કેનેડામાં શિખ પરિવાર પર ગોળીબાર મામલે નવો વળાંક, ખોટી ઓળખના કારણે થયો હતો કાંડ

Canada Shooting: 21 નવેમ્બરના રોજ કેલેડન બ્રેમ્પટન બોર્ડર પર એરપોર્ટ રોડની પાસે મેફીલ્ડ રોડ પર ગોળીબાર દરમિયાન 57 વર્ષીય જગતાર સિંહનું મોત થયુ હતુ. તેમની 55 વર્ષીય પત્ની હરભજન કૌર, દીકરી ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • શિખ પરિવાર પર ઘરમાં કરવામાં આવ્યો હતો ગોળીબાર
  • એક વ્યક્તિનું મોત થયુ હતુ અને બે ઘાયલ થાય હતા
  • ખોટી ઓળખના કારણે પરિવારને નિશાન બનાવવામાં આવ્યો

ઓટાવાઃ પોલીસે જણાવ્યું કે, ગયા મહિને કેનેડાના ઓન્ટારિયોમાં ગોળીબારમાં ભારતના એક શિખ પરિવારને નિશાન બનાવવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કેસમાં તપાસમાં મોટો ખુલાસો થયો હતો. ખોટી ઓળખના કારણે આ પરિવાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ કેસમાં હજુ પણ વધુ ખુલાસા થઈ શકે છે. 

આ હતી ઘટના 
21 નવેમ્બરના રોજ કેલેડન બ્રેમ્પટન બોર્ડર પર એરપોર્ટ રોડની પાસે મેફીલ્ડ રોડ પર ગોળીબાર દરમિયાન 57 વર્ષીય જગતાર સિંહનું મોત થયુ હતુ. તેમની 55 વર્ષીય પત્ની હરભજન કૌર, દીકરી ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયા મુજબ, ઓંટારિયો પ્રાંતીય પોલીસના અધિકારીઓ અને પેરામેડિક્સના અધિકારીઓના પહોંચ્યા બાદ જગતાર સિંહનું ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યું હતું. જ્યારે તેમની પત્ની અને દીકરીને ગંભીર ઈજાઓ થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

ઘરમાં કર્યો હતો ગોળીબાર 
ઓપીડી ડિટેક્ટિવ ઈન્સપેક્ટર બ્રાયન મેકડરમોનટે કહ્યું કે, હત્યા મામલે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પીડિતના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, આ પરિવાર એવી પણ ગતિવિધિમાં સામેલ નથી કે તેમાના પર આ રીતે હુમલો કરવામાં આવે. તેઓ ભાડાના મકાનમાં રહે છે. તેમને કયા કારણોસર નિશાન બનાવવામાં આવ્યા એ હવે સામે આવી ગયુ છે. ખોટી ઓળખના કારણે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.