AI Summit: ટેસ્લાના સીઈઓ, એલોન મસ્કે (Elon Musk) બ્રિટનના બ્લેચલી પાર્કમાં વિશ્વના પ્રથમ AI સમિટ (AI Summit)માં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે AIના ભવિષ્ય વિશે ચર્ચા કરી હતી. તેમણે આગાહી કરી હતી કે AI સાથેનું ભવિષ્ય “સાર્વત્રિક ઉચ્ચ આવક” સાથે “વિપુલતાનો યુગ” હશે. એલોન મસ્કે હ્યુમનૉઈડ રોબોટ્સ દ્વારા ઉભા થતા સંભવિત જોખમો વિશે પણ ચેતવણી આપી હતી.
એલોન મસ્કે (Elon Musk) કહ્યું કે AI એ ઈતિહાસમાં સૌથી વધુ ડિસરપ્ટિવ ફોર્સ છે. એક સમય એવો આવશે જ્યારે જોબની જરૂર નહીં પડે. બધું જ AI કરી શકશે. તે જાદુઈ જીની જેવું હશે. તેના બદલે નોકરી ફક્ત તે જ લોકોને મળશે જેઓ વ્યક્તિગત સંતોષ માટે નોકરી ઈચ્છે છે.
એલોન મસ્કે કહ્યું, “હું લાંબા સમયથી ટેક્નોલોજી સાથે જોડાયેલો છું. તેથી હું AIને આવતા જોઈ રહ્યો હતો, પરંતુ આ તે વર્ષ છે જેમાં ઘણી સફળતાઓ મળી હતી. ઉદાહરણ તરીકે, તમે AI નો ઉપયોગ કરીને તમારો વીડિયો બનાવી શકો છો.
તે પછી અમે ચેટ GPT 1, GPT 2, GPT 3 અને 4ને લીડ કરતા જોયું. તે ક્યાં જઈ રહ્યું છે તે જોવાનું મારા માટે સરળ હતું. જો તે આ રીતે વધતું રહેશે, તો AI હ્યુમન ઈન્ટેલિજન્સથી ઘણું આગળ નીકળી જશે.
એલોન મસ્કે AI સમિટ (AI Summit)માં ઋષિ સુનકને કહ્યું કે AI એ ઈતિહાસની સૌથી ડિસરપ્ટિવ ફોર્સ છે. એક સમય એવો આવશે જ્યારે નોકરીની જરૂર પડશે જ નહીં. AI નોકરીઓને ભૂતકાળની વાત બનાવી દેશે. આ સારું અને ખરાબ બંને છે.
એલોન મસ્કે (Elon Musk) ચેતવણી આપી હતી કે હ્યુમનૉઈડ રોબોટ્સ વિશે આપણે ખૂબ જ ચિંતિત હોવું જોઈએ જે તમને ગમે ત્યાં અનુસરી શકે છે.એક કાર દરેક જગ્યાએ તમારો પીછો કરી શકતી નથી, પરંતુ જ્યારે AI ને હ્યુમનૉઈડ રોબોટ સાથે જોડવામાં આવે છે, ત્યારે તે દરેક જગ્યાએ તમારો પીછો કરવામાં સક્ષમ હશે.
AI ના અપેક્ષિત ફાયદાઓ વિશે વાત કરતા, એલોન મસ્કએ કહ્યું, “મારા એક પુત્રને મિત્રો બનાવવામાં મુશ્કેલી છે અને AI તેના માટે સારો મિત્ર સાબિત થશે.”
વધુ વાંચો: યુકેમાં વિશ્વની પ્રથમ AI Safety Institute બનશે
એલોન મસ્કે AI સમિટ (AI Summit)માં ચીનને આમંત્રિત કરવાના ઋષિ સુનકના નિર્ણયને ખૂબ સારો ગણાવ્યો અને કહ્યું કે તેઓએ આ વર્ષની શરૂઆતમાં ચીનની મુલાકાત વખતે AI સુરક્ષા અંગે ચર્ચા કરી હતી. એલોન મસ્કે વધુમાં કહ્યું કે ચીન AI સુરક્ષામાં ભાગ લેવા માટે તૈયાર છે અને તેમને આમંત્રણ આપવા બદલ તમારો આભાર. મને લાગે છે કે આમાં જોડાવા બદલ ચીનનો આભાર માનવો જોઈએ.