જળવાયુ પરિવર્તનના કારણે દુનિયાના મહાસાગરનો રંગ બદલાઈ ગયો

અત્યાર સુધી આપણે એમ માનતા હતા કે જળવાયુ પરિવર્તનની અસર વાતાવરણ અને વિવિધ જીવસૃષ્ટિ પર પડી છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે જળવાયુ પરિવર્તનને કારણે આપણા મહાસાગરોના રંગ બદલાઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોએ કરેલા એક રિસર્ચના તારણોમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.  મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT), યુકેમાં નેશનલ ઓશનોગ્રાફી સેન્ટર અને અન્ય સંસ્થાઓના સંશોધકોએ 20 […]

Share:

અત્યાર સુધી આપણે એમ માનતા હતા કે જળવાયુ પરિવર્તનની અસર વાતાવરણ અને વિવિધ જીવસૃષ્ટિ પર પડી છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે જળવાયુ પરિવર્તનને કારણે આપણા મહાસાગરોના રંગ બદલાઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોએ કરેલા એક રિસર્ચના તારણોમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.  મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT), યુકેમાં નેશનલ ઓશનોગ્રાફી સેન્ટર અને અન્ય સંસ્થાઓના સંશોધકોએ 20 વર્ષના સમયગાળા દરમિયાન મહાસાગરોના રંગમાં રસપ્રદ ફેરફારો શોધી કાઢ્યા હતા જે ફક્ત કુદરતી વર્ષ-દર-વર્ષની વિવિધતા દ્વારા સમજાવી શકાતા નથી.

સંશોધકોએ જણાવ્યું હતું કે આ રંગ પરિવર્તન, માનવ આંખ માટે સૂક્ષ્મ હોવા છતાં, વિશ્વના 56 ટકાથી વધુ મહાસાગરોમાં થયો છે. એક વિસ્તાર જે પૃથ્વી પરના કુલ ભૂમિ ક્ષેત્ર કરતાં મોટો છે. મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT), યુએસ, યુકેમાં નેશનલ ઓશનોગ્રાફી સેન્ટર અને અન્યના સંશોધકોની ટીમે શોધી કાઢ્યું છે કે વિષુવવૃત્તની નજીકના ઉષ્ણકટિબંધીય સમુદ્રી પ્રદેશો, સમય જતાં સતત હરિયાળા બન્યા છે.

સંશોધકોના મતે, મહાસાગરોના રંગમાં ફેરફાર સૂચવે છે કે સપાટીના સમુદ્રની અંદરની ઈકોસિસ્ટમ્સ પણ બદલાતી હોવી જોઈએ, કારણ કે મહાસાગરોનો રંગ તેના પાણીમાં રહેલા સજીવો અને પદાર્થોને કારણે છે.

બદલાતા રંગને પ્રતિબિંબિત કરવા માટે દરિયાઈ ઈકોસિસ્ટમ્સ કેવી રીતે બદલાઈ રહી છે તે ચોક્કસ રીતે જણાતું નથી, પરંતુ સંશોધકોએ જણાવ્યું હતું કે, તે માનવ દ્વારા ક્લાઈમેટ ચેન્જ અર્થાત જળવાયુ પરિવર્તનને કારણે સંભવિત છે.

MITના વરિષ્ઠ સંશોધન વૈજ્ઞાનિક, અભ્યાસના સહ-લેખક સ્ટેફની ડટકીવિઝે જણાવ્યું હતું, “હું સિમ્યુલેશન ચલાવું છું જે મને વર્ષોથી કહે છે કે મહાસાગરોના રંગમાં આ ફેરફારો થવાના છે.” 

ડટકીવિઝે કહ્યું, “હકીકતમાં તે વાસ્તવિક રીતે બનતું જોવું આશ્ચર્યજનક નથી, પરંતુ ભયાનક છે. અને આ ફેરફારો આપણા ક્લાઈમેટમાં માનવ-પ્રેરિત ફેરફારો સાથે સુસંગત છે.” 

મહાસાગરોનો રંગ એ તેના ઉપરના સ્તરોમાં જે પણ છે તેનું દ્રશ્ય બતાવે છે. સામાન્ય રીતે, જે પાણી ઘેરા વાદળી રંગનું હોય છે તે ખૂબ જ ઓછા જીવનને દર્શાવે છે, જ્યારે લીલું પાણી ઈકોસિસ્ટમ્સની હાજરી સૂચવે છે, અને મુખ્યત્વે ફાઈટોપ્લાંકટોન – છોડ જેવા સૂક્ષ્મજીવાણુઓ જે મહાસાગરોમાં ઉપલા સ્તરે વિપુલ પ્રમાણમાં હોય છે અને તેમાં લીલા રંગનું ક્લોરોફિલ હોય છે.

ટીમે એક્વા સેટેલાઈટ પર મોડરેટ રિઝોલ્યુશન ઈમેજિંગ સ્પેક્ટ્રોરેડિયોમીટર (MODIS) દ્વારા લેવામાં આવેલા મહાસાગરોના રંગનું વિશ્લેષણ કર્યું, જે 21 વર્ષથી મહાસાગરોના રંગનું નિરીક્ષણ કરે છે. MODIS સાત દૃશ્યમાન તરંગલંબાઈમાં માપ લે છે, જેમાં સંશોધકો પરંપરાગત રીતે ક્લોરોફિલનો અંદાજ કાઢવા માટે ઉપયોગમાં લેવાતા બે રંગોનો સમાવેશ કરે છે.

સંશોધકોએ 2002 થી 2022 દરમિયાન ઉપગ્રહ દ્વારા માપવામાં આવેલા તમામ સાત મહાસાગરના રંગોનો ઉપયોગ કરીને આંકડાકીય વિશ્લેષણ હાથ ધર્યું હતું.

તેઓએ સૌપ્રથમ જોયું કે આપેલ વર્ષ દરમિયાન સાત રંગો એક પ્રદેશથી બીજા પ્રદેશમાં કેટલા બદલાયા છે, જેનાથી તેમને તેની કુદરતી વિવિધતાનો ખ્યાલ આવ્યો.

ટીમે એ જોવા માટે ઝૂમ આઉટ કર્યું કે સમુદ્રના રંગમાં આ વાર્ષિક ભિન્નતા બે દાયકાના લાંબા ગાળામાં કેવી રીતે બદલાઈ. આ વિશ્લેષણથી સામાન્ય વર્ષ-દર-વર્ષમાં થતા પરિવર્તન વિશે ખ્યાલ આવ્યો.