SCO સમિટમાં ચીનના શી જિનપિંગ વર્ચ્યુઅલ હાજરી આપશે

ભારત દ્વારા આયોજિત SCO પ્રાદેશિક બેઠકમાં ચીનના શી જિનપિંગ વર્ચ્યુઅલ હાજરી આપશે.આ SCO સમિટમાં શી જિનપિંગની ભાગીદારી વિશે આ પ્રથમ સત્તાવાર જાહેરાત છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતા અઠવાડિયે ભારત દ્વારા આયોજિત શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનના વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લેશે, એમ શુક્રવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે એક યાદીમાં જણાવ્યું […]

Share:

ભારત દ્વારા આયોજિત SCO પ્રાદેશિક બેઠકમાં ચીનના શી જિનપિંગ વર્ચ્યુઅલ હાજરી આપશે.આ SCO સમિટમાં શી જિનપિંગની ભાગીદારી વિશે આ પ્રથમ સત્તાવાર જાહેરાત છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતા અઠવાડિયે ભારત દ્વારા આયોજિત શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનના વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લેશે, એમ શુક્રવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે એક યાદીમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, રાષ્ટ્રપતિ બેઈજિંગમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપશે. SCOની કાઉન્સિલ ઑફ હેડ્સની 4 જુલાઈએ યોજાનારી 23મી બેઠકમાં ભાગ લેશે અને અગત્યના મુદ્દે તેમના પ્રતિભાવો આપશે. 

શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન એક અસરકારક આર્થિક અને સુરક્ષાને લગતી  સંસ્થા છે અને તેની ગણના સૌથી મોટા આંતર-પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં થાય છે. 

2001માં SCOની સ્થાપના રશિયા, ચીન, કિર્ગીઝ રિપબ્લિક, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના પ્રમુખો દ્વારા શાંઘાઈ સમિટમાં કરવામાં આવી હતી. 2017માં ભારત અને પાકિસ્તાન તેના કાયમી સભ્યો બન્યા હતા. આ વર્ષે આ સંગઠનના પ્રમુખપદે ભારત છે. 

ભારતના પ્રમુખપદ હેઠળ પ્રથમ વખત યોજાનારી સમિટ અગાઉ ભારત દ્વારા  મંગળવારે બેઈજિંગમાં SCO સચિવાલયમાં ઉત્કૃષ્ટ ડિઝાઈનવાળા “નવી દિલ્હી હોલ” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 

SCOના છ સ્થાપક સભ્યો, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનાં અગાઉથી જ તેમની સંસ્કૃતિઓ અને વિશિષ્ટ વિશેષતાઓને દર્શાવતા હૉલ છે ત્યારે હવે ભારતે તેમાં પોતાની સંસ્કૃતિ ધરાવતો હૉલ જોડ્યો છે.   આ હૉલનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરતાં વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે નવી દિલ્હી હૉલમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓને પ્રદર્શિત કરતાં  “મિની-ઈન્ડિયા”ની પરીકલ્પના કરવામાં આવી છે.

તેમાં સમગ્ર ભારતમાં જોવા મળતી સમૃદ્ધ સ્થાપત્ય કારીગરીનું પ્રતિનિધિત્વ કરતા  હોલનું ઉત્કૃષ્ટ પેટર્ન સાથે ડિઝાઇન કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. 

સપ્ટેમ્બરમાં, ભારત G20 સમિટનું આયોજન કરશે, જેના માટે તે શી જિનપિંગ અને પુતિન ઉપરાંત SCOનાં અન્ય નેતાઓને આમંત્રિત કરશે અને સમિટની થીમ ‘ટુવર્ડ્સ એ સિક્યોર એસસીઓ’ રહેશે જે 2018ની SCO સમિટમાં વડાપ્રધાન મોદીએ SECURE ટૂંકું નામ બનાવ્યું હતું અને તેનો અર્થ સુરક્ષા છે; અર્થતંત્ર અને વેપાર; કનેક્ટિવિટી; એકતા; સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે આદર; અને પર્યાવરણ તેમ પણ તેમણે જણાવ્યું હતું.