અમેરિકાના અલાબામામાં બર્થ ડે પાર્ટીમાં રાત્રે થયેલા ગોળીબારમાં ચારના મોત

અમેરિકાનાં અલાબામામાં  એક સ્વીટ 16 બર્થ ડે પાર્ટીમાં રાત્રે થયેલા ગોળીબારમાં ચારના મોત થાય છે અને ઘણા ઘાયલ થયા છે. આ બનાવ રાજ્યની રાજધાની મોન્ટગોમેરીના ઉત્તરપૂર્વમાં આવેલા નાના શહેર ડેડવિલેમાં એક ડાન્સ સ્ટુડિયોમાં સ્વીટ 16 પાર્ટીમાં થયો હતો, જેમાં ઓછામાં ઓછા 20 લોકોને ગોળી વાગી હતી. એન્નેટ એલને મોન્ટગોમેરી એડવર્ટાઈઝરને કહ્યું કે તેનો પૌત્ર ફિલ […]

Share:

અમેરિકાનાં અલાબામામાં  એક સ્વીટ 16 બર્થ ડે પાર્ટીમાં રાત્રે થયેલા ગોળીબારમાં ચારના મોત થાય છે અને ઘણા ઘાયલ થયા છે. આ બનાવ રાજ્યની રાજધાની મોન્ટગોમેરીના ઉત્તરપૂર્વમાં આવેલા નાના શહેર ડેડવિલેમાં એક ડાન્સ સ્ટુડિયોમાં સ્વીટ 16 પાર્ટીમાં થયો હતો, જેમાં ઓછામાં ઓછા 20 લોકોને ગોળી વાગી હતી.

એન્નેટ એલને મોન્ટગોમેરી એડવર્ટાઈઝરને કહ્યું કે તેનો પૌત્ર ફિલ ડોડેલ પણ આ બનાવમાં મૃત્યુ પામ્યો છે. તે તેની બહેન એલેક્સિસનો 16મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો ત્યારે પાર્ટીમાં ગોળીબાર થયો હતો. 

“તે ખૂબ જ નમ્ર બાળક હતો. તે ક્યારેય કોઈની સાથે ગડબડ કરતો ન હતો. તેના ચહેરા પર હંમેશા સ્મિત હતું,” એલને તેના પૌત્ર વિશે જણાવ્યું હતું. દોડેલની માટે જણાવ્યું કે તે  કેટલાંક  અઠવાડિયામાં જ સ્નાતક થવાનો હતો.  ડોડેલની માતાને પણ ગોળી વાગતા ઘાયલ થઈ છે.  

આ બનાવ કેવી રીતે બન્યો તેની તપાસ ચાલી રહી છે અને શંકાસ્પદોની ઓળખ કરવામાં આવી છે. જોકે, કેટલા ઘાયલ થયા અને તેમની ઉંમર કેટલી હતી તેની કોઈ વિગત હજુ બર્કેટ કે અન્ય કાયદા અમલીકરણ અધિકારીઓએ આપી નથી. 

એક અધિકારીએ જણાવ્યું કે, હાલમાં અમે વધુ કોઈ વિગતો આપી શકી તેમ નથી પણ તે બર્થ ડે પાર્ટીની સાથે સંકળાયેલું છે. 

ઘાયલ થયેલાઓને જેમાં ઘણા કિશોર વયના છે તેમણે તબીબી સારવાર માટે સ્થાનિક હોસ્પિટલોમાં લઈ જવાયા હોવાનું સ્થાનિક મીડિયા અને સાક્ષીઓએ જણાવ્યું હતું. 

ALEA એ જણાવ્યું કે તેના સ્ટેટ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને ડેડવિલે પોલીસ અને એફબીઆઈ સહિતની ફેડરલ એજન્સીઓ સાથે મળીને તપાસ શરૂ કરી છે.

કોલંબસ, જ્યોર્જિયા નજીકના ટેલિવિઝન સ્ટેશન WRBL એ આ સ્થળની આસપાસ અને ડેડવિલેનાં બિલ્ડિંગમાં પોલીસની ભારે હલચલ જોઇ  છે. જ્યાં જમીન પર અનેક સ્થળે સફેદ ચાદર જોઈ શકાય છે.

રાજ્યના નેતાઓએ રવિવારે પ્રાર્થના કરી અને હિંસાને વખોડી કાઢી હતી  પરંતુ તેઓએ શું થયું તેની વિગતો આપી ન હતી. આ બનાવ અંગે રાજ્યના ગવર્નર કે આઇવે એ પોસ્ટ કરી જણાવ્યું કે, અમારા રાજ્યમાં હિંસક ગુનાઓને કોઈ સ્થાન નથી અને વિગતો અમે કાયદાના અમલીકરણ માટે નજીકથી બનાવની વિગતોનું અપડેટ મેળવી રહ્યા છે. 

અલાબામાના યુએસ સેનેટર ટોમી ટ્યુબરવિલેએ ગોળીબારને “હૃદયદ્રાવક” ગણાવ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે, અમેરિકા, લગભગ 330 મિલિયન લોકોનો દેશ, અને દેશમાં  400 મિલિયન બંદૂકો થઈ ગઈ છે અને આવી ઘાતક સામૂહિક ગોળીબારની ઘટના નિયમિત બનવા માંડી છે.