ભારતીય હિંદુ વિવેક રામાસ્વામીનું બદલાયેલું વલણ, અમેરિકાના રાષ્ટ્રપતિ નહીં તો ઉપરાષ્ટ્રપતિ બનવા તૈયાર

અમેરિકામાં આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા રિપબ્લિકન પાર્ટી પોતાનો રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવારી મેળવવાની દોડમાં સામેલ ભારતીય-અમેરિકી વિવેક રામાસ્વામીએ પોતે ઉમેદવારી નહીં મળે તો ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે તેવા સંકેત આપ્યા છે.  વિવેક રામાસ્વામીના નિવેદન બાદ […]

Share:

અમેરિકામાં આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા રિપબ્લિકન પાર્ટી પોતાનો રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવારી મેળવવાની દોડમાં સામેલ ભારતીય-અમેરિકી વિવેક રામાસ્વામીએ પોતે ઉમેદવારી નહીં મળે તો ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે તેવા સંકેત આપ્યા છે. 

વિવેક રામાસ્વામીના નિવેદન બાદ ટ્રંપ સમર્થકો આનંદમાં

અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના માઈક પેન્સ, નિકી હેલી, ટિમ સ્કોટ, ક્રિસ ક્રિસ્ટી, રોન ડિસેંટીસ, એસા હચિંગસન, ડગ બરગુમ અને વિવેક રામાસ્વામી ટીવી ડિબેટમાં સામેલ થયા હતા. તે પૈકીના વિવેક રામાસ્વામી આ પહેલા સરકારમાં કોઈ પદ મેળવવા ચૂંટણી નથી લડ્યા. તેમણે વર્ષ 2004થી 2020 દરમિયાન કદી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મતદાન પણ નથી કર્યું. 

માત્ર રાષ્ટ્રપતિ પદમાં જ રસ હોવાનું જણાવેલું

જોકે તેમણે પોતે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માટેની તૈયારી દાખવીને ડોનાલ્ડ ટ્રંપના સમર્થકોને આનંદાશ્ચર્યનો ઝાટકો આપ્યો છે. બાયોટેક ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકમાંથી રાજકારણી બનેલા વિવેક રામાસ્વામી (38)એ થોડા સમય પહેલા પોતાને રાષ્ટ્રપતિ સિવાય અન્ય કોઈ પદમાં રસ ન હોવાનું જણાવ્યું હતું. 

વિવેક રામાસ્વામીના મતે તેઓ માત્ર રાષ્ટ્રપતિ તરીકે જ તે દેશને ફરી એકજૂથ કરી શકે તેમ છે. જોકે તેમણે પોતાની વાત આગળ વધારતા એમ પણ કહ્યું હતું કે, જો પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ત્રીજી વખત ઉમેદવારી મેળવે તો પોતે તેમના સાથે ઉપરાષ્ટ્રપતિ તરીકે કામ કરી શકે છે. 

37 વર્ષીય વિવેક રામાસ્વામીનો જન્મ ઓહાયોમાં થયો હતો. તેમણે હાર્વર્ડ અને યેલ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હતી અને બાયો ટેક્નોલોજી ક્ષેત્રમાં કરોડો રૂપિયા કમાયા હતા. ત્યાર બાદ તેમણે એસેટ મેનેજમેન્ટ ફર્મ બનાવી હતી.

જાણો સર્વે શું દર્શાવે છે

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારોની પ્રથમ પ્રાથમિક ડિબેટમાં પ્રભાવશાળી પ્રદર્શન બાદ વિવેક રામાસ્વામીની લોકપ્રિયતાના રેટિંગમાં વધારો થયો છે. આ સાથે જ તેમની ઓનલાઈન ધન એકત્રિત કરવાની કવાયતમાં પણ સુધારો જણાઈ રહ્યો છે. ડિબેટ બાદ સામે આવેલા પહેલા સર્વેમાં 504 ઉત્તરદાતાઓ પૈકીના 28 ટકાએ રામાસ્વામીના પ્રદર્શનને સર્વશ્રેષ્ઠ ગણાવ્યું હતું. તેના પછીના ક્રમે 27 ટકા સાથે ફ્લોરિડાના ગવર્નર રોન ડિસેંટીસ અને 13 ટકા સાથે માઈક પેન્સ છે. ભારતીય અમેરિકી હેલીને 7 ટકા મત મળ્યા હતા. એક અહેવાલ પ્રમાણે રામાસ્વામી રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદની પ્રથમ ડિબેટ બાદ ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલા ‘GOP’ ઉમેદવાર છે. તેના પછીના ક્રમે તેમના સાથી ભારતીય અમેરિકી નિકી હેલી આવ્યા હતા.