ભારતીયો માટે ખુશખબરઃ હવે ઓસ્ટ્રેલિયાના કામચલાઉ ગ્રેજ્યુએટ વિઝા મળશે, આ છે નવા નિયમ

Philip Green: ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલીપ ગ્રીને મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થવાની આશા છે.

Share:

હાઈલાઇટ્સ

  • ઓસ્ટ્રેલિયા જવા માગતા ભારતીય ગ્રેજ્યુએટ્સ માટે નવા નિયમો
  • સ્નાતક ભારતીય બે વર્ષ માટે ટેમ્પરરી ઓસ્ટ્રેલિયામાં રહી શકશે
  • માસ્ટરડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ માટે રહી શકશે

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનરે એઆઈ-ઈસીટીએ આધારે કેટલાંક કરારોને એમને એમ રાખવા માટે પ્રકાશ નાખ્યો હતો. તેઓએ કહ્યું કે, હવે ભારતીય ગ્રેજ્યુએટ્સ ઓસ્ટ્રેલિયાના ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝાને પાત્ર બનશે. આ કરાર હેઠળ સ્નાતકની ડિગ્રી ધરાવતા ભારતીય ગ્રેજ્યુએટ્સ અસ્થાયી સ્નાતક વિઝા પર ઓસ્ટ્રેલિયામાં રહી શકશે. જ્યારે માસ્ટર ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ માટે રહી શકશે. આ સિવાય જેઓએ પીએચડી કર્યુ હશે તેઓને ચાર વર્ષ રહેવાની તક મળશે. 

ભારતીય ગ્રેજ્યુએટ્સને ફાયદો 
ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, અમને આશા છે કે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસન નિતીને જાળવી રાખી છે. હવેથી ભારતીય વિદ્યાર્થીઓ કે જેમની પાસે ગ્રેજ્યુએટની ડિગ્રી હશે તે બે વર્ષ માટે, માસ્ટર ડિગ્રી ધાવતા વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ અને પીએચડી કરેલાં વિદ્યાર્થીઓ ચાર વર્ષ માટે ઓસ્ટ્રેલિયામાં કામચલાઉ વિઝા મેળવી શકશે. 

નવી પ્રવાસન નીતિ 
ફિલિપ ગ્રીને વિદ્યાર્થીઓના સ્વાગત પર પણ જોર આપ્યું હતું. તેઓએ ઓસ્ટ્રેલિયાની સરકારની પ્રતિબદ્ધાની પણ વાત કરી હતી. ઓસ્ટ્રેલિયા પાસે હવે પોતાની પ્રવાસન સિસ્ટમ માટે એક રણનીતિ છે. સરકારની આ પ્રવાસન નિતી સોમવારે જારી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ભારતીયોમાં વિદેશ જવાનો ભારો મોહ હોય છે. 

ગુજરાતીઓને પણ ફાયદો 
ખાસ કરીને ગુજરાતીઓ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશોમાં જઈને સ્થાયી માગતા હોય છે. ગમે તે ભોગે તેઓ વિદેશ જઈને સેટ થવાનું સપનું જોતા હોય છે. ત્યારે ઓસ્ટ્રેલિયા સરકારના આ નવા નિયમથી ગુજરાતી વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. હાલ ઓસ્ટ્રેલિયામાં લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે અને કેટલાંક તો ત્યાં સ્થાયી પણ થઈ ચૂક્યાં છે.