પતિ નેને સાથે પોપ સિંગર બિયોન્સેનાં કોન્સર્ટમાં પહોંચી બોલિવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત

અભિનેત્રી માધુરી દીક્ષિત નેનેએ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં ધક ધક ગર્લ માધુરી દીક્ષિત એક કોન્સર્ટમાં જોવા મળી રહી છે. માધુરી દીક્ષિત પોપ સિંગર બિયોન્સેની કોન્સર્ટમાં હાજર રહી હતી. માધુરી દીક્ષિતની સાથે તેના પતિ શ્રીરામ નેને પણ તે કોન્સર્ટમાં હાજર રહ્યા હતા. કોન્સર્ટ દરમિયાન માધુરી દીક્ષિત […]

Share:

અભિનેત્રી માધુરી દીક્ષિત નેનેએ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં ધક ધક ગર્લ માધુરી દીક્ષિત એક કોન્સર્ટમાં જોવા મળી રહી છે. માધુરી દીક્ષિત પોપ સિંગર બિયોન્સેની કોન્સર્ટમાં હાજર રહી હતી. માધુરી દીક્ષિતની સાથે તેના પતિ શ્રીરામ નેને પણ તે કોન્સર્ટમાં હાજર રહ્યા હતા. કોન્સર્ટ દરમિયાન માધુરી દીક્ષિત બિયોન્સેના ગીતો પર ઝૂમતી જોવા મળી હતી. 

માધુરી દીક્ષિતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિયોન્સેની કોન્સર્ટના ફોટો અને વીડિયો શેર કર્યા હતા. શેર કરવામાં આવેલા વીડિયોમાં માધુરી દીક્ષિત પોતાના પતિ સાથે ખૂબ જ મજા માણી રહેલી દેખાય છે. આ કોન્સર્ટ અને પોપ સિંગર બિયોન્સે માટે માધુરી દીક્ષિતે એક સ્પેશિયલ નોટ પણ લખી છે. પોસ્ટના કેપ્શનમાં માધુરી દીક્ષિતે એક સવાલ કરવાની સાથે જ પોતે તેનો જવાબ પણ આપ્યો હતો.

બિયોન્સે માટે માધુરી દીક્ષિતનું કેપ્શન

માધુરી દીક્ષિતે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કરેલી પોસ્ટના કેપ્શનમાં એવો સવાલ કર્યો હતો કે, ‘દુનિયા પર કોણ રાજ કરે છે?’ પોતાના જ સવાલના જવાબમાં માધુરી દીક્ષિતે ‘છોકરીઓ’ લખ્યું હતું અને આગળ લખ્યું હતું કે, ક્વીન બી અમારી ટ્રિપની હાઈલાઈટ બની. સાથે જ માધુરી દીક્ષિતે સિંગર બિયોન્સેનો શાનદાર પરફોર્મન્સ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત માધુરી દીક્ષિતે પોતાની મિત્ર અંજલી રાવલને તે કોન્સર્ટમાં સામેલ કરવા બદલ થેન્ક્સ કહ્યું હતું. 

માધુરી દીક્ષિતની પોસ્ટ પર ચાહકોનું રિએક્શન

માધુરી દીક્ષિતે પોસ્ટ કરી ત્યાર બાદ તેની બિયોન્સે કોન્સર્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. ધક ધક ગર્લના ચાહકોએ તે પોસ્ટ પર ખૂબ જ દિલચસ્પ કોમેન્ટ્સ કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે, ‘OMG Yess, બે આઈકન એક જ સ્ટેડિયમમાં એક સાથે.’

અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ‘એક ક્વીન બીજી ક્વીનને જોઈ રહી છે.’ માધુરી દીક્ષિત અને બિયોન્સેના ચાહકોને આ પોસ્ટ ખૂબ પસંદ આવી રહી છે અને તેઓ પ્રતિક્રિયાઓનો ધોધ વહાવી રહ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બોલિવુડમાં એક સમયે માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની જોડી દર્શકોને ખૂબ જ પસંદ હતી. જોકે અચાનક તે બંને વચ્ચે કશું એવું બન્યું હતું કે તે જોડી તૂટી ગઈ હતી. અનિલ કપૂર અને માધુરી દીક્ષિતે એકસાથે તેજાબ, રામ લખન, પુકાર, બેટા જેવી અનેક સુપરહીટ ફિલ્મો આપી છે. 

અનિલ કપૂરની પત્ની સુનીતાને તે બંને વચ્ચે વધી રહેલા આકર્ષણનો અંદાજો આવી ગયો હતો. સુનીતા ફિલ્મ પુકારના શૂટિંગ દરમિયાન બાળકો સાથે સેટ પર પહોંચી ગઈ હતી. ત્યાં તેણે કોઈ તમાશો નહોતો કર્યો પરંતુ અનિલ કપૂર સમજી ગયા હતા અને તેમણે પોતે ફરી માધુરી દીક્ષિત સાથે કામ નહીં કરે તેવો નિર્ણય લઈ લીધો હતો.