલ પોતાની આ ઈવેન્ટમાં આઈફોન (iPhone) લોન્ચ કરવાની સાથે જ પોતાના ચાહકોને અન્ય કેટલાય સરપ્રાઈઝ આપશે તેવી આશા છે. એપલ કંપની વંડરલસ્ટ ઈવેન્ટ દરમિયાન iPhone 15 ઉપરાંત સોફ્ટવેર પણ લોન્ચ કરે તેવી શક્યતા છે. એપલ કંપની વંડરલસ્ટ ઈવેન્ટ દરમિયાન નીચે દર્શાવેલા લોન્ચિંગથી સૌને આશ્ચર્યચકિત કરે તેવી શક્યતા છે.

એપલ લોન્ચ કરશે 5 iPhone

એપલ કંપની 12મી સપ્ટેમ્બરે iPhone 15 પરથી પડદો હટાવે તેવી શક્યતા છે. એપલ iPhone 15 સીરિઝમાં 4 મોડેલ્સ લોન્ચ કરવાની સાથે જ 5મા મોડેલ વડે ચાહકોને જોરદાર સરપ્રાઈઝ આપે તેવી શક્યતા છે. કંપની આ વખતે  iphone 15, iPhone plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max ઉપરાંત iPhone 15 Ultra લોન્ચ કરે તેવી આશા છે. iPhone 15ના તમામ મોડેલ્સ USB Type C ફીચર સાથે હોય તેવી પણ ધારણા છે. 

iPhone 15 Pro Max અને Ultra મોડેલ કંપનીના પ્રીમિયમ મોડેલ્સ બની શકે છે. આ વખતે iPhone 15 ટાઈટેનિયમ ફ્રેમ સાથે લોન્ચ થવાની પણ શક્યતા છે. એપલના ચાહકોને પહેલી વખત iPhoneમાં 48MPનો હાઈ રિઝોલ્યુશન કેમેરા મળવાની સંભાવના છે.

Apple Watch Series 9 

એપલ કંપની iPhone 15ના લોન્ચિંગની સાથે જ એપલ વોચ Apple Watch 9 સીરિઝ પણ લોન્ચ કરે તેવી ધારણા છે. આ વખતે યુઝર્સને એપલ વોચમાં AI બેઝ્ડ ચિપસેટ મળી શકે છે જેનાથી વોચના પર્ફોર્મન્સમાં અનેકગણો વધારો થશે. કંપની Apple Watch 9 સીરિઝને 41mm અને 45mm સાઈઝમાં લોન્ચ કરે તેવી શક્યતા છે.

Apple Watch Ultra

ઈવેન્ટ દરમિયાન એપલ વોચ અલ્ટ્રાના નવા મોડેલને પણ ઉજાગર કરે તેવી શક્યતા છે. કંપની 49mmની  એપલ વોચ અલ્ટ્રા 2 રજૂ કરે તેવી ધારણા છે. 

WatchOS 9

એપલ કંપની નવી વોચ સીરિઝ લોન્ચ કરવાની સાથે જ પોતાના જૂના વોચ યુઝર્સને પણ ભેટ આપે તેવી શક્યતા છે. જૂની એપલ વોચ માટે કંપની WatchOSની નવી અપડેટ રીલિઝ કરે તેવી શક્યતા છે.

iOS 17 

વંડરલસ્ટ ઈવેન્ટ દરમિયાન કંપની આઈફોન યુઝર્સ માટે નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 17 લોન્ચ કરે તેવી પણ ધારણા છે. iOS 17 માં આઈફોન યુઝર્સને અનેક ધાંસુ ફીચર મળશે.