ચીનનાં ગુઆંગડોંગ પ્રાંતનાં બાલમંદિરમાં છરાંબાજીની ઘટના 

દક્ષિણ પૂર્વી ચીનનાં ગુઆંગડોંગ પ્રાંતમાંનાં એક બાલમંદિરમાં છરાબાજીની ઘટના બની છે જેમાં, ત્રણ બાળકો સહિત છ લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે આ ઈરાદાપૂર્વકનો હુમલો હતો અને તેને અંગે તેઓએ લિઆનજિયાંગમાં વુ નામના 25 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. જો કે હજુ સુધી આ હુમલો શા માટે કરવામાં આવ્યો હતો તે જાણકરી મળી નથી.  […]

Share:

દક્ષિણ પૂર્વી ચીનનાં ગુઆંગડોંગ પ્રાંતમાંનાં એક બાલમંદિરમાં છરાબાજીની ઘટના બની છે જેમાં, ત્રણ બાળકો સહિત છ લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે આ ઈરાદાપૂર્વકનો હુમલો હતો અને તેને અંગે તેઓએ લિઆનજિયાંગમાં વુ નામના 25 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. જો કે હજુ સુધી આ હુમલો શા માટે કરવામાં આવ્યો હતો તે જાણકરી મળી નથી. 

આ હુમલામાં બાળકો ઉપરાંત અન્ય પીડિતોમાં એક શિક્ષક અને માતા પિતા છે.  એક વ્યક્તિને ઇજા પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. રવિવારે સવારે 7.40 વાગ્યે જ્યારે માતા પિતા બાળકોને તેમના ઉનાળુ ક્લાસીસ માટે મૂકવા આવી રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. ઘટના બન્યા પછી લગભગ 8 વાગ્યે હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી. 

કિન્ડરગાર્ડન પાસે કામ કરતા એક દુકાન માલિકે જણાવ્યું કે,  આસપાસના વિસ્તારને પ્રતિબંધિત કરાયો છે. જ્યાં ઘટના બની તે લિયાનજિયાંગની વસ્તી લગભગ 1.87 મિલિયન છે. હુમલાની ઘટના ચાઇનીઝ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચીનમાં અગ્નિ હથિયારો પર પ્રતિબંધ છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ત્યાં છરીથી થતાં હુમલાઓ વધ્યા છે. તાજેતરના વર્ષોમાં જ એક ઘટનામાં હુમલાખોરે 50 વિદ્યાર્થીવાળા એક ક્લાસમાં રાસાયણિક સ્પ્રે કર્યું હતું. 

વર્ષ 2010થી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં ઓછામાં ઓછા 17 છરીના હુમલા થયા છે  તેમાંથી દસ 2018 અને 2023 ની વચ્ચે થયા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, દક્ષિણ-પૂર્વ જિયાંગસી પ્રાંતમાં એક કિન્ડરગાર્ડનમાં છરીથી હુમલો કરનાર હુમલાખોરે હુમલો કર્યો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા.

એપ્રિલ 2021માં સામૂહિક છરાંબાજીમાં બે બાળકોનાં મોત અને 16 અન્ય ઘાયલ થયા હતા. ઓકટોબર 2018માં દક્ષિણ પશ્ચિમ ચીનના ચોંગકિંગમાં બલમંદિરમાં છરીના હુમલામાં 14 બાળકો ઘાયલ થયા હતા. એમ માનવામાં આવે છે કે, ગુનેગારો સમાજ પ્રત્યે પોતાનો રોષ બતાવવા આવા નિંદનીય કામ કરે છે. અમેરિકાથી લઈને  જાપાન સુધી આવી સમાન પેટર્ન હેઠળ સામૂહિક હુમલા થતાં રહે છે જેની પાછળ ચોક્કસ કારણો હોઇ શકે છે.

તેઓ માને છે કે, કોવિડ રોગચાળો ચીનના શહેરોમાં સૌથી લાંબો ચાલ્યો અને તેને કારણે લોકડાઉનની ફરજ પડી હતી, તે એક કારણ હોય શકે છે. તે સમય પસાર થયા બાદની અસરો હજુ પણ સમજાઈ નથી. જેમાં લોકોનો રોષ, તેમના રોકાણ પર અવળી અસરો, નોકરી જતી રહેવી તેમજ સંબંધો પર પણ પડેલી અસરો હોઈ શકે છે. યુવાનોમાં બેરોજગારીનું ઉંચુ પ્રમાણ અને ગરીબ અને અમીર વચ્ચેની અસમાનતા,   તેમજ સામાજિક વંચિતતાની તીવ્ર ભાવનાને કારણે  હતાશાને બહાર કાઢવા તેઓ હિંસા કરી રહ્યા છે.