Video: ગાયોને VR હેડસેટ પહેરાવીને કરાયો જોરદાર પ્રયોગ... ગાયોનો સ્ટ્રેસ થઈ ગયો ઓછો!

આનાથી તેમનું સ્ટ્રેસ લેવલ ઓછું થાય અને તેઓ વધારે સારી ગુણવત્તા વાળુ અને વધારે માત્રામાં દૂધ આપી શકે. 

Share:

હાઈલાઇટ્સ

  • ટૂંકમાં આ VR થી ગાયોને લાગ્યું કે તેઓ પૂર્ણતઃ ખીલેલી પ્રકૃતિની વચ્ચે જ છે
  • શાંત વાતાવરણમાં ગાયોના દૂધની માત્રા અને તેની ગુણવત્તામાં પણ ઉલ્લેખનીય સારી વૃદ્ધિ થાય છે

21 મી સદીમાં ટેક્નોલોજીનો ઉપયોગ હવે માત્ર માણસો જ નથી કરતા પરંતુ પશુઓ માટે પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. મોસ્કોમાં એક રશિયન ડેરીએ તેની ગાયો માટે VR હેન્ડસેટનું પરીક્ષણ કર્યું છે કે જેથી કરીને તેમનું સ્ટ્રેસ લેવલ ઓછું થઈ શકે. આ VR હેન્ડસેટમાં હરીયાળા ખેતરો અને હરીયાળી પકૃતિના વિડીયોઝ પ્લે કરવામાં આવે છે. આનાથી ફાયદો એ થાય કે, ગાયોને એવું લાગે કે તેઓ સોળે કળાએ ખીલેલી પ્રકૃતિની વચ્ચે છે. આનાથી તેમનું સ્ટ્રેસ લેવલ ઓછું થાય અને તેઓ વધારે સારી ગુણવત્તા વાળુ અને વધારે માત્રામાં દૂધ આપી શકે. 

 

મોસ્કોના કૃષિ મંત્રાલયે કહ્યું કે સંશોધનમાં ગાયના ભાવનાત્મક અનુભવ અને તેના દૂધની ઉપજ વચ્ચેની કડીઓ જોવા મળી છે. ડેવલપર્સની એક ટીમે પશુચિકિત્સકો અને ડેરી ઉત્પાદન માટે સલાહકારોની મદદથી ગાયો માટે કેટલાક મોટા VR હેન્ડસેટ બનાવ્યા.

આ VR હેન્ડસેટમાં ગાયોએ એક જંગલી વિસ્તૃત મેદાનોનો અનુભવ કર્યો. ટૂંકમાં આ VR થી ગાયોને લાગ્યું કે તેઓ પૂર્ણતઃ ખીલેલી પ્રકૃતિની વચ્ચે જ છે. રિપોર્ટ અનુસાર, આ પ્રયોગ વર્ષ 2019 માં મોસ્કોના રામેંસ્કી જિલ્લાના રુસમોલોકો ફાર્મમાં કરવામાં આવ્યો હતો. ત્યાંના કૃષિ મંત્રાલયે કહ્યું કે, વિભિન્ન દેશોના ડેરી ફાર્મોના ડેટા દર્શાવે છે કે, શાંત વાતાવરણમાં ગાયોના દૂધની માત્રા અને તેની ગુણવત્તામાં પણ ઉલ્લેખનીય સારી વૃદ્ધિ થાય છે. પ્રારંભીક પરીક્ષણોથી ખ્યાલ આવ્યો કે, આ પ્રયોગ કરવાથી ગાયોએ એક અદભુત શાંતિનો અનુભવ કર્યો અને તેમની ભાવનાત્મક મનોદશામાં વૃદ્ધિ જોવા મળી. 

2022 માં, તુર્કીના પશુપાલક ઇઝેટ કોકાકે અક્સરાયમાં બે ગાયો પર VR હેડસેટ્સનો પ્રયાસ કર્યો. તેમનું આઉટપુટ 5.8 ગેલનથી 7 ગેલન પ્રતિ દિવસ થયું. અગાઉ તે પોતાના પ્રાણીઓને ખુશ રાખવા માટે શાસ્ત્રીય સંગીત વગાડતો હતો. “તેઓ લીલું ગોચર જોઈ રહ્યા છે અને તે તેમને ભાવનાત્મક પ્રોત્સાહન આપે છે. તેઓ ઓછા તણાવગ્રસ્ત છે, ”તે સમયે ન્યુયોર્ક પોસ્ટ દ્વારા ઇઝેટને ટાંકવામાં આવ્યું હતું.
 

Tags :