ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી PM રિચાર્ડ માર્લ્સે World Cup Final 2023 જોવાનો તેમનો અનુભવ શેર કર્યો

વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે જીત મેળવી

Courtesy: Image: Twitter

Share:

 

World Cup Final 2023: ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સે રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023 (World Cup Final 2023)ની ફાઈનલમાં હાજરી આપી હતી. તેમની સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા. બંને નેતાઓએ સેલ્ફી લીધી હતી અને રમતની મજા માણી હતી. મેચ અંતે ઓસ્ટ્રેલિયાએ જીતી હતી.

 

એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાને પીએમ મોદી અને પીએમ અલ્બેનીઝ વચ્ચેના સંબંધો અંગે ચર્ચા કરી હતી. તેમણે વર્લ્ડ કપ 2023 (World Cup Final 2023)ની ફાઈનલ મેચ દરમિયાન 1.30 લાખ લોકોની ભીડ દ્વારા કરવામાં આવેલા અવાજ પર પણ ટિપ્પણી કરી હતી.

World Cup Final 2023માં PM મોદી પ્રત્યે ભારતીય ભીડની પ્રતિક્રિયા અદ્ભુત હતી: રિચાર્ડ માર્લ્સે

પીએમ મોદી અને પીએમ અલ્બેનીઝ વચ્ચેના સંબંધો અંગે રિચાર્ડ માર્લ્સે કહ્યું, “વડાપ્રધાન અલ્બેનીઝ અને વડાપ્રધાન મોદીએ મજબૂત સંબંધ બનાવ્યો છે. ગઈકાલે રાત્રે મને ખરેખર સન્માન મળ્યું; મને ફાઈનલ મેચ (World Cup Final 2023) માટે પીએમ મોદી સાથે બેસવા મળ્યું અને વડાપ્રધાન મોદી પ્રત્યે ભારતીય ભીડની પ્રતિક્રિયા જોવી એ અદ્ભુત હતું. 

 

એક ક્ષણે, અમે એક સેલ્ફી લીધી, અને વડાપ્રધાન મોદીએ મને કહ્યું કે તમારે તેને હમણાં તમારા વડાપ્રધાનને મોકલવી પડશે અને મેં તે કર્યું. મને તરત જ પ્રતિસાદ મળ્યો. તેથી હું તમને કહી શકું છું કે અમારા વડાપ્રધાન સવારના બે કે ત્રણ વાગ્યે રમત જોઈ રહ્યા હતા. તેઓ ઈચ્છતા હતા કે હું વડાપ્રધાન મોદીને તેમનો અભિવાદન આપું.   

 

અવિશ્વસનીય, અસાધારણ અનુભવ

રમત વિશે વાત કરતી વખતે, ઑસ્ટ્રેલિયન નાયબ વડાપ્રધાને કહ્યું, “મારા માટે તે અવિશ્વસનીય, અસાધારણ અનુભવ હતો. મને એવી અપેક્ષા નહોતી. બંને ટીમોએ સૌથી અસાધારણ સ્ટેજ પર અદ્ભુત રમત રમી. 

 

તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ ગ્રાઉન્ડ છે, સંપૂર્ણ રીતે ભરેલું છે, અને મેં આવો અવાજ ક્યારેય સાંભળ્યો નથી... ભીડનો અવાજ આશ્ચર્યજનક હતો. ત્યારબાદ મેં ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો સાથે ડ્રેસિંગ રૂમમાં વાત કરી અને તેઓએ કહ્યું કે તેઓએ આ પહેલા ક્યારેય આવું કંઈ સાંભળ્યું નથી." 

 

રિચર્ડ માર્લ્સે યુવાન ક્રિકેટ ખેલાડીઓ સાથે સોમવારે વાતચીત કરી હતી અને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ પરિસરમાં ગલી ક્રિકેટનો આનંદ પણ ઉઠાવ્યો હતો. સ્ટેડિયમ પરિસરમાં રિચર્ડ માર્લ્સ સાથે 14થી 18 વર્ષના ખેલાડીઓ હતા. 

 

વર્લ્ડ કપ 2023ની ફાઈનલ (World Cup Final 2023)માં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ટાર્ગેટને પૂર્ણ કરીને ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી.