CM Bhupendra Patelએ ટોક્યોમાં જાપાનના અગ્રણી ઉદ્યોગ-રોકાણકારો સાથે રોડ શો યોજ્યો

ભૂપેન્દ્ર પટેલે 200થી વધુ બિઝનેસમેન સાથે મુલાકાત કરી

Courtesy: Image: Twitter

Share:

 

CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જાપાન પ્રવાસના ચોથા દિવસે ટોક્યોમાં જાપાનના અગ્રણી ઉદ્યોગ-રોકાણકારો, બિઝનેસ પ્રોફેશનલ્સ સાથે રોડ શો યોજ્યો હતો. 2003થી શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી જાન્યુઆરી 2024માં યોજાઈ રહેલી 10મી એડિશનમાં જાપાનના ઉદ્યોગ-રોકાણકારોની સહભાગીતા પ્રેરિત કરવા મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતનું હાઈલેવલ ડેલીગેશન જાપાન-સિંગાપોરના સાપ્તાહિક પ્રવાસે છે.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આ સંદર્ભમાં જાપાનના 200થી વધુ અગ્રણી ઉદ્યોગ રોકાણકારો-બિઝનેસ પ્રોફેશનલ્સ સમક્ષ ગુજરાતના સર્વગ્રાહી વિકાસ સાથે ભારતના વિકાસ રોલ મોડેલ રાજ્ય તરીકેની વિકાસ ગાથાની પ્રભાવક પ્રસ્તુતિ આ રોડ શોમાં કરી હતી. 

જાપાન આધુનિક ટેકનોલોજી અને પ્રાચીનતમ સંસ્કૃતિ માટે મશહૂર છે: CM Bhupendra Patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું કે જાપાન સમગ્ર વિશ્વમાં આધુનિક ટેકનોલોજી અને પ્રાચીનતમ સંસ્કૃતિ માટે મશહૂર છે. આ પ્રતિષ્ઠા સ્થાપિત કરવામાં ઉદ્યોગકારોનો સહયોગ મહત્વપૂર્ણ છે. ભારત અને જાપાન બંને દેશો માનવતા અને આધુનિકતાના સિદ્ધાંતમાં માને છે. એટલું જ નહીં, ગુજરાતે તો વિકાસના રોલ મોડલ અને પોલીસી ડ્રિવન સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે.  

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સ્પષ્ટપણે જણાવ્યું કે જાપાનના અનુભવ અને ક્ષમતા સાથે ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા અને જાપાનની ટેકનોલોજી સાથે ગુજરાતના યુથ ટેલેન્ટના સમન્વયથી જાપાન-ભારત-ગુજરાત સંબંધોને નવી ઊંચાઈ મળશે.

 

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભારતે G20 ની સફળ પ્રેસિડેન્સીથી ક્લાઈમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યા સામે ગ્રીનર સસ્ટેઈનેબલ ફ્યુચરનો રોડ મેપ આપ્યો છે. 2027 સુધીમાં કાર્બન મુક્ત નેટ ઝિરો ઈકોનોમી હાંસલ કરવાના લક્ષ્ય માટે ગ્રીન ગ્રોથને પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે આગામી વાઈબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાત આ નવા ઉભરતા ક્ષેત્રમાં લીડ લેવા સજ્જ છે.  

 

મુખ્યમંત્રી (CM Bhupendra Patel)એ આ સમયે સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, ઈ-મોબિલીટી, નવીનીકરણીય ઉર્જા તથા વૈશ્વિક નાણાકીય પ્રવૃત્તિઓ જેવા આગામી  ભવિષ્યના વિકાસના  સેક્ટર્સ પર ગુજરાતે વિશેષ ભાર મૂક્યાની જાણકારી આપી હતી. 

 

તેમણે કહ્યું કે ગુજરાતની પોલીસી ડ્રીવન સ્ટેટ, પ્રો-એક્ટીવ અપ્રોચ, પ્રોત્સાહક અભિગમવાળા રાજ્ય તરીકેની પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરતા જાપાનીઝ ઉદ્યોગ રોકાણકારોને વાઈબ્રન્ટ સમિટ 2024માં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.

 

જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JETRO) ના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ કાઝુયા નાકાજો અને JETRO ના ડાયરેક્ટર જનરલ તાકેહિકો ફુરુકાવાએ ગુજરાતે સાધેલા નોંધપાત્ર વિકાસની તેમજ ભારતમાં ગુજરાતે ઊભા કરેલા સ્થાનની સરાહના કરી. તેમણે વૈશ્વિક બિઝનેસ ઈકોસિસ્ટમમાં ગુજરાતની અભિન્ન ભૂમિકાને હાઈલાઈટ કરી હતી. 

 

સુઝુકીના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ કેનિચી આયુકાવાએ ગુજરાતમાં કામ કરવા અંગેની સફળતાની વિગતો આપતાં વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના સક્રિય સ્વભાવની પ્રશંસા કરી અને ગુજરાત વિશેના તેમના હકારાત્મક અનુભવને શેર કર્યા હતા.