ચીન અને પાકિસ્તાનનો ભારત પર એટેક કરવાનો પ્લાન!

ટોચના સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન અને ચીન જમ્મુ અને કાશ્મીરનામાં આતંકવાદી પ્રવૃત્તિને પુનર્જીવિત કરવા માટે સહયોગ કરી રહ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • આ ઘટસ્ફોટ જમ્મુના પુંછમાં આતંકવાદી હુમલામાં ચાર સૈનિકોની હત્યાને અનુસરે છે
  • હિંસામાં વધારો ઈસ્લામાબાદ અને બેઈજિંગની સંકલિત વ્યૂહરચનાનો એક ભાગ છે

જમ્મુ-કાશ્મીરમાં સક્રિય પાકિસ્તાની આતંકવાદીઓને ચીનની મદદ મળી રહી છે હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સેના પર હુમલો કરવા માટે આતંકવાદીઓ ચીની હથિયારો અને અન્ય ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ પાસે ચાઈનીઝ કેમેરા અને આધુનિક હથિયારો છે. જેનો ઉપયોગ તેઓએ ભારત વિરોધી હુમલા માટે શરૂ કરી દીધો છે અને આ સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

સીક્રેટ એજન્સીઓને મળ્યા પુરાવા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીન હાલમાં પાકિસ્તાની સેનાને મોટા પ્રમાણમાં હથિયારો, ડ્રોન અને હેન્ડ ગ્રેનેડની સપ્લાય કરી રહ્યું છે. બાદમાં સેના દ્વારા આ હથિયારો અને સાધનો આતંકવાદીઓને પહોંચાડવામાં આવી રહ્યા છે. એટલે કે ચીને આડકતરી રીતે આતંકવાદીઓને મદદ કરવાનું શરૂ કરી દીધું છે. ભારતીય ગુપ્ત એજન્સીઓને આના પુરાવા મળ્યા છે. 

આતંકવાદીઓ પાસેથી ચાઈનીઝ ગન મળી
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરમાં ત્રણ મોટા હુમલા કર્યા છે, જેમાં મોટા ખુલાસા થયા છે. પાકિસ્તાનથી ભારતમાં ઘૂસેલા આતંકવાદીઓ પાસેથી સ્નાઈપર ગન પણ મળી આવી છે. જેમાં ચાઈનીઝ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્નાઈપરનો ઉપયોગ ભારતીય સેના સામે થાય છે. 

ચીનમાં બનેલા કેમેરાનો ઉપયોગ
આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ત્રણ મોટા હુમલા બાદ કેટલીક તસવીરો જાહેર કરવામાં આવી હતી ત્યારે આ તસવીરો માટે ચીનમાં બનેલા કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય આતંકવાદીઓ દ્વારા એકબીજા સાથે વાતચીત કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનોનું ઉત્પાદન પણ ચીનમાં થતું હોવાનું બહાર આવ્યું છે.

પાક સેનાને હથિયાર સપ્લાય કરી રહ્યું છે ચીન!
ચીન આ તમામ હથિયારો અને કેમેરા સહિતના સાધનો સીધા આતંકવાદીઓને આપવાને બદલે પાકિસ્તાની સેનાને સપ્લાય કરી રહ્યું છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું નામ આતંકવાદના સમર્થક તરીકે ઉભરી ન આવે. આ પહેલા ચીને સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાની આતંકવાદીઓને સુરક્ષા આપી હતી.