હવે ચીન અને તાઇવાનની સરહદ પર યુદ્ધ…!

તાઇવાનના રાષ્ટ્રપતિ સાઇ ઇંગ વેન બુધવારે કેલિફોર્નિયામાં યુએસ સ્પીકર મેકકાર્થી સાથે મુલાકાત કરી છે. જેને ચીને ઉશ્કેરણીજનક કૃત્ય ગણાવ્યું છે. તાઇવાનના રાષ્ટ્રપતિની યુએસ મુલાકાતથી ગુસ્સે ભરાયેલા ચીને ફરીથી શક્તિ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. ચીન તાઈવાન સરહદ પાસે ત્રણ દિવસીય સૈન્ય અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યું છે. ચીન તાઈવાનને પોતાનો વિસ્તાર માને છે. આ અંગે […]

Share:

તાઇવાનના રાષ્ટ્રપતિ સાઇ ઇંગ વેન બુધવારે કેલિફોર્નિયામાં યુએસ સ્પીકર મેકકાર્થી સાથે મુલાકાત કરી છે. જેને ચીને ઉશ્કેરણીજનક કૃત્ય ગણાવ્યું છે. તાઇવાનના રાષ્ટ્રપતિની યુએસ મુલાકાતથી ગુસ્સે ભરાયેલા ચીને ફરીથી શક્તિ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. ચીન તાઈવાન સરહદ પાસે ત્રણ દિવસીય સૈન્ય અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યું છે. ચીન તાઈવાનને પોતાનો વિસ્તાર માને છે. આ અંગે તાઈવાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે, ટાપુની આસપાસના વિસ્તારમાં ચીનના 13 વિમાન અને 3 યુદ્ધ જહાજ હોવાના અહેવાલ મળ્યા છે.

ચીને તાઈવાનને ધમકી આપી

યુએસ હાઉસના સ્પીકર કેવિન મેકકાર્થીએ બુધવારે તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગ-વેનને સ્વ-શાસિત ટાપુ માટે યુએસ સમર્થનના એક કાર્યક્રમને હોસ્ટ કર્યો હતો. ચીન આ ટાપુને પોતાનો વિસ્તાર માને છે અને સતત ટાપુ ઉપર દાવો કરતું આવ્યું છે.

તાઇવાન એક સાર્વભૌમત્વ દેશ છે- સાઈ

ચીને તાઇવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેનને અમેરિકા જતા પહેલા જ ચેતવણી આપી હતી. ચીને અમેરિકા ઉપર વિવાદ વધારવાનો આરોપ મુક્યો હતો. જે અંગે તાઇવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન તાઈવાનને સાર્વભૌમત્વ રાષ્ટ્ર તરીકે ગણાવ્યું છે અને કહ્યું કે, તાઈવાન ‘વન ચાઈના’નો ભાગ નથી, તાઈવાન એક સાર્વભૌમત્વ દેશ છે. જોકે, ચીન તાઇવાનના વલણથી સતત નારાજ ચાલી રહ્યું છે.

એક મુલાકાતથી સ્થિતિ વણસી

મહત્વનું છે કે, તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેને બુધવારે કેલિફોર્નિયામાં યુએસ લોઅર હાઉસના અધ્યક્ષ કેવિન મેકકાર્થી સાથે મુલાકાત કરી હતી. તાઈવાનના રાષ્ટ્રપતિએ અમેરિકા જઈને યુએસ સ્પીકર સાથે મુલાકાત કરી હતી. જે બાદ ચીને ધમકી આપી હતી કે, જો રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન અમેરિકન સ્પીકર સાથે મુલાકાત કરે તો તે યોગ્ય નથી. જોકે, બાઇડન વહીવટીતંત્રે કહ્યું કે, તાઈવાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કોઈ ભડકાઉ બાબત નથી. તાઇવાન અને યુ એસ વચ્ચે એવા સમયે મુલાકાત થઇ જ્યારે યુએસ-ચીન સંબંધો હવેે ન પુરતા જ રહ્યાં છે.

ગત વર્ષે પણ ચીને તાઇવાનને ઘેરી લીધું હતું

મહત્વનું છે કે, ચીને ગત વર્ષે ઓગસ્ટમાં પણ તાઈવાનને ઘેરી લીધું હતુ, ત્યારબાદ અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની સ્પીકર નેન્સી પેલોસી તાઈવાન પહોંચી હતી. જ્યાં ચીન યુદ્ધ પ્રેક્ટિસ કરી રહ્યું હતું અને તાઈવાનને ડરાવી રહ્યું હતું. આ યુદ્ધ કવાયતમાં ચીને તાઈવાન સમુદ્રથી જમીન અને હવાઇ સરહદ સુધી ઘેરાબંધી કરી હતી. ચાઇનીઝ સૈન્ય દળો સૌથી આધુનિક ફાઇટર જેટનો ઉપયોગ હાઇપરસોનિક મિસાઇલોથી શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતા.