Cyclone Tej: અરબ સાગરમાં ઉઠેલાં તેજ વાવાઝોડાથી ગુજરાતને શું અસર થશે જાણો

Cyclone Tej: હવામાન વિભાગે શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ અરબ સાગર (Arabian Sea)માં દબાણનું એક ક્ષેત્ર વિકસિત થયું છે જે 21મી ઓક્ટોબરની સવારે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ વર્ષે અરબ સાગરમાં સર્જાનારૂં તે બિપરજોય બાદનું બીજું વાવાઝોડુ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ તેને તેજ વાવાઝોડા (Cyclone Tej) તરીકે ઓળખાવ્યું છે.  Cyclone Tejની […]

Share:

Cyclone Tej: હવામાન વિભાગે શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ અરબ સાગર (Arabian Sea)માં દબાણનું એક ક્ષેત્ર વિકસિત થયું છે જે 21મી ઓક્ટોબરની સવારે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ વર્ષે અરબ સાગરમાં સર્જાનારૂં તે બિપરજોય બાદનું બીજું વાવાઝોડુ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ તેને તેજ વાવાઝોડા (Cyclone Tej) તરીકે ઓળખાવ્યું છે. 

Cyclone Tejની ગુજરાત પર અસર

દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં ઉઠી રહેલા તેજ વાવાઝોડા (Cyclone Tej)ની ગુજરાત પર કોઈ અસર નહીં જોવા મળે. હવામાન વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. હવામાન વિભાગને એવી આશંકા છે કે, રવિવારના રોજ તેજ વાવાઝોડુ ભંયકર સ્વરૂપ ધારણ કરી શકે છે અને ઓમાનના દક્ષિણ કિનારાઓ અને નજીક આવેલા યમન તરફ આગળ વધી શકે છે. 

વધુ વાંચો: નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકના જોખમથી બચવા આ 6 ટિપ્સ અપનાવો

વાવાઝોડુ રસ્તો બદલે તેવી પણ શક્યતા

ભારતીય હવામાન વિભાગે એમ પણ જણાવ્યું હતું કે, ઘણી વખત વાવાઝોડું પોતાનો રસ્તો બદલી પણ નાખતું હોય છે. આમ 22મી ઓક્ટોબરની સાંજ સુધીમાં તેજ વાવાઝોડું (Cyclone Tej) ભયાનક સ્વરૂપ ધારણ કરવાની સાથે જ દક્ષિણ ઓમાન અને યમનના કિનારાઓ તરફ આગળ વધે તેવી શ્કયતા છે. તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે.

આ કારણે જ તેજ વાવાઝોડું ગુજરાત પર, જે પશ્ચિમમાં છે તેની પર કોઈ અસર નહીં પાડે. આગામી 7 દિવસો સુધી ગુજરાતનુંવાતાવરણ શુષ્ક રહેશે. રાજ્યના રાહત અધિકારી આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, હાલ તેજ વાવાઝોડાના કારણે કોઈ જોખમ નથી. 

નોંધનીય છે કે, જૂન મહિનામાં અરબ સાગર (Arabian Sea)માં ઉઠેલા બિપરજોય વાવાઝોડાએ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ભારે તબાહી મચાવી હતી. બિપરજોય વાવાઝોડુ પહેલા પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું હતું પરંતુ બાદમાં તેણે દિશા બદલી હતી અને કચ્છના કિનારે જઈને અથડાયું હતું. 

આ વર્ષે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડુ સર્જાઈ રહ્યું છે અને હવામાન ક્ષેત્રના વૈજ્ઞાનિકોએ ઘણી વખત વાવાઝોડા પૂર્વાનુમાનિત રસ્તા બદલી શકે છે જે બિપરજોય વાવાઝોડા વખતે જોઈ લીધું છે તેમ જણાવ્યું હતું. બિપરજોય વાવાઝોડુ શરૂમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યા બાદ ગુજરાતમાં માંડવી અને પાકિસ્તાનમાં કરાચી તરફ આગળ વધ્યું હતું. 

વધુ વાંચો: કચ્છના ધોરડો ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામનો એવોર્ડ મળ્યો

હવામાન વિશેની આગાહી કરનારી ખાનગી એજન્સી સ્કાઈમેટ વેધરના કહેવા પ્રમાણે મોટા ભાગના મોડલ તેજ વાવાઝોડુ યમન-ઓમાનના કિનારે આગળ વધી રહ્યું હોવાના સંકેત આપે છે. જોકે વૈશ્વિક પૂર્વાનુમાન તંત્ર મોડલ તે અરબ સાગરના ઉંડા મધ્ય ભાગોમાં સ્થિત હોવા પર પુનરાવૃત્તિનું સૂચન આપે છે જેથી આ વાવાઝોડુ પાકિસ્તાન અને ગુજરાતના કિનારા તરફ પણ ફંટાઈ શકે છે.