Bill Gates: વિશ્વ શૌચાલય દિવસ પર ગટરમાં ઉતરીને લીધી સંગ્રહાલયની મુલાકાત

તેમણે 2015માં ટોયલેટના પાણીને પીવાલાયક બનાવવાની રીત વિશે જાણ્યું હતું અને તે પાણી પીને પણ બતાવ્યું હતું

Courtesy: Image: Twitter

Share:

 

Bill Gates: સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતાં હોય છે, જે લોકોને પણ ચોંકાવી દેતા હોય છે. ત્યારે ઘણીવાર સેલેબ્રિટીઓ પણ એવા કામ કરતા જોવા મળે છે જેને જોઈને આપણી આંખો પર પણ વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. 

 

હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુનિયાના જાણીતા અરબપતિ બિલ ગેટ્સ (Bill Gates) એક ગટરમાં ઉતરેલા જોવા મળી રહ્યા છે. હવે આ વીડિયોએ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે.

 

અમેરિકન અબજોપતિ અને એક સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સે ગટરમાં ઉતરીને લોકોને ચોંકાવી દીધા છે. તેમણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે. 

Bill Gatesની ગટર મ્યુઝિયમની મુલાકાત

વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ બ્રસેલ્સની ગટર વ્યવસ્થા વિશે માહિતી એકત્ર કરવા માટે અંદર સુધી જાય છે. તેઓ અહીં ગટર મ્યુઝિયમ જોવા આવ્યા હતા. આ વીડિયોમાં તે શહેરની પાણીના કચરાની વ્યવસ્થાને સમજવા માટે વૈજ્ઞાનિકો સાથે વાત કરતા જોઈ શકાય છે.

 

વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે બિલ ગેટ્સ (Bill Gates) ગટરમાં ઉતર્યા હતા. વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, "આ વર્ષના વિશ્વ શૌચાલય દિવસ પર, મેં બ્રસેલ્સની ગટર વ્યવસ્થાનો છુપાયેલ તિહાસ અને વૈશ્વિક સ્વાસ્થ્યમાં ગંદા પાણીના નિકાલના મહત્વ વિષે જાણકારી મેળવી હતી." 

નદીમાં ગટરનું પાણી છોડવાથી રોગચાળો

તેમણે લખ્યું હતું કે, મેં આ બધું બ્રસેલ્સના અંડરવોટર મ્યુઝિયમમાં અનુભવ્યું. શહેરની વેસ્ટ વોટર સિસ્ટમનો ઈતિહાસ જાણ્યો. 1800ના દાયકામાં શહેરની સેને નદીમાં ગટરનું પાણી છોડવામાં આવતું હતું. જેના કારણે કોલેરાનો ભયંકર રોગચાળો ફેલાયો હતો. આજે, ગટર અને ટ્રીટમેન્ટ પ્લાન્ટનું 200-માઈલનું નેટવર્ક શહેરના કચરા પર પ્રક્રિયા કરે છે.

બિલ ગેટ્સના જાગૃતિ કાર્યો

બિલ ગેટ્સ (Bill Gates) ઘણી વખત સ્વચ્છતા સંબંધિત મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવા માટે કામ કરતા જોવા મળે છે. તેમણે 2015માં ટોયલેટના પાણીને પીવાલાયક બનાવવાની રીત વિશે જાણ્યું હતું અને તે પાણી પીને પણ બતાવ્યું હતું. 

 

2016માં તેમણે પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે એક ટોયલેટ પાસે ઉભા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, ગંધ ખૂબ જ ખરાબ હતી અને હું નર્વસનેસ અનુભવી રહ્યો હતો. 

 

બિલ ગેટ્સ તેમની અને તેમની ભૂતપૂર્વ પત્નીના બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા વૈશ્વિક મુદ્દાઓને જાગૃતિ આપે છે. તમને જણાવી દઈએ કે બિલ ગેટ્સ સ્વચ્છતાને લઈને જાગૃતિ વધારવા માટે ખૂબ જ સક્રિય દેખાઈ રહ્યા છે.