તાઈવાનના ઉપરાષ્ટ્રપતિ વિલિયમ લાઈની અમેરિકા મુલાકાત બાદ ચીને સૈન્ય અભ્યાસ વધાર્યો

તાઈવાનના ઉપરાષ્ટ્રપતિ વિલિયમ લાઈ ચિંગ તેના અમેરિકી પ્રવાસને લઈ ચીન હાલ ભારે ઉશ્કેરાયેલું છે. તાઈવાનને પાઠ ભણાવવા માટે ચીન સતત સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે. સાથે જ ચીને આ ઘટનાને અલગાવવાદી શક્તિઓ માટે ગંભીર ચેતવણી સમાન ગણાવી છે. નોંધનીય છે કે, વિલિયમ લાઈ આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી ચૂંટણીમાં તાઈવાનના ભાવિ રાષ્ટ્રપતિ બનવા માટે પ્રબળ દાવેદાર […]

Share:

તાઈવાનના ઉપરાષ્ટ્રપતિ વિલિયમ લાઈ ચિંગ તેના અમેરિકી પ્રવાસને લઈ ચીન હાલ ભારે ઉશ્કેરાયેલું છે. તાઈવાનને પાઠ ભણાવવા માટે ચીન સતત સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે. સાથે જ ચીને આ ઘટનાને અલગાવવાદી શક્તિઓ માટે ગંભીર ચેતવણી સમાન ગણાવી છે. નોંધનીય છે કે, વિલિયમ લાઈ આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી ચૂંટણીમાં તાઈવાનના ભાવિ રાષ્ટ્રપતિ બનવા માટે પ્રબળ દાવેદાર ગણાય છે. તેઓ 18 ઓગષ્ટના રોજ અમેરિકાથી તાઈવાન પરત આવ્યા હતા.

તાઈવાન અને ચીન વચ્ચે છેલ્લા અનેક વર્ષોથી ભારે તણાવ ચાલી રહ્યો છે. તાઈવાનના ઉપરાષ્ટ્રપતિ વિલિયમ લાઈ તાજેતરમાં પરાગ્વેની યાત્રાએ હતા. આ દરમિયાન તેઓ 2 વખત સંયુક્ત રાજ્ય અમેરિકામાં રોકાયા હતા અને ત્યાં સત્તાવાર રીતે ભાષણ પણ આપ્યું હતું. આ કારણે ચીન રોષે ભરાયું છે. વિલિયમ લાઈ તાઈપે પરત આવ્યા એટલે ચીને પોતાનો ગુસ્સો દર્શાવવા માટે તાઈવાનની આજુબાજુ સૈન્ય અભ્યાસ શરૂ કરી દીધો છે. 

ચીનના ગુસ્સાનું કારણ

ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ માટે તાઈવાન એક ખૂબ જ ભાવનાત્મક મુદ્દો છે. 1949ના વર્ષમાં માઓત્સે તુંગ કોમ્યુનિસ્ટ્સ સાથેના ગૃહ યુદ્ધમાં હારી ગયા ત્યાર બાદ પરાજિત રિપબ્લિક ઓફ ચાઈના સરકાર તાઈવાન ભાગી ગઈ હતી. ત્યારથી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના દ્વારા તાઈવાન તેમનું ક્ષેત્ર હોવાનો દાવો કરવામાં આવે છે. 

ચીને વારંવાર તાઈવાનને અમેરિકી અધિકારીઓ સાથે વાતચીત બંધ કરવા આહ્વાન કર્યું છે. ઉપરાંત તાઈવાનના નેતાઓને અમેરિકા જવા માટે પણ ના પાડી છે. આમ, તાઈવાનના નેતાની અમેરિકાની મુલાકાત તે ચીનથી અલગ દેશ હોવાનું દર્શાવે છે. 

જાણો ક્યારથી ચાલી રહ્યો છે ચીન-તાઈવાન સંઘર્ષ

ચીન હંમેશા એમ માનતું આવ્યું છે કે, ભવિષ્યમાં તાઈવાન ચીનનો હિસ્સો બની જશે. 1683થી 1895 દરમિયાન ચીનનું ચિંગ રાજવંશ તાઈવાનમાં શાસન કરતું હતું. 1985ના વર્ષમાં ચીને જાપાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને તાઈવાન જાપાનના હિસ્સામાં ગયું હતું.

બાદમાં બીજા વિશ્વ યુદ્ધમાં અમેરિકા સામે જાપાનની હાર બાદ તાઈવાનને ચીનના દિગ્ગજ રાજનેતા ચૈંગ કાઈ શેકને સોંપવાની વિચારણા થઈ હતી. કોમ્યુનિસ્ટ સેના સામે હાર મેળવ્યા બાદ ચૈંગ કાઈ શેક ભાગીને તાઈવાન પહોંચ્યા હતા. બાદમાં અનેક વર્ષો સુધી તાઈવાન પર ચૈંગનું પ્રભુત્વ રહ્યું હતું. 

ચીને જ્યારે તાઈવાન સમક્ષ ‘વન કન્ટ્રી ટુ સિસ્ટમ’નો પ્રસ્તાવ રજૂ કર્યો તો તાઈવાને તેને ઠુકરાવી દીધો હતો. વર્ષ 2000માં ચેન શ્વાય બિયાન તાઈવાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા ત્યારે તાઈવાનને એક સ્વતંત્ર દેશ તરીકે દર્શાવાયું હતું. આ કારણે ચીનની નારાજગી વધી હતી અને ત્યારથી બંને દેશ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.