બરાક ઓબામાના રસોઈયાનું શંકાસ્પદ મોત, પૂર્વ રાષ્ટ્રપતિ થયા ભાવુક

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના રસોઈયાની લાશ તેમના ઘરના નજીકના તળાવમાં મળી આવી છે. આ શંકાસ્પદ મૃત્યુને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. રવિવારે પેડલબોર્ડ (નદી કે તળાવમાં ઉપયોગમાં લેવાતું નાની નાવડી જેવું સાધન) અકસ્માતમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું છે. 45 વર્ષનો રસોઈયો તાફરી કેમ્પબેલ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સાશન દરમિયાન તેમનો અંગત […]

Share:

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના રસોઈયાની લાશ તેમના ઘરના નજીકના તળાવમાં મળી આવી છે. આ શંકાસ્પદ મૃત્યુને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. રવિવારે પેડલબોર્ડ (નદી કે તળાવમાં ઉપયોગમાં લેવાતું નાની નાવડી જેવું સાધન) અકસ્માતમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું છે.

45 વર્ષનો રસોઈયો તાફરી કેમ્પબેલ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સાશન દરમિયાન તેમનો અંગત કૂક હતો. તેના મૃત્યુના સમાચાર સાંભળીને રસોઈયાના પરિવાર સાથે ઓબામા પરિવારને પણ આઘાત પહોંચ્યો છે. 

આ અકસ્માત પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ઘરના નજીક આવેલા માર્થાના વાઈનયાર્ડ નજીક થયો છે. તળાવમાં ડૂબી ગયા બાદ વેકેશન આયલેન્ડના સાઉથન કોસ્ટના ગ્રેટ પોન્ડ પાસે તેની લાશ મળી છે. તાફરી સાથે પેડલબોર્ડનો અકસ્માત સર્જાયા બાદ તરત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું, પરંતુ તે સમયે તળાવમાંથી તેની કોઈ ભાળ મળી નહોતી. પોલીસે તેને શોધવા માટે SONAR ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હોવા છતાં તેને શોધવામાં સફળતા મળી નહોતી.

આ સર્ચ ઓપરેશન સ્થાનિક સમય પ્રમાણે સાંજે 7:46 વાગ્યે શરૂ કરાયું હતું. દુર્ઘટના પહેલાં 911ને ઈમર્જન્સી કોલ આવ્યો હતો જેમાં એક વ્યક્તિ પેડલ બોર્ડ પરથી પાણીમાં પડી ગયો હોવાની વાત હતી. સાથે તે પાણીમાં ઉપર આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે સપાટી પર આવી શક્યો નહોતો. તેવી વાત જણાવાઈ હતી.

MSP અન્ડરવોટર રિકવરી યુનિટ ડાઈવર્સે તેના મૃતદેહને મેસાચુસેટ્સ એન્વાયર્મેન્ટલ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા સોનાર સ્કેનથી બહાર કાઢ્યો. તેનો મૃતદેહ કિનારાથી 100 ફીટ દૂર અને 8 ફીટ ઊંડે હતો.

MSPએ જણાવ્યું કે,  મિસ્ટર કેમ્પબેલ તેના મૃત્યુના સમયે માર્થાના વાઈનયાર્ડની મુલાકાતે હતો. દુર્ઘટના સમયે રાષ્ટ્રપતિ અને તેમના પત્ની તેમના ઘરે હાજર નહોતા.  તાફરીનો અકસ્માત થયો તે દરમિયાન બરાક ઓબામા અને પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા તેમના ઘરમાં હાજર નહોતા. તાફરી બરાક ઓબામાના રાષ્ટ્રપતિ હતા તે સમયે વ્હાઈટ હાઉસમાં કૂક હતો. જોકે પહેલાં તે તેમના ઘરે રસોઈ બનાવવા આવતો હતો, પરંતુ બરાક ઓબામાએ તેની ભરતી વ્હાઈટ હાઉસમાં કરી હતી. 

આ દુખદ ઘટના અંગે બરાક ઓબામાએ જણાવ્યું કે, તે ઘણા સમયથી અમારા જીવવનો એક ભાગ હતો તેનાં મૃત્યુના સમાચારથી અમારું હૃદય પડી ભાંગ્યું છે. આજે અમે તમામ લોકો જે તાફરીને જાણે છે તે ભેગા થઈને આ અદભુત પ્રતિભાને યાદ કરીએ છીએ. તેમાં તાફરીની પત્ની શેરીષ અને તેના ટ્વિન બાળકે ઝેવિયર અને સેવિન સામેલ છે. 

વર્ષ 2021માં માર્થાના વાઈનયાર્ડ પાસે બોસ્ટન સેલિટિક્સ માલિક વિક્લિફ ગ્રોસબેક પાસેથી 7000 સ્ક્વેર ફૂટનું આ ઘર ખરીદ્યું હતું. આ જગ્યા એટલાન્ટિક મહાસાગર નજીક આવેલી છે જ્યાં નાનો બીચ પણ છે.