કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ ભારતની એર ઈન્ડિયાની ઓફરને નકારી કાઢી, રાહ જોવાનું પસંદ કર્યું

કેનેડાના PM જસ્ટિન ટ્રુડો તેમના પ્લેનમાં ટેક્નિકલ ખામીને કારણે બે દિવસ માટે ભારતમાં રોકાયા હતા. ભારતે તેમને એર ઈન્ડિયાની ઓફર કરી હતી. પરંતુ કેનેડિયન પક્ષે એર ઈન્ડિયાની ઓફરને નકારી કાઢી હતી અને તેના બદલે બેકઅપની રાહ જોવાનું પસંદ કર્યું હતું. જસ્ટિન ટ્રુડો અને તેમની ટીમ નવી દિલ્હીમાં G20 ઈવેન્ટના સમાપન પછી, રવિવારે સાંજે કેનેડા પરત […]

Share:

કેનેડાના PM જસ્ટિન ટ્રુડો તેમના પ્લેનમાં ટેક્નિકલ ખામીને કારણે બે દિવસ માટે ભારતમાં રોકાયા હતા. ભારતે તેમને એર ઈન્ડિયાની ઓફર કરી હતી. પરંતુ કેનેડિયન પક્ષે એર ઈન્ડિયાની ઓફરને નકારી કાઢી હતી અને તેના બદલે બેકઅપની રાહ જોવાનું પસંદ કર્યું હતું. જસ્ટિન ટ્રુડો અને તેમની ટીમ નવી દિલ્હીમાં G20 ઈવેન્ટના સમાપન પછી, રવિવારે સાંજે કેનેડા પરત ફરવાના હતા, પરંતુ પ્લેનમાં ટેક્નિકલ ખામીને કારણે તેમને ભારતમાં રોકાવું પડયું હતું. 

જસ્ટિન ટ્રુડોને ભારતે એર ઈન્ડિયાની ઓફર કરી હતી પરંતુ તેમણે આ ઓફર નકારી કાઢી હતી. ભારત-કેનેડાના સંબંધો ખાલિસ્તાન મુદ્દે તંગ બની ગયા છે. PM મોદીએ G20 સમિટમાં જસ્ટિન ટ્રુડો સાથેની તેમની દ્વિપક્ષીય બેઠકમાં ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જસ્ટિન ટ્રુડોને કહ્યું હતું કે દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ માટે પરસ્પર આદર અને વિશ્વાસ જરૂરી છે. PM મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી, ત્યારે શીખ્સ ફોર જસ્ટિસે બ્રિટિશ કોલંબિયાના ગુરુદ્વારામાં ખાલિસ્તાન લોકમતનું આયોજન કર્યું હતું.

જસ્ટિન ટ્રુડોના પ્લેનમાં શું થયું હતું?

એરબસ A310 કે જે જસ્ટિન ટ્રુડો અને અન્ય અધિકારીઓને લઈ જઈ રહી હતી તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે તેઓ રવિવારે કેનેડા માટે રવાના થઈ શક્યા ન હતા અને વૈકલ્પિક વ્યવસ્થા સોમવારે થવાની હતી. જસ્ટિન ટ્રુડો મંગળવારે કેનેડા જવા રવાના થયા હતા. જસ્ટિન ટ્રુડોના પ્લેનમાં ટેક્નિકલ ખામી  સર્જાતા કેનેડામાં વિવાદ ઉભો થયો હતો.

જસ્ટિન ટ્રુડો ભારતમાં એક હોટલમાં રોકાયા હતા

વિલંબના પરિણામે, જસ્ટિન ટ્રુડોને ભારતમાં રહેવું પડયું હતું પરંતુ ત્યાં તેમનો કોઈ સત્તાવાર કાર્યક્રમ ન હતો. તેમણે સ્થાનિક હાઈ કમિશનમાં પણ કોઈ કાર્યક્રમ કર્યો ન હતો. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને તેમનું સ્વાગત કરવા અને વિદાય આપવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિન ટ્રુડો અને તેમના પુત્ર ઝેવિયર બંને સમગ્ર વિસ્તૃત પ્રવાસ માટે હોટલ લલિતમાં રોકાયા હતા.

ઝેવિયર ટ્રુડો, પિતા જસ્ટિન ટ્રુડો સાથે તેમની જકાર્તાની મુલાકાતે આવ્યા હતા જ્યાં કેનેડિયન PM એ આસિયાન-કેનેડા સમિટમાં હાજરી આપી હતી

જસ્ટિન ટ્રુડોએ કેનેડા પરત ફર્યા બાદ એક વીડિયો પોસ્ટ કરીને ટ્વિટ કર્યું, “અમે ક્યાં જઈએ છીએ તેનાથી કોઈ ફર્ક પડતો નથી, અમારું ધ્યાન કેનેડાના લોકો માટે કામ કરવા પર રહે છે. ગયા અઠવાડિયે જ્યારે અમે સિંગાપોરમાં આસિયાન સમિટમાં અને G20 સમિટમાં નેતાઓ અને ભાગીદારો સાથે કામ કર્યું હતું.” 

વર્ષ 2019માં રોયલ કેનેડિયન એર ફોર્સ અનુસાર ઓન્ટારિયોના 8 વિંગ ટ્રેન્ટન હેંગર તરફ ખેંચવામાં આવી રહી હતી ત્યારે વિમાન દિવાલ સાથે અથડાયું હતું. એરક્રાફ્ટને નુકસાનને કારણે જસ્ટિન ટ્રુડોને ડિસેમ્બર 2019માં નાટો સમિટમાં હાજરી આપવા માટે બેકઅપ એરક્રાફ્ટ દ્વારા પરિવહન કરવામાં આવ્યું હતું.