Bangladesh Dengue Outbreak: પાડોશી દેશમાં બીમારીનું રૌદ્ર સ્વરૂપ, 3 લાખથી વધુ કેસ

લાંબા સમય સુધી ચાલેલા ચોમાસાના કારણે મચ્છરને મારવા માટે અસરકારક પગલાંનો અભાવ જોવા મળ્યો

Courtesy: Image: Twitter

Share:

 

Bangladesh Dengue Outbreak: પાડોશી દેશ બાંગ્લાદેશમાં ડેન્ગ્યુના કારણે કહેર વ્યાપ્યો છે. 17 કરોડ લોકોની વસ્તી ધરાવતા બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 3 લાખથી પણ વધારે કેસ સામે આવ્યા છે. ઉપરાંત બાંગ્લાદેશમાં ડેન્ગ્યુની મહામારી (Bangladesh Dengue Outbreak)એ 1,500થી પણ વધારે લોકોનો ભોગ લીધો છે. 

 

એક અહેવાલ પ્રમાણે બાંગ્લાદેશમાં માત્ર રવિવારે જ વાયરલ તાવના 1,291 નવા કેસ સામે આવ્યા હતા. બાંગ્લાદેશમાં ડેન્ગ્યુના કારણે એટલી વિકટ સ્થિતિ નિર્માણ પામી છે કે, ઢાકામાં 1,127 સહિત કુલ 4,949 દર્દીઓની દેશભરની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. 

Bangladesh Dengue Outbreakની સ્થિતિ

ઓગસ્ટમાં અહીં ડેન્ગ્યુના 71,976 કેસ નોંધાયા હતા, જેમાં 342 લોકોના મોત થયા હતા. આ રોગના સૌથી ખરાબ પ્રકોપ વચ્ચે સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 79 હજારથી વધુ કેસ નોંધાયા હતા. આ મહિને 396 મૃત્યુ નોંધાયા છે. જ્યારે ઓક્ટોબરમાં 67,769 કેસ અને 359 મૃત્યુ નોંધાયા હતા.

 

નવેમ્બરના પ્રથમ 19 દિવસમાં મૃત્યુઆંક 201 હતો, જ્યારે આ સમયગાળા દરમિયાન ડેન્ગ્યુના 30,080 નવા કેસ નોંધાયા હતા. અહેવાલ મુજબ, નિષ્ણાતોએ વધતા તાપમાન અને ડેન્ગ્યુ વાયરસ વહન કરતા એડીસ એજિપ્ટી મચ્છરને મારવા માટે અસરકારક પગલાંના અભાવ માટે લાંબા સમય સુધી ચાલેલા ચોમાસાને જવાબદાર ઠેરવ્યું છે. 

 

ઢાકામાં સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પ્રી-મોન્સૂન સર્વેમાં એડીસ એજિપ્ટી મચ્છરમાં ચિંતાજનક વધારો નોંધવામાં આવ્યો છે, જેના કારણે છેલ્લા 5 વર્ષમાં આ રોગનો સૌથી વધુ ફેલાવો થયો છે. બાંગ્લાદેશી ન્યૂઝ પોર્ટલ અનુસાર ગયા વર્ષે, બાંગ્લાદેશની હોસ્પિટલોએ 62,382 દર્દીઓની ઓળખ કરી હતી જેમણે રોગ માટે તબીબી સંભાળની માંગ કરી હતી. ત્યારે મૃત્યુઆંક 281 હતો. 

 

કહેવામાં આવી રહ્યું છે કે,બાંગ્લાદેશમાં ડેન્ગ્યુની મહામારી (Bangladesh Dengue Outbreak)ના કારણે 1960 પછી ડેન્ગ્યુના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાનો રેકોર્ડ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. 

સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 2,94,757 

આરોગ્ય મંત્રાલય હેઠળના DGHS દ્વારા નોંધાયેલા ડેટા અનુસાર ઓકટોબરમાં 67,769 લોકો મચ્છરજન્ય રોગથી સંક્રમિત થયા બાદ સોમવાર સુધીમાં ડેન્ગ્યુના 30,080 વધુ કેસ નોંધાયા હતા. DGHSએ જણાવ્યું હતું કે, દક્ષિણ એશિયાના દેશમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 2,94,757 છે, જેમાં 1,522 નવા રિકવરી કેસનો સમાવેશ થાય છે.

ડેન્ગ્યુ તાવ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે

બાંગ્લાદેશમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના કેસોમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો, જેમાં 79,598 નવા ચેપ અને 396 મૃત્યુ નોંધાયા હતા. ડેન્ગ્યુ તાવ, એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે અને ગંભીર બીમારીનું કારણ બને છે. જેમાં સામાન્ય રીતે માથાનો દુખાવો, વધુ તાવ, થાક, સ્નાયુઓ અને સાંધાઓમાં તીવ્ર દુખાવો, ગ્રંથઇઓમાં સોજો, ઉલટી અને ફોલ્લીઓ જેવા લક્ષણો જોવા મળે છે.