ઈમરાન ખાનનો કાળી ડોલ જેવી બુલેપ્રૂફ ટોપી સાથેનો વીડિયો વાયરલ થયો

પાકિસ્તાનના ભૂતપૂર્વ વાડાપ્રધાન ઈમરાન ખાન  તેમની કોર્ટમાં પેશી દરમ્યાન તેમની કડક સુરક્ષાના ભાગ રૂપે માથા પર કાળી ડોલ જેવી બુલેટપ્રૂફ ટોપી પહેરી પહોંચ્યા હતા. જેનો વિડીયો વાયરલ થતા લોકોએ આ ફની વિડીયોનો આનંદ માણ્યો હતો.  અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગય વર્ષે તેમના ઉપર એક રાજનીતિક રેલી સમયે વજિરાબાદમાં હુમલો કરવામાં આવ્યો હતો. આથી આગમચેતીરૂપે […]

Share:

પાકિસ્તાનના ભૂતપૂર્વ વાડાપ્રધાન ઈમરાન ખાન  તેમની કોર્ટમાં પેશી દરમ્યાન તેમની કડક સુરક્ષાના ભાગ રૂપે માથા પર કાળી ડોલ જેવી બુલેટપ્રૂફ ટોપી પહેરી પહોંચ્યા હતા. જેનો વિડીયો વાયરલ થતા લોકોએ આ ફની વિડીયોનો આનંદ માણ્યો હતો. 

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગય વર્ષે તેમના ઉપર એક રાજનીતિક રેલી સમયે વજિરાબાદમાં હુમલો કરવામાં આવ્યો હતો. આથી આગમચેતીરૂપે તેમણે આ પગલું ઉઠાવ્યું હોવાનું જણાઈ રહ્યું છે. તેમને કાળી ટોપી પહેરવાના કારણે કઇ દેખાઈ રહ્યું નહતું  અને તેથી એક વ્યક્તિ દોરી રહ્યો હતો. ટ્વિટર હેન્ડલ પર દર્શાવેલા આ વિડીયોમાં તેમણે બુલેટપ્રૂફ હેલમેટ પહેરેલી જોવા મળે છે, જે ફાંસીની સજા અગાઉ કેદીને પહેરાવાતા હૂડ જેવું દેખાય છે. આ ઉપરાંત તેમના સુરક્ષાકર્મીઓ તેમની ચારે બાજૂ બુલેટપ્રૂફ ઢાલ  રાખીને તેમણે કોર્ટ તરફ દોરી ગયા હતા. 

પાકિસ્તાન તહરિક -એ – ઇન્સાફનાં  અધ્યક્ષ ઈમરાન ખાન  ગયા મહિને તેમના ઘરની બહાર તેમના સમર્થકો અને પોલીસ વચ્ચે થયેલી ઝપાઝપી અંગે થયેલા ત્રણ કેસના સંદર્ભમાં એન્ટિ ટેરર કોર્ટ સમક્ષ જમાનતની કરાયેલી અરજી માટે ઉપસ્થિત થયા હતા. કોર્ટ દ્વારા તેમની વચગાળાની જમાનત 13 એપ્રિલ સુધી લંબાવી છે.  ઇમરાન ખાન એ ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર  અને વર્તમાન રાજકારણી છે. ક્રિકેટ જગતમાં તેમણે એક ઑલરાઉન્ડર તરીકે ખ્યાતિ મેળવી હતી. ઓગસ્ટ ૨૦૧૮ની ચૂંટણીઓમાં તહરીક-એ-ઇન્સાફ પક્ષને બહુમત મળતા તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે એપ્રિલ ૨૦૨૨ સુધી રહ્યા હતા.

 પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરવા માટે લાહોરના તેમના ઘરે પોલીસ પહોંચી હતી ધરપકડ કરવા આવેલી પોલીસ અને પીટીઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું તેમના સમર્થકોનો દાવો છે કે તેમને શંકા છે કે ઇમરાન ખાનને જેલમાં મારી નાખવામાં આવશે ઇમરાન ખાને પોતાના નિવેદનમાં સમર્થકોને લડત ચાલુ રાખવા કહ્યું  

ઇસ્લામાદની કોર્ટે તોશાખાન કેસમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિરુધ્ધ બિનજામીન પાત્ર વોરંટ બાહર પાડ્યું જેને તેઓને ઇસ્લામાદ અને લાહોરની પોલીસ ટીમ લાહોરમાં ઈમરાન ખાનના ઘરે ઝમાન પાર્ક બહાર હાજર છે. 

પીટીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું કે ઈમરાન ખાનને હજુ કોઈ પણ કેસમાં દોષિત જાહેર કરાયા નથી અને તેઓ અદાલતમાં હાજર ન થતાં હોવાથી તેમની ધરપકડ કરવાની કોશિશ ચાલી રહી છે. ઈમરાન ખાન વિરુધ્ધ 80 કેસ ચાલી રહ્યા છે જેમાંથી તેઓ ચાર કેસમાં જ હાજર રહ્યા છે.