18 વર્ષ સુધી માથામાં ગોળી લઈને ફર્યો આ માણસ

બે જૂથો વચ્ચે થયેલા ઘર્ષણમાં સાલેહને મગજમાં ગોળી વાગી ગઈ

Courtesy: TOI

Share:

જેમ્સ બોન્ડનું The World is Not Enough તો તેમને જોયું જ હશે. તેમાં રેનાલ્ડનું એક પાત્ર હતું જેના માથામાં વર્ષોથી ગોળી વાગેલી હતી અને તેના કારણે તેને શરીરમાંથી સંવેદના જતી રહી હોય છે. થોડો એવોજ મળતો આવતો કિસ્સો યેમનના સાલેહનો છે જેના માથામાં છેલ્લા 18 વર્ષથી ફસાયેલી બુલેટને બેંગલુરુના તબીબોએ ઓપરેશન કરીને બહાર કાઢી. 
બુલેટ સાલેહના મગજના અત્યત સંવેદશીલ ભાગ સાથે ચોંટી ગઈ હોવાના કારણે બેંગ્લુરુની એસ્ટર હોસ્પિટલમાં કરવામાં આવેલી આ સર્જરી કલાકો સુધી ચાલી.સાલેહ યેમેનના એક નાના ગામમાં પોતાના માતા-પિતા અને છ ભાઈ-બહેન સાથે રહેતો હતો. તેના પિતા ખેડૂત હતા અને માટે સમગ્ર પરિવાર ખેતી સાથે સંકળાયેલું હતુ. એક વખત તે પોતાના ખેતરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે બ જૂથો વચ્ચે થયેલી અછડામણમાં તેને માથામાં 3 સેમી જેટલી લાંબી બુલેટ વાગી ગઈ. 
29 વર્ષમાં સાલેહે જણાવ્યું હતું કે ઘટના બનતા જ તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફક્ત ને ડ્રેસીંગ કરીને પાછો મોકલી દેવામાં આવ્યો. તબીબોએ બુલેટ કાઢવા માટે કોઈ પ્રયત્નો કર્યો નહોતા. 
જ્યારે તેને જાણ થઈ કે બેંગ્લુરુમા આવી સર્જરી શક્ય છે ત્યારે તેણે  ડોક્ટરોનો સંપર્ક કર્યો અને ઓપરેશન માટે પોતાની તૈયારી બતાવી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, બુલેટ કાનની પાસે મગજના અત્યંત સંવેદનશીલ ટેમ્પોરલ બોનમાં વાગી હતી જેના કારણે સાલેહને સાંભળવામાં તકલીફ પડતી હતી. ડોક્ટરો એ MRI ની જગ્યાએ સીટી સ્કેન અને એન્જીઓગ્રાફી કરાવી જેથી બુલેટનું એક્ઝેટ લોકેશન મળી શકે. 
 

Tags :