BRICS સમિટ દરમિયાન એક ઘટનાથી ચોંકી ગયા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, તેમના સુરક્ષાકર્મીને અટકાવાયો

દક્ષિણ આફ્રિકાની રાજધાની જ્હોનિસબર્ગ ખાતે ચાલી રહેલી 15મી BRICS સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના એક સહાયકને સુરક્ષા અધિકારીઓએ અટકાવ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા પહોંચતા જ ચીનના રાષ્ટ્રપતિએ એક અસહજ કરી દેતી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.  BRICS સમિટ વખતે શી જિનપિંગ ચોંકી ગયા શી […]

Share:

દક્ષિણ આફ્રિકાની રાજધાની જ્હોનિસબર્ગ ખાતે ચાલી રહેલી 15મી BRICS સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના એક સહાયકને સુરક્ષા અધિકારીઓએ અટકાવ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા પહોંચતા જ ચીનના રાષ્ટ્રપતિએ એક અસહજ કરી દેતી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. 

BRICS સમિટ વખતે શી જિનપિંગ ચોંકી ગયા

શી જિનપિંગ જ્યારે બ્રિક્સ સંમેલનમાં સામેલ થવા માટે સૈંડટન કન્વેંશન સેન્ટરની અંદર રેડ કાર્પેટ પર ચાલવા લાગ્યા ત્યારે તેમની પાછળ આવી રહેલા ચીની અધિકારીને અટકાવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ચીનના રાષ્ટ્રપતિ અંદર દાખલ થયા એટલે અધિકારી પણ દોડીને તેમના પાછળ જવા લાગ્યો હતો. તે જોઈને ત્યાં રહેલા સુરક્ષાકર્મીઓએ તેમને અટકાવી દીધા હતા. 

ત્યાર બાદ સુરક્ષા ગાર્ડે અવાજ વધી જવાના કારણે દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં દરવાજો હલતો દેખાયો હતો જેનાથી બહાર ધક્કા મુક્કી ચાલતી હોવાનું અનુમાન લગાવી શકાય છે. 

વીડિયોમાં જોઈ શકાય છે કે, આ ઘટના બાદ ચીની રાષ્ટ્રપતિ ચોંકી ગયા હતા અને વળી વળીને પાછળ જોતા હતા પરંતુ દક્ષિણ આફ્રિકાના સુરક્ષા અધિકારીઓએ ચીની અધિકારીને અંદર નહોતા આવવા દીધા. 

આ દરમિયાન શી જિનપિંગે BRICS સંમેલનને સંબોધિત પણ કર્યું હતું. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ઉદ્દેશ્યો અને સિદ્ધાંતોના આધાર પર તમામ દેશોએ સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય નિયમો લખવા જોઈએ, માત્ર કોઈ શક્તિશાળી દેશના કહેવાથી નહીં. બ્રિક્સ દેશોએ એકબીજા સાથે ખભે ખભો મેળવીને ઉભા રહેવું જોઈએ અને વિભાજનકારી નીતિઓથી દૂર રહેવું જોઈએ. 

શીત યુદ્ધની માનસિકતા હજુ પણ ડરાવનારી

શી જિનપિંગે જણાવ્યું હતું કે, આપણે શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવા માટે રાજકીય સુરક્ષા અને સહયોગ વધારવો જોઈએ. શીત યુદ્ધની માનસિકતા હજુ પણ આપણી દુનિયાને ડરાવે છે. જિયો પોલિટિકલ સ્થિતિ ગંભીર બની રહી છે. બ્રિક્સ દેશોએ શાંતિપૂર્ણ વિકાસની દિશામાં કામ કરતા રહેવું જોઈએ. આપણે બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક, રાષ્ટ્રીય સુરક્ષા મામલે ઉચ્ચ અધિકારીઓની બેઠકનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. 

ચીનના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સહયોગનો વિસ્તાર કરવો જોઈએ. આ સાથે જ AI ટેક્નોલોજીની વિશ્વસનીયતાની દિશામાં સતત સુધારા માટે કામ કરવું જોઈએ. BRICS સંમેલનમાં પહોંચેલા વડાપ્રધાન મોદીએ બ્રિક્સના વિસ્તાર પર ભારત તરફથી સહમતિ દર્શાવી હતી. સાથે જ બ્રિક્સને ભારત તરફથી 5 સૂચન પણ કર્યા હતા.

આ તરફ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મંગળવારે બ્રિક્સ બિઝનેસ ફોરમમાં સામેલ નહોતા થયા. આ કારણે તેમની તબિયત ખરાબ હોવાની અટકળો લગાવાઈ રહી છે.