ચીને બદલ્યા ભારતના અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નામ

ચીન વારંવાર અરુણાચલ પ્રદેશમાં કંઈ કરતુ રહે છે. ક્યારેક ચીની સૈનિકોને મોકલીને હુમલા કરાવે છે તો અરુણાચલના કેટલાક વિસ્તારોનાં નામ બદલીને અરુણાચલ પ્રદેશ ચીનનો ભાગ છે તેવા આક્ષેપો કરે છે. ચીને ભારતના અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નામ બદલ્યા છે. આ અંગે અમેરિકાએ આકરી પ્રતિક્રિયા આપી છે. USએ કહ્યું કે અમેરિકા, અરુણાચલ પ્રદેશના ભારતીય ક્ષેત્ર પર […]

Share:

ચીન વારંવાર અરુણાચલ પ્રદેશમાં કંઈ કરતુ રહે છે. ક્યારેક ચીની સૈનિકોને મોકલીને હુમલા કરાવે છે તો અરુણાચલના કેટલાક વિસ્તારોનાં નામ બદલીને અરુણાચલ પ્રદેશ ચીનનો ભાગ છે તેવા આક્ષેપો કરે છે. ચીને ભારતના અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નામ બદલ્યા છે. આ અંગે અમેરિકાએ આકરી પ્રતિક્રિયા આપી છે. USએ કહ્યું કે અમેરિકા, અરુણાચલ પ્રદેશના ભારતીય ક્ષેત્ર પર દાવો કરવાના ચીનના પ્રયાસોનો વિરોધ કરે છે. અમેરિકાએ ચીનને લપડાક આપતા અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન હિસ્સો ગણાવ્યો હતો. ચીને આ સ્થાનોના નામ ચીની અક્ષરો, તિબેટીયન પિનયિન ભાષાઓમાં બદલ્યા છે. ચીનના મંત્રાલયે ૨ એપ્રિલ ૨૦૨૩ના, 11 સ્થળોના નામની જાહેરાત કરી હતી. બે રહેણાંક વિસ્તારો, પાંચ પર્વત શિખરો, બે નદીઓ અને અન્ય બે વિસ્તારોના નામ બદલી નાખ્યા છે.આ પહેલા એપ્રિલ ૨૦૧૭માં ૬ સ્થળોના અને ડિસેમ્બર ૨૦૨૧માં ૧૬ સ્થળોના નામ બદલ્યા હતા. ચીને અરુણાચલ પ્રદેશમાં એકપક્ષીય રીતે સ્થાનોનું નામ બદલ્યા હતા અને આ ત્રીજી વખત છે.

અમેરિકાના વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન પિયરે જણાવ્યું હતું કે, “અમેરિકાએ લાંબા સમયથી અરુણાચલ પ્રદેશને ભારતના અભિન્ન અંગ તરીકે માન્યતા આપી છે. અમે પ્રાદેશિક દાવાઓને આગળ વધારવા માટે કોઈપણ કારણોસર પ્રદેશોનું નામ બદલી શકાય નહીં.જ્યારે, ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોનાં નામ બદલવાની વચ્ચે ભારતે કહ્યું કે આ રાજ્ય ભારતનો અભિન્ન અને અતૂટ ભાગ છે અને બનાવટી નામો રાખવાથી આ વાસ્તવિકતા બદલાશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, “અમે આવા અહેવાલો પહેલા પણ જોયા છે. આ પહેલીવાર નથી જ્યારે ચીને આ પ્રકારનો પ્રયાસ કર્યો હોય. અમે તેને સ્પષ્ટપણે નકારીએ છીએ.”

ચીનની આ કાર્યવાહી બાદ ભારતના વિદેશ મંત્રાલયે પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. ભારતે અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાના ચીનના પ્રયાસને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે. અરુણાચલ પ્રદેશ એ ચીનના સંભવિત હુમલાઓને ટાળવા માટે ભારતના બહુસ્તરીય હવાઈ સંરક્ષણને તહેનાત કરવા માટે સૌથી યોગ્ય સ્થળ છે. ભારતીય વાયુસેનાને મજબૂત કરવા માટે અરુણાચલમાં 4 એરપોર્ટ બનાવવામાં આવ્યાં છે. આ સાથે આલા, મેચુકા, પાસીઘાટ, તવાંગ એરફોર્સ સ્ટેશન, ટૂટિંગ, વિજયનગર, વાલોંગ, ઝીરો, દાપોરીજો ખાતે 9 એર સ્ટ્રીપ્સ છે. મેકમોહન લાઇન પાસે કેટલાંય હેલિપેડ બનાવવામાં આવ્યાં છે. યુદ્ધની સ્થિતિમાં વાયુસેના આ જગ્યાઓથી ચીન સામે મોરચો લડી શકે છે.