Cyclonic storm ‘Michaung’: આગામી 48 કલાકમાં બંગાળની ખાડીને ટકરાશે

80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

Courtesy: Image: Twitter

Share:

 

Cyclonic storm ‘Michaung’: બંગાળની દક્ષિણપૂર્વ ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્ર પરનો લો-પ્રેશર વિસ્તાર હવે વેલ માર્કંડ લો-પ્રેશર વિસ્તારમાં ફેરવાયો છે. જેના કારણે ચક્રવાતી તોફાન મિચાંગ (Cyclonic storm ‘Michaung’)નું જોખમ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે વેધર સિસ્ટમ અંગે ચેતવણી જાહેર કરી છે. 

 

IMD દ્વારા આગાહી કરવામાં આવી છે કે ચક્રવાતની સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર દિશામાં આગળ વધે તેવી શક્યતાઓ છે, જે 30 નવેમ્બર સુધીમાં દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં તીવ્રતા સાથે પહોંચી શકે છે. ચક્રવાતી તોફાન ‘મિચાંગ’ (Cyclonic storm ‘Michaung’) આગામી 48 કલાકમાં વધુ તોફાની બની શકે છે અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીને ટકરાઈ શકે છે.

 

હવામાનની આગાહી કરતી એજન્સી અનુસાર, આ ચક્રવાત ‘મિચાંગ’ (Cyclonic storm ‘Michaung’)ને કારણે નિકોબાર ટાપુઓના મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેમાં 29 નવેમ્બર અને 1 ડિસેમ્બરની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે આંદામાન ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને 30 નવેમ્બરના રોજ ભારે વરસાદની શક્યતા છે.

તેજ ગતિએ પવન ફૂંકાવાની IMDએ આપી ચેતવણી

IMD અનુસાર, 29 નવેમ્બરના રોજ દક્ષિણ આંદામાન સમુદ્ર અને આસપાસના આંદામાન અને નિકોબાર ટાપુઓ પર 25-35 કિમી પ્રતિ કલાકથી લઈને 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 30 નવેમ્બરના રોજ બંગાળની દક્ષિણ-પૂર્વીય ખાડીમાં 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 1 ડિસેમ્બરે વાવાઝોડાની ઝડપ 50-60 કિમી પ્રતિ કલાકથી વધીને 70 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. 

IMDએ Cyclonic storm ‘Michaung’ને લઈને માછીમારોને આપી ચેતવણી

ચક્રવાત ‘મિચાંગ’ (Cyclonic storm ‘Michaung’)ને પગલે IMDએ માછીમારોને 29 અને 30 નવેમ્બરના રોજ દક્ષિણ આંદામાન સમુદ્રમાં ન જવા અને 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી બંગાળની દક્ષિણ-પૂર્વ ખાડી તરફ ન જવાની સલાહ આપી છે. 

 

આ સાથે જ 30 નવેમ્બર અને 2 ડિસેમ્બરે માછીમારોને બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડીથી દૂર રહેવાની વિનંતી કરી છે. 

 

ઓડિશા સરકારે દક્ષિણ આંદામાન સમુદ્ર પર લો-પ્રેશર એરિયાને લઈને દરિયાકાંઠાના વિસ્તાર નજીકના રાજ્યના 7 જિલ્લાઓને એલર્ટ આપ્યું છે. સ્પેશ્યલ રિલીફ કમિશ્નર સત્યબ્રત સાહૂએ બાલાસોર, ભદ્રક, કેન્દ્રપારા અને ગંજમ જિલ્લાના કલેક્ટરને જણાવ્યું હતું કે દક્ષિણ આંદામાન સમુદ્ર લો પ્રેશર એરિયામાં ફેરવાઈ શકે છે અને બાદમાં તે વધુ તોફાની બનીને ચક્રાવાત ચક્રવાત ‘મિચાંગ’ (Cyclonic storm ‘Michaung’)માં પરિણામી શકે છે. 

વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર, 29-30 નવેમ્બર દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં હળવાથી મધ્યમ વરસાદની વચ્ચે સામાન્ય વાવાઝોડાની આશંકા છે. 30 નવેમ્બરે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ શકે છે.