IND vs ENG: લખનૌમાં ભારત-ઈંગ્લેન્ડ મેચમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક હાજરી આપે તેવી શક્યતા, જાણો પ્રવાસનું કારણ

IND vs ENG: બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક (Rishi Sunak)ના દિલ્હીના પ્રવાસ અંગે ભારત અને બ્રિટન દ્વારા વિચારણા ચાલી રહી છે. જોકે ઋષિ સુનકનો ભારત પ્રવાસ બંને દેશ બહુપ્રતીક્ષિત મુક્ત વ્યાપાર કરાર (FTA) મામલે આગળ વધવા પેન્ડિંગ મતભેદોનો ઉકેલ આવશે કે નહીં તેના પર નિર્ભર છે. મુક્ત વ્યાપાર કરાર સાથે સંકળાયેલા લોકોએ સોમવારે ભારત-ઈંગ્લેન્ડ મેચ (IND […]

Share:

IND vs ENG: બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક (Rishi Sunak)ના દિલ્હીના પ્રવાસ અંગે ભારત અને બ્રિટન દ્વારા વિચારણા ચાલી રહી છે. જોકે ઋષિ સુનકનો ભારત પ્રવાસ બંને દેશ બહુપ્રતીક્ષિત મુક્ત વ્યાપાર કરાર (FTA) મામલે આગળ વધવા પેન્ડિંગ મતભેદોનો ઉકેલ આવશે કે નહીં તેના પર નિર્ભર છે. મુક્ત વ્યાપાર કરાર સાથે સંકળાયેલા લોકોએ સોમવારે ભારત-ઈંગ્લેન્ડ મેચ (IND vs ENG)માં ઋષિ સુનક હાજરી આપે તેવી શક્યતા અંગેની જાણકારી આપી હતી. 

ભારત અને બ્રિટન દ્વારા આગામી 28મી ઓક્ટોબરના રોજ ઋષિ સુનક (Rishi Sunak)ના ભારત પ્રવાસની શક્યતા અંગે વિચારણા ચાલી રહી છે જોકે હજુ તેને કોઈ અંતિમ સ્વરૂપ નથી આપવામાં આવ્યું. ભારત અને બ્રિટન દ્વારા મુક્ત વ્યાપાર કરારના 26 અધ્યાય પૈકીના 24 અધ્યાયને અંતિમ સ્વરૂપ આપી દેવાયું છે. હાલ ભારત અને બ્રિટન લોકોની અવર જવર અને કેટલીક વસ્તુઓના ઈમ્પોર્ટ ટેક્સમાં લાભ સહિતના કેટલાક વિવાદિત મુદ્દે મતભેદ દૂર કરીને તેને અંતિમ સ્વરૂપ આપવા વિચારણા ચાલી રહી છે.

વધુ વાંચો: યુકેના PM ઋષિ સુનકે ક્લાઈમેટ ચેન્જ માટે GCFને $2 બિલિયન આપવાની જાહેરાત કરી

ભારત-ઈંગ્લેન્ડ મેચ (IND vs ENG)માં હાજર રહેશે ઋષિ સુનક

આગામી 29મી ઓક્ટોબરના રોજ લખનૌ ખાતે ભારત-ઈંગ્લેન્ડ મેચ (IND vs ENG) રમાવાની છે. ઋષિ સુનક (Rishi Sunak)  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વનડે ક્રિકેટ મેચ (વર્લ્ડ કપ)માં હાજરી આપે તેવી શક્યતા અંગે પણ વિચારણા ચાલી રહી છે. ભારત અને બ્રિટન દ્વારા મુક્ત વ્યાપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેના પર આ શક્યતા આધાર રાખે છે. 

નોંધનીય છે કે, ઋષિ સુનક (Rishi Sunak) ગત મહિને જી20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. તે સમયે વડાપ્રધાન મોદી અને ઋષિ સુનક વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ થઈ હતી. જેમાં વડાપ્રધાન મોદી અને ઋષિ સુનકે મુક્ત વ્યાપાર કરારની પ્રગતિની સમીક્ષા કરી હતી અને બાકી બચેલા મુદ્દાઓ અંગે જલ્દી સમાધાન શોધવાની આશા વ્યક્ત કરી હતી જેથી એક સંતુલિત, પારસ્પરિક રીતે લાભકારી અને ભવિષ્યોન્મુખી વ્યાપાર કરાર સંપન્ન થઈ શકે.

વધુ વાંચો: યુકેના PM ઋષિ સુનકે G20 સમિટની યજમાની, વેપાર કરાર અને ખાલિસ્તાની મુદ્દાઓ વિશે આશાવાદ વ્યક્ત કર્યો

ભારત અને બ્રિટને ગત વર્ષે એપ્રિલ મહિનામાં મુક્ત વ્યાપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે દિવાળી સુધીના સમયની મર્યાદા નક્કી કરી હતી પરંતુ અમુક મુદ્દે મતભેદો અને બ્રિટનના રાજકીય ઘટનાક્રમના કારણે કરારને અંતમિ સ્વરૂપ નહોતું આપી શકાયું. મે 2021માં વડાપ્રધાન મોદી અને બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન બોરિસ જોનસન વચ્ચે આયોજિત ભારત-બ્રિટન વર્ચ્યુઅલ સમિટ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધોને એક વ્યાપક રણનીતિક ભાગીદારી સુધી વધારવામાં આવ્યા હતા.

શિખર સંમેલનમાં બંને પક્ષોએ વ્યાપાર અને અર્થતંત્ર, સંરક્ષણ અને સુરક્ષા, જળવાયુ પરિવર્તન અને લોકો સાથે લોકો વચ્ચેના સંપર્ક સહિત અન્ય પ્રમુખ ક્ષેત્રે સંબંધોના વિસ્તાર માટે 10 વર્ષના રોડમેપને અપનાવ્યો હતો. જી20 સમિટ પહેલા ઋષિ સુનક (Rishi Sunak)એ કહ્યું હતું કે ભારત સાથેના મુક્ત વ્યાપાર કરાર માટે હજુ કેટલાક પડાવ પાર કરવાના છે પણ એમ લાગે છે કે, અંતિમ પરિણામ ભવિષ્યોન્મુખી અને આધુનિક કરાર હશે જેનાથી બંને પક્ષને ફાયદો થશે અને 2030 સુધીમાં વ્યાપારને બમણો કરવાની સંયુક્ત મહત્વાકાંક્ષાને પણ પ્રોત્સાહન મળશે.

Tags :