Justin Trudeau: બીજી વાર કેનેડાના PM જસ્ટીન ટ્રુડોની ફજેતી, જમૈકામાં ખરાબ થયુ વિમાન

Justin Trudeau Plane: કેનેડાના પીએમ જસ્ટીન ટ્રુડોનું પ્લેન ભારત બાદ ફરીથી ખરાબ થયું હતુ અને તેમની ફજેતી દેશ દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • દિલ્હી બાદ જસ્ટીન ટ્રુડોની જમૈકામાં ફજેતી
  • દિલ્હી પછી જમૈકામાં સરકારી પ્લેને દગો આપ્યો
  • એરફોર્સના બે વિમાન મોકલીને તેમને પરત લવાયા

ટોરેન્ટોઃ ભારત વિરુદ્ધ ઝેર ઓંકતા કેનેડાના પીએમ જસ્ટીન ટ્રુડોની ફરી એક વાર ફજેતી થઈ હતી. જી 20 દરમિયાન નવી દિલ્હીમાં સરકારી વિમાને તેમને હેરાન કર્યા હતા. ત્યારે ફરીથી જસ્ટીન ટ્રુડો જમૈકામાં રજા મનાવવા ગયા અને ત્યારે તેમનું આ વિમાન ખરાબ થયુ હતુ. તેમના વિમાનમાં ટેકનીકલ ખામી સર્જાતા તેઓ હેરાન પરેશાન થયા હતા. એ પછી કેનેડાની એરફોર્સે પોતાના બે પ્લેન મોકલ્યા અને ત્યારે તે સરખુ થયું હતું. આ કારણે જસ્ટીન ટ્રુડોની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી થઈ હતી. 
  
રજા મનાવવા ગયા અને ભરાયા
નેડાના પીએમ ટ્રુડો રજા મનાવવા માટે જમૈકા ગયા હતા. આ દરમિયાન તેમનું પ્લેન ખરાબ થયું હતું. આ જ વિમાનમાં તેઓને ચાર જાન્યુયારીએ પરત ફરવું પડ્યું હતું. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, જસ્ટીન ટ્રુડો જમૈકામાં ફસાઈ ગયા હતા અને તેમને પાછા લાવવા માટે એરફોર્સના વિમાન રવાના કરવામાં આવ્યા  હતા. વિમાનમાં ટેકનીકલ ખામી થતા તે ખરાબ થયુ હતુ. એ પછી કેનેડાની એરફોર્સે પોતાના વિમાન મોકલ્યા હતા. જસ્ટીન ટ્રુડોના પ્લેનને ઉડતા તાજમહે તરીકે ઓળખવામાં આવે છે. 

એરફોર્સે કરી મદદ 
કેનેડાના રક્ષા મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે, રોયલ કેનેડિયન એરફોર્સના બે સીસી 144 ચેલેન્જર વિમાનને જમૈકા મોકલવામાં આવ્યા હતા. જેથી કરીને પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોને પરત લાવવા માટે મદદ કરી શકાય. આ પહેલાં ભારતમાં આવું થયું હતું. હવે આ બીજી ઘટના છે. તેમને પરત લાવવા માટે એરફોર્સના વિમાનની મદદ લેવામાં આવી હતી. કેનેડાના પીએમ એરબસના વિમાનમાં મુસાફરી કરે છે. દિલ્હી યાત્રા દરમિયાન તેમાં ખરાબી આવી હતી. જેના કારણે જસ્ટીન ટ્રુડોને 36 કલાક સુધી દિલ્હીમાં રોકાવવાનો વારો આવ્યો હતો. 
 
બીજી વાર ફજેતી 
જો કે, તેમની આ ફજેતી આખા વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો હતો. રોયટર્સના રિપોર્ટનું માનીએ તો જમૈકામાં તપાસ ટીમે મંગળવારે આ ખામી વિશે માહિતી મેળવી હતી. એ પછી તેમને કેનેડા લાવવામાં આવવા હતા. એ પછી ખરાબ પ્લેનને એન્જિનિયરો પાસે રિપેર કરાવવામાં આવ્યું હતું. બાદમાં તેઓ પોતાના પ્લેનમાં કેનેડા પરત ફર્યા હતા. કેનેડાની પીએમનું વિમાન 34 વર્ષ જૂનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે, તેને બદલવામા કેટલાંક વર્ષો લાગી શકે છે.